તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67 હજાર 161 થઇ ગઇ છે. રવિવારે એક દિવસમાં સૌથી વધુ 4296 નવા દર્દી નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં રેકોર્ડ 1943 દર્દી વધ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 22 હજાર પાર થઇ ગઇ છે. તમિલનાડુમાં 669 રિપોર્ટ પોઝિટિવ આવ્યા. હવે તમિલનાડુ 7204 દર્દીઓ સાથે દિલ્હીને પાછળ છોડીને ત્રીજું સૌથી વધારે પ્રભાવિત રાજ્ય બની ગયું છે. ગુજરાતમાં 398 સંક્રમિત નોંધાયા છે. ગુજરાત દર્દીઓની સંખ્યાના મામલે ત્રીજા સ્થાને છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ આવ્યો નથી. આ ઉપરાંત 4 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તો શરૂઆતથી અત્યાર સુધીમાં એક પણ કેસ આવ્યા નથી. તેમણે કહ્યું કે દેશભરમાં 4,362 કોવિડ સેન્ટર છે, જેમા ઓછા કે વધારે લક્ષણવાળા 4,46,856 દર્દીને રાખી શકાય છે.સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં 72, લાખ N95 માસ્ક અને 36 લાખ PPE કિટ મોકલવામાં આવી છે. રવિવારે દિલ્હીમાં 381, આંધ્ર પ્રદેશમાં 50, રાજસ્થાનમાં 33 અને બિહારમાં 18 કેસ સામે આવ્યા છે. આ અગાઉ શનિવારે કોરોનાના 2951 દર્દી વધ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં આ સૌથી ઓછા કેસ હતા. 2 મેના રોજ 2,564 કેસ આવ્યા હતા. 14,14 દર્દીના આરોગ્ય સારું થઈ ગયું છે. બીજી બાજુ સૌથી વધારે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ અગાઉ 7 મેના રોજ 1,475 દર્દીને સારું થયું હતુ. ગઈકાલે મહારાષ્ટ્રમાં 1,165, ગુજરાતમાં 394, મધ્ય પ્રદેશમાં 116, તમિલનાડુમાં 526, ઉત્તર પ્રદેશમાં 159, રાજસ્થાનમાં 129 પશ્ચિમ બંગાળમાં 108, પંજાબમાં 31 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતા.
આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીને આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 62 હજાર 939 સંક્રમિત દર્દી છે. 41 હજાર 472 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 19 હજાર 357 દર્દીને સારું થઈ ગયું છે, જ્યારે 1,982 દર્દીના મોત થયા છે.
કોરોના સંબંધિત મહત્વની અપડેટ
5 રાજ્ય જ્યાં સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા છે
દિવસ | કેસ |
04 મે | 3,656 |
05 મે | 2,971 |
06 મે | 3,602 |
07 મે | 3,344 |
08 મે | 3,563 |
મધ્ય પ્રદેશ, સંક્રમિત-3477ઃ રવિવારે ભોપાલમાં 20 નવા કેસ સામે આવ્યા. તેમા ભાજપના ભૂતપુર્વ ધારાસભ્ય અને હાલના કોંગ્રેસ નેતા જીતેન્દ્ર ડાગાનો પણ સમાવેશ થાય છે. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 724 થઈ ગઈ છે. ડાગાના પરિવારમાં અન્ય સભ્યોએ પણ શરદી-ઉધરસની ફરિયાદ કરી હતી. સાંજ સુધીમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. લોકડાઉન દરમિયાન ડાગા કોંગ્રેસના અનેક નેતાઓને મળ્યા હતા. બીજી બાજુ જહાંગીરાબાદ હવે પ્રદેશનો સૌથી મોટો હોટ સ્પોટ બની ગયો છે. અહીં 165 સંક્રમિત મળ્યા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત-20228ઃ મહારાષ્ટ્ર પોલીસે રવિવારે જણાવ્યું હતું કે વિભાગના 786 પોલીસકર્મી કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમાંથી 703નો ઈલાજ ચાલી રહ્યો છે. 76 પોલીસ કર્મચારીને સારું થઈ ગયું છે. લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાની 200 ઘટના સામે આવી છે. આ કેસમાં 732 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રાજસ્થાન, સંક્રમિત-3741ઃ રવિવારે સંક્રમણના 33 કેસ સામે આવ્યા છે. તેમાંથી જપુરમાં 10, ઉદયપુર અને કોટામાં 9-9, અજમેર અને પાલીમાં 2-2, જ્યારે ડુંગરપુરમાં 1 દર્દી મળ્યો છે. રાજ્યમાં શનિવારે સંક્રમણના 129 નવા કેસ સામે આવ્યા હતા. જયપુરમાં અત્યાર સુધીમાં 39 સુપર સ્પ્રેડરમાં કોરોના સંક્રમણની પુષ્ટી થઈ છે.
દિલ્હી, સંક્રમિત-6923ઃ અહીં રવિવારે સંક્રમણના 381 કેસ સામે આવ્યા. રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર દિલ્હી મધ્ય છે. અહીં કોરોનાના 184 દર્દી છે. સૌથી વધારે પ્રભાવિત પૂર્વોત્તર દિલ્હી છે. અહીં 25 દર્દી છે. શહેરમાં અત્યાર સુધીમાં 2069 સંક્રમિતોને સારું થઈ ગયું છે. જ્યારે 73 લોકોના મોત થયા છે.
બિહાર, સંક્રમિત-629ઃ અહીં રવિવારે 18 દર્દીમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ. તેમાં સહરસા અને મધેપુરામાં 7-7, દરભંગામાં 2, જ્યારે બેગૂસરાય અને અરરિયામાં 1-1 દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 51 દર્દીને સારું થયું છે. રાજ્યમાં બે દિવસમાં 50 સંક્રમિતોમાં 32 સ્થળાંતરીત શ્રમિક છે, જે અન્ય રાજ્યોથી પરત આવ્યા છે.
અર્ધસૈનિક દળોમાં કોરોના અટકવાનું નામ નથી લેતો. અત્યાર સુધીમાં 600થી વધારે જવાનો સંક્રમિત થઈ ગયા છે. આ પૈકી 96 ટકા દિલ્હીમાંથી છે. શનિવારે CRPFના 62, BSFના 35, CISFના 13 અને ITBPના 6 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ITBPમાં અત્યાર સુધીમાં સંક્રમિત મળ્યા છે તે તમામ 100 જવાન દિલ્હીમાંથી છે.
કેરળમાં દરેક રવિવારે લોકડાઉન
કોરોના સંક્રમણને અટકાવવા તેમ જ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે કેરળમાં આજથી દરેક રવિવારે ટોટલ લોકડાઉન રહેશે. સરકારે શનિવારે આ આદેશ જારી કર્યો છે. સરકારે આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયનના જણાવ્યા પ્રમાણે 7 મેના રોજ ખાડી દેશોમાંથી આવેલા બે ભારતીયોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકી એક દુબઈથી કોઝીકોડ અને બીજી વ્યક્તિ અબુ ધાબીથી કોચિ આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 506 થઈ ગઈ છે.
આરોગ્ય સેતુ 300 હોટ સ્પોટ બતાવ્યા
કોરોના વાઈરસ સામેની લડાઈમાં આરોગ્ય સેતુ એપ મહત્વના હથિયાર તરીકે સામે આવી રહી છે. નીતિ આયોગના સીઈઓ મિતાભ કાંતે કહ્યું છે કે તેનાથી સરકારને દેશભરમાં 650થી વધારે હોટ સ્પોટ અંગે જાણકારી મેળવવામાં મદદ મળશે. એટલું જ નહીં એપથી 300થી વધારે કોરોના હોટ સ્પોટને લઈ એલર્ટ મળ્યું છે. સરકારે તમામ લોકોને આ એપ ડાઉનલોડ કરવા સૂચન કર્યું છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.