અફઘાનિસ્તાનમાં આજે સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ 950થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 600થી વધારે ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિલોમીટર દૂર હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા પૂર્વ પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં અનુભવાયા હતા. ભૂકંપની અસર 500 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. આ કારણે પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
ઈમર્જન્સી એજન્સીઓને મદદની અપીલ
સરકારના પ્રવક્તા બિલા કરીમીએ ટ્વીટ કર્યું છે કે કાલે રાતે પત્કિકાના ચાર જિલ્લામાં ભયાનક ભૂકંપ આવ્યો છે, જેમાં અમારા ઘણા દેશવાસીઓનાં મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. અમે દરેક ઈમર્જન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે તેઓ તેમની ટીમ મોકલે અને લોકોને બચાવવામાં મદદ કરે.
લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાનું કાઢવાનું કામ શરૂ
અફઘાનિસ્તાનની સરકારી ન્યૂઝ એજન્સીના રિપોર્ટર અબ્દુલ વાહિદ રાયને ટ્વીટ કરીને જણાવ્યું છે કે પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં મૃતકોની સંખ્યા 255 થવા આવી છે, જ્યારે 155 લોકો ઘાયલ છે. લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે, આ ભૂકંપમાં 250થી વધારે લોકોનાં મોત થયાં છે.
પાકિસ્તાનમાં ઘણાં શહેરોમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો
પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે, ભૂકંપના ઝટકા ઈસ્લામાબાદ સહિત ઘણાં શહેરોમાં અનુભવાયા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું છે કે ભૂકંપના આ ઝટકાનો અમુક સેકન્ડ સુધી અનુભવ થયો હતો અને એને કારણે લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પહેલાં શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. એમાં ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલ્તાનમાં આ ઝટકાનો અનુભવ થયો હતો. આ ઝટકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાડ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા.
ભૂકંપની હચમચાવી દે એવી તસવીરો
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે એને જોન ફોલ્ટલાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાને કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને એ હલચલ પછી ભૂકંપ આવે છે.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.