તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • So Far 61 Bodies Have Been Found, 28 Human Organs Have Also Been Found; People Are Being Dug Out Of The Rubble

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ દુર્ઘટના:અત્યારસુધીમાં 61 લોકોના મૃતદેહો મળ્યા, 28 માનવઅંગ પણ મળ્યાં; કાટમાળમાંથી લોકોને ખોદીને બહાર કાઢવામાં આવી રહ્યા છે

ચમોલી10 દિવસ પહેલા

ચમોલી દુર્ઘટનામાં રેસ્ક્યૂનો આજે 13મો દિવસ છે. અત્યારસુધીમાં 61 લોકોના મૃતદેહો અને 28 માનવઅંગોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યાં છે. 143 લોકો હાલ પણ ગુમ છે. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે હજી સુધી ચમોલીના ઘણા હિસ્સામાં કાટમાળ દેખાઈ રહ્યો છે. આ કાટમાળ પણ ચટ્ટાનની રીતે થઈ ગયો છે. એને ખોદીને NDRF, SDRF અને ઉત્તરાખંડ પોલીસ રેસ્ક્યૂ-ઓપરેશેન કરી રહી છે.

ડોગ-સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે NDRF અને SDRFની ટીમ ડોગ-સ્કવોડ, દૂરબીન, રાફટ અને અન્ય ઉપકરણોનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપોવન ટનલમાં હાલ પણ મોટી સંખ્યામાં લોકો હોવાની શકયતા છે. કીચડને પગલે રેસ્ક્યૂ-ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. લોકોના મૃતદેહો ખરાબ ન થાય એ માટે રેસ્ક્યૂ-ઓપરેશન સાચવીને કરવામાં આવી રહ્યું છે.

ફોટો તપોવન ડેમનો છે, જ્યાં ધૌલીગંગાનો જળસ્તર વધ્યા બાદ ઘણું નુકસાન થયું છે.
ફોટો તપોવન ડેમનો છે, જ્યાં ધૌલીગંગાનો જળસ્તર વધ્યા બાદ ઘણું નુકસાન થયું છે.

નદીઓના જળસ્તર પર સતત વોચ
આ દરમિયાન SDRFએ રેણી ગામની પાસે ઋષિગંગા નદીમાં વોટર-સેન્સર લગાવી દીધું છે. નદીમાં જળસ્તર વધે એ પહેલા જ આ અલાર્મ વાગવા લાગશે. એનું અલાર્મ એક કિલોમીટર દૂર સુધી લોકો સાંભળશે અને સમય રહેતા સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી જશે.

ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ઘટી દુર્ઘટના
ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડ્યું હતું. એને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધીન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. આ આપત્તિથી અહીં નુકસાન થયું છે.

ગ્લેશિયર ફાટ્યા બાદ ધૌલીગંગાનો જળસ્તર આ રીતે વધ્યો. કિનારાનાં ઘણાં ઘરો પાણીમાં વહી ગયાં.
ગ્લેશિયર ફાટ્યા બાદ ધૌલીગંગાનો જળસ્તર આ રીતે વધ્યો. કિનારાનાં ઘણાં ઘરો પાણીમાં વહી ગયાં.

ઉત્તરાખંડની આપદા ક્યારે આવી, કેવી રીતે આવી અને કેટલું નુકસાન થયું, પોઇન્ટમાં સમજો....

1. ઋષિગંગા અને ધૌલીગંગામાં પાણીનો સ્તર વધ્યો
ચમોલીના તપોવન વિસ્તારમાં સવારે આશરે 10:30 વાગે ગ્લેશિયર તૂટીને ઋષિગંગામાં તૂટીને પડ્યું. તેને લીધે નદીનો જળસ્તર વધી ગયો. અહીં નદી રૈણી ગામમાં જઈને ધૌલીગંગાને મળે છે, માટે એનો જળસ્તર પણ વધી ગયો. નદીઓના કિનારે વસેલાં ઘર પાણીના પ્રવાહમાં તણાઈ ગયાં. ત્યાર બાદ આજુબાજુનાં ગામોને ખાલી કરાવવામાં આવ્યાં.

2. ઋષિગંગા અને NTPC પ્રોજેક્ટને નુકસાન
ઋષિગંગા નદીના કિનારે આવેલા રૈણી ગામમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. અહીંથી આશરે 15-20 શ્રમિકો ગુમ છે. અહીં જોશીમઠ મલારિયા હાઈવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલો બ્રિજ પણ તૂટી ગયો છે. અહીં બચાવ ટીમ પહોંચી છે. ઋષિગંગાનું પાણી જ્યાં ધૌલીગંગામાં મળે છે ત્યાં પણ જળસ્તર વધી ગયો. પાણી NTPC પ્રોજેક્ટમાં ઘૂસી ગયું. એને લીધે ગામને જોડતા બે ઝૂલાબ્રિજ પણ વહી ગયા. NTPC પ્રોજેક્ટ પર કામ કરનારા આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયાના સમાચાર છે.

4. રેસ્ક્યૂમાં આર્મી અને એરફોર્સ જોડાયા
SDRF, NDRF, ITBP ઉપરાંત આર્મીએ પણ તેના 600 જવાન ચમોલી મોકલ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ Mi-17 અને ધ્રુવ સહિત ત્રણ હેલિકોપ્ટર રેસ્ક્યૂ મિશન પર મોકલ્યા છે. વાયુસેનાએ કહ્યું હતું કે જરૂર પડશે તો વધુ એરક્રાફ્ટ મોકલવામાં આવશે.

5. શું હજુ પણ જોખમ છે?
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીના સ્તરના ખતરાના નિશાનથી ઉપર જઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં ગંગાકિનારે વસેલાં શહેરોમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિજનોર, કન્નોજ,ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર,ગાજીપુર અને વારાણસી જેવા અનેક જિલ્લામાં અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

જૂન 2013માં આશરે 4 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા
16-17 જૂન 2013ના રોજ વાદળ ફાટવાથી રુદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ધટનામાં 4,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 4,200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. એમાંથી 991 સ્થાનિક લોકો અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11091થી વધુ પશુઓ પૂરમાં તણાઈ ગયા હતા અથવા તો કાટમાળમાં દબાઈને મૃત્યુ પામ્યા હતા. ગ્રામીણોની 1309 હેક્ટર ભૂમિમાં પાણી વહી ગયું હતું. 2141 ભવનોનું નામ-નિશાન મટી ગયું. 100થી વધુ મોટી-નાની હોટલ તૂટી ગઈ. ડિઝાસ્ટરમાં નવ નેશનલ હાઈવે, 35 સ્ટેટ હાઈવે અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલને નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો