• Home
  • National
  • 60% of auto taxi drivers have gone to the village, we will not come for six eight months now, we will never come but we have to repay the loan

બમ્બઈથી બનારસ: 26 કલાકથી LIVE રિપોર્ટ્સ / 60% ઓટો-ટેક્સીવાળા ગામડે જવા નિકળી ગયા છે, અમે હવે છ-આઠ મહિના તો નહીં આવીએ, ક્યારેય ન આવત પણ લોન ભરવાની છે

60% of auto-taxi drivers have gone to the village, we will not come for six-eight months now, we will never come but we have to repay the loan
X
60% of auto-taxi drivers have gone to the village, we will not come for six-eight months now, we will never come but we have to repay the loan

  • અખિલેશ ગુપ્તા તેમના ઓટોમાં મુંબઇથી દેવરિયા જઇ રહ્યા છે. તેમને ફરી મુંબઇ આવવાનો ભરોસો છે. તેઓ કહે છે, બીમારી ખતમ થશે ત્યારે પાછો આવી જઇશ
  • મોહમ્મદ ઇમરાન રોજ 350-400 કિમી ટેક્સી ચલાવીને પ્રયાગરાજ જિલ્લાના તેમના ગામ રિઠુઆ જઇ રહ્યા છે. કહે છે- ડ્રાઇવિંગ આવડે છે, હવે ગામમાં જ કામ કરીશ

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 07:53 PM IST

મનીષા ભલ્લા અને વિનોદ યાદવ. ભાસ્કરના પત્રકાર મુંબઈથી બનારસની સફર માટે નીકળ્યા છે. એ જ રસ્તાઓ પર જ્યાંથી લોકો પોત પોતાના ગામ તરફ જવા માટે નીકળી ગયા છે. ખુલ્લા પગે, પગપાળા, સાઈકલ, ટ્રક અથવા ગાડીઓ ભરી ભરીને. કોઈ પણ હાલમાં આ લોકો પોતાના ઘરે પહોંચવા માંગે છે, છેલ્લા કપરી ઘડીમાં આપણે ઘરે જ તો જઈએ છીએ. અમે આ જ રસ્તાઓની કહાનીઓ તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. 

સાતમો રિપોર્ટ, નેશનલ હાઇવે-27થી:નેશનલ હાઇવે 27 પર એક ઓટો ઉભી છે અને પાંચ લોકો તેની આસપાસ બેસીને કંઇક ખાઇ રહ્યા છે. અમે તેમની સાથે વાત કરી તો ખબર પડી કે ઓટોના માલિક ગોપાલ કૃષ્ણ પાન્ડે જોનપુરના રહેવાસી છે અને તેમના ચાર પડોસીઓને લઇને મુંબઇથી જોનપુર જવા નિકળ્યા છે. તેઓ કહે છે- મુંબઇથી લગભગ 60 ટકા ઓટોવાળા નિકળી ગયા છે. ત્યાં મોટાભાગના ઓટોવાળા ઉત્તરપ્રદેશના જોનપુર, બનારસ, પ્રતાપગઢ, સુલ્તાનપુર અને આઝમગઢના છે. 

મહારાષ્ટ્રમાં ઓટો ચલાવનારા ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ગ્રુપમાં તેમના ગામડે જવા નિકળી ગયા છે.

પાન્ડે કહે છે, અમે આટલા ઓટોવાળા નિકળી ગયા છીએ તો લગભગ મુંબઇમાં ટ્રાફિક ઘટી જશે પણ ઓટોવાળા હવે ઓછા મળશે. પાન્ડેની ઓટો લોન પર છે. તેમનું કહેવું છે કે ત્રણ મહિના સુધી તેનો 7 હજાર રૂપિયાનો હપ્તો નહીં જાય પણ પછી હપ્તો ભરવો પડશે. પાન્ડે અત્યારે 6 મહિના સુધી મુંબઇ ન આવવાનો નિર્ણય કરી ચૂક્યા છે. કહે છે કે ઘરે જ રહેશે. કોઇ પણ કામ કરશે પણ બીમારી ખતમ થયા બાદ જ મુંબઇ આવશે.ઝાંસીથી 40 કિલોમીટર પહેલા અખિલેશ ગુપ્તા તેમની ઓટો લઇને ઉભા છે. તેઓ મુંબઇના બોરીવલીથી દેવરિયા જઇ રહ્યા છે. પરિવાર પહેલાથી જ ગામમાં રહે છે. અખિલેશને ફરી મુંબઇ આવવાનો ભરોસો છે. કહે છે, હું કોઇ પણ ભોગે મુંબઇ ફરી આવીશ બસ આ બીમારી જલ્દી ખતમ થઇ જાય. અખિલેશની પોતાની ઓટો છે અને લોન પૂરી થઇ ગઇ છે. તેમની ઓટોમાં તેમનો પડોસી રાજૂ છે જેમની બોરીવલીમાં ભાજીની દુકાન છે. 

મોટાભાગના ઓટોચાલકો મહામારી ખતમ થયા બાદ મુંબઇ આવવાની વાત કરી રહ્યા છે, જ્યારે અમુક તેમના ગામમાં જ રોજગારી મેળવવાની વાત કહે છે.

સબ વેમાં મેનેજરનું કામ કરતા મુંકુંદ પણ ઓટોથી જોનપુર જઇ રહ્યા છે. કહે છે, સબવે તો બંધ નથી થયું, સેલેરી પણ મહિનાની 25 હજાર રૂપિયા છે પણ પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ જ પરત આવીશ. 

મુંબઇના મદનપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઇમરાન રોજ 350-400 કિમી ટેક્સી ચલાવીને પ્રયાગરાજ જિલ્લાના તેમના ગામ રિઠુઆ જઇ રહ્યા છે. તેઓ કહે છે કે બે મહિના બેસીને ખાધું. દર મહિને લગભગ 10 હજારથી વધુ ઘરનો ખર્ચો છે. ઉપરથી ટેક્સીની લાખો રૂપિયાની લોન છે. તેનો હપ્તો 10 હજાર રૂપિયા છે. બે મહિનાથી હપ્તો ભરી શક્યો નથી. લોકડાઉનના કારણે મુંબઇમાં પણ ટેક્સી ચાલતી નથી. હવે નાના ભાઇ અને ગામના અમુક લોકોને લઇને ગામ જઇ રહ્યો છું. ડ્રાઇવિંગ આવડે છે તેથી ગામમાં કોઇ રોજગાર મળી જશે. 

ઝાંસી તરફ જતા અમને રસ્તામાં ઘણા પરિવાર ઓટોમાં સફર કરતા દેખાયા. મોટાભાગના મહારાષ્ટ્રથી આવી રહ્યા હતા. 

મુંબઇ પત્નીનો ઇલાજ કરાવવા ગયેલા મોહમ્મદ ખુશ છે કારણ કે ઘરે જવાની વ્યવસ્થા થઇ ગઇ
શિવપુરી હાઇવે પર અમને પ્રયાગરાજ જિલ્લાના કહરા-કઠરા ગામના મોહમ્મદ મળ્યા. તેમની પત્ની શુફિયા પાસે જ ટેક્સીમાં આરામ કરી રહી હતી. તેમના ઘરે જવાની વ્યવસ્થા થઇ ગઇ છે એ વિચારીને ખુશ થઇ રહ્યા છે. 8મા ધોરણ સુધી ભણેલા મોહમ્મદ ફર્નીચરનું કામ કરતા હતા અને ગામમા રહીને 10-12 હજાર રૂપિયા કમાઇ લેતા હતા. 

મોહમ્મદ મુંબઇને સપનાની નગરી તો માને છે પણ કહે છે કે ગામમાં જો કોઇ ભૂખ્યું હોય તો પાડોશી ભોજન પહોંચાડી દે છે. પણ મુંબઇમાં તમે કામ કરો ત્યારે જ ભોજન મળે છે.

જ્યારે ઓટો ચલાવતા થાક લાગે તો હાઇવે નજીક છાંયડો જોઇને રિલેક્સ થાય છે. 

હું પત્ની શુફિયાનો ઇલાજ કરાવવા માટે ફેબ્રુઆરીના અંતમાં મુંબઇના જોગેશ્વરી સ્થિત ગુલશનનગર આવ્યો હતો. વિચાર્યું હતું કે પત્નીનો ઇલાજ કરાવી લઇશ અને મુંબઇ પણ દેખાડીશ. ડોક્ટરને દેખાડીને ઇલાજ 10-15 દિવસ ચાલ્યો ત્યાં લોકડાઉન થઇ ગયું. ત્યારથી પત્ની સાથે ત્યાં જ ફસાયેલો રહ્યો. મારા બે નાના ભાઇ પણ અહીં જ રહે છે. હું મુંબઇ આવ્યો તો તેઓ રાશન ભરીને ગામડે જતા રહ્યા કારણ કે ઘણા દિવસોથી ગામડે ગયા ન હતા. લોકડાઉનના કારણે હું મુંબઇમાં એવો ફસાયો કે ન ઇલાજ માટે પૈસા બચ્યા અને ન ખાવા માટે રાશન. મોહમ્મદ હવે યુપી બોર્ડર પર તેમના ગામની નજીક આવી ગયા છે તો મજાકમાં કહે છે કે બન્ને નાના ભાઇ સિલાઇનું કામ શરૂ થાય તો ભલે પાછા જાય પણ હું હવે ત્યાં જવા વિશે સો વખત વિચારીશ .

ભોજન માટે ભેળની વ્યવસ્થા છે. 

પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 

બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે
ચોથો રિપોર્ટઃમહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

પાંચમો રિપોર્ટઃહજારોની ભીડમાં બેસેલી પ્રવીણને નવમો મહિનો છે ગમે ત્યારે બાળક થઈ શકે છે, સવારથી પાણી સુદ્ધા નથી પીધું જેથી પેશાબ ન થાય

છઠ્ઠો રિપોર્ટ: થોડા કિમી ઓછું ચાલવું પડે એટલા માટે રફીક સવારે નમાઝ પછી હાઈવે પર આવીને ઊભા રહે છે અને પગપાળા જતા લોકોને રસ્તો બતાવે છે 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી