• Gujarati News
  • National
  • Elderly People With Cormobility Who Have Taken Both Doses Will Be Given Precautionary Doses From Today, Including Frontline And Healthcare Workers.

આજથી પ્રિકોશન ડોઝ શરૂ:વૃદ્ધોને આ 20 પ્રકારની સ્થિતિમાં ત્રીજો ડોઝ અપાઈ રહ્યો છે, આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ રસી અપાશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 11 કરોડ વૃદ્ધ છે

કોરોના મહામારીની ત્રીજી લહેરમાં ડરાવનારો ટ્રેન્ડ દેખાવવા લાગ્યો છે. દેશમાં રોજના 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. વૃદ્ધોની ઈમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે, એવામાં તેમના માટે વધુ ખતરો છે. તેને ધ્યાનમાં રાખીને આજે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પ્રીકોશન ડોઝ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 11 કરોડ વૃદ્ધ છે.

વૃદ્ધોની સાથે ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને પણ આ ત્રીજો ડોઝ આપવામાં આવશે. ચૂંટણીમાં ડ્યૂટી કરનારા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કરની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમનો આંકડો ભેગો કરીએ તો દેશમાં લગભગ 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સ છે. આ બધા પ્રીકોશન ડોઝ લગાવવા માટે પાત્ર છે.

વૃદ્ધોને ત્રીજો ડોઝ આપવા માટે ત્રણ શરત રાખવામાં આવી છે

  • વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે.
  • બીજો ડોઝ ઓછામાં ઓછા 9 મહિના(37 સપ્તાહ એટલે કે 273 દિવસ) પહેલા લીધેલો હોવો જોઈએ.
  • માત્ર કોર્મોર્બિડિટી(ઘણી બીમારી ધરાવતા) વાળા વૃદ્ધો જ ત્રીજો ડોઝ લઈ શકશે.

જાન્યુઆરીમાં કોને મળશે ત્રીજો ડોઝ
જે લોકોએ 3 મે કે તે પહેલા બીજો ડોઝ લીધો હોય. તેમને 31 જાન્યુઆરી સુધીમાં પ્રીકોશન ડોઝ મળશે. જ્યારે પણ જે તે વ્યક્તિ પ્રીકોશન ડોઝ માટે માન્ય થઈ જશે, તો કોવિન તેમને ટેક્સ્ટ મેસેજ મોકલીને માહિતી આપશે કે ત્રીજો ડોઝ લેવાનો સમય આવી ગયો છે.

પ્રીકોશન ડોઝ લગાવવા માટે સર્ટિફિકેટની જરૂર નહિ પડે, ડોક્ટરની સલાહ લેવી પડશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કોર્મોબિડિટીવાળા 60 કે તેનાથી વધુની ઉંમરના વૃદ્ધોને પીક્રોશન ડોઝ લેવા માટે ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર નહિ પડે. જોકે આવા લોકોને પ્રીકોશન ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે.

વેક્સિન સેન્ટર્સથી પણ બુક થઈ શકશે પ્રીકોશન ડોઝ
પ્રીકોશન ડોઝ લેવા માટે ઓનલાઈન સ્લોટ બુકિંગની સાથે વેક્સિન કેન્દ્રો પર પણ બુકિંગ થઈ શકશે. જોકે પ્રીકોશન ડોઝ ક્યાં વેક્સિન સેન્ટર પરથી મળશે, તે અંગેની માહિતી તમને કોવિન એપ પર જ મળશે. પ્રીકોશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી લાભાર્થીનું સર્ટિફિકેટ તેની જાતે અપડેટ થઈ જશે.

બાકી વેક્સિનની જેમ પ્રીકોશન ડોઝ પણ ફ્રી હશે
સરકારના જણાવ્યા મુજબ પ્રીકોશન ડોઝ સરકારી વેક્સિન કેન્દ્રો પર ફ્રીમાં મળશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ કે વેક્સિન કેન્દ્રો પર તેના માટે પૈસા આપવા પડશે. જોકે સરકારે લોકોને આગ્રહ કર્યો છે કે જે લોકો સક્ષમ છે, તે પ્રાઈવેટ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રમાં પેમેન્ટ કરીને ત્રીજો ડોઝ લગાવી લે.

વેક્સિન સેન્ટર્સ પર પણ બુક થઈ શકશે પ્રીકોશન ડોઝ
પ્રીકોશન ડોઝ લેવા માટે ઓનલાઈન સ્લોટ બુકિંગની સાથે વેક્સિન કેન્દ્રો પર પણ બુકિંગ કરી શકાશે. જોકે પ્રીકોશન ડોઝ ક્યાં વેક્સિન સેન્ટર પર મળશે, તે અંગેની માહિતી તમને કોવિન એપ પર જ મળશે. પ્રીકોશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી લાભાર્થીનું સર્ટિફિકેટ તેની જાતે જ અપડેટ થઈ જશે.

અન્ય વેક્સિનની જેમ પ્રીકોશન ડોઝ પણ ફ્રી હશે
સરકારના જણાવ્યા મુજબ, પ્રીકોશન ડોઝ સરકારી વેક્સિન કેન્દ્ર પર ફ્રીમાં મળશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ કે વેક્સિન કેન્દ્રો પર તેના માટે પૈસા આપવા પડશે. જોકે સરકારે લોકોને આગ્રહ કર્યો છે કે જે લોકો સક્ષમ છે, તે પ્રાઈવેટ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રોમાં પેમેન્ટ કરીને ત્રીજો ડોઝ લગાવે.

60+ લોકો માટે કોર્મોબોડિટીમાં સામેલ છે કઈ બીમારીઓ
સરકારે 60+ના લોકો માટે કોર્મોબિડિટીમાં સામેલ બીમારીઓનું અલગ લિસ્ટ જાહેર કર્યું નથી, જોકે કોવિનના ડો.આર એસ શર્માના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 45થી 60ની ઉંમરના લોકોના વેક્સિનેશન માટે પહેલા બહાર પાડવામાં આવેલી 20 મેડિકલ કન્ડિશન જ પ્રીકોશન ડોઝ માટે પણ માન્ય હશે.

  • છેલ્લા એક વર્ષમાં હાર્ટ ફેલ્યોરના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તો
  • પોસ્ટ કાર્ડિએક ટ્રાન્સપ્લાન્ટ/લેફ્ટ વેન્ટ્રિકુલર અસિસ્ટ ડિવાઈસ
  • સિગ્નફિકેંટ લેફ્ટ વેન્ટ્રિકુલર સિસ્ટોલિક ડિસ્ફંક્શન
  • મોડરેટ કે સિવિઅર વાલ્વુલર હાર્ટ ડિસિસ
  • જન્મજાત હાર્ટ ડિસિસ
  • હાઈપરટેન્શન/ડાયાબિટિસની સારવારની સાથે કોરોનરી આર્ટરી રોગ
  • એન્જાઈન અને હાઈપરટેન્શન/ડાયાબિટીસની સારવાર ચાલતી હોય
  • સ્ટ્રોક અને હાઈપરટેન્શનનો રેકોર્ડ/ડાયાબિટીસની સારવાર ચાલુ હોય તો
  • પાલ્મોનરી આર્ટરી હાઈપરટેન્શન અને હાઈપરટેન્શન/ડાયાબિટીસની સારવાર ચાલુ હોય તો
  • ડાયાબિટીસ(10 વર્ષથી વધુ કે જટિલ હોય) અને હાઈપરટેન્શન/ડાયાબિટીસની સારવાર ચાલુ હોય તો
  • કિડની/લિવર/સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થયું હોય કે થવાનું હોય તો
  • કિડનીની લાસ્ટ સ્ટેજ બીમારીમાં ડાયાલિસિસ/CAPD પર હોય તો
  • ઓરલ કોર્ટિકોસ્ટેરાઈડ્સ/ઈમ્યુનોસપ્રેસેન્ટ દવાઓનો લાંબા સમયથી ઉપયોગ ચાલતો હોય તો
  • ડીકામ્પન્સેટેડ સિરોસિસ
  • છેલ્લા બે વર્ષમાં શ્વાસની ગંભીર બીમારીઓના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તો
  • લિંફોમા/લ્યૂકેમિયા/માઈલોમા હોય તો
  • 1 જુલાઈ 2020 કે તે પછી કોઈ પણ સોલિડ કેન્સરની ઓળખ કે વર્તમાનમાં કોઈ પણ કેન્સરની થેરેપી ચાલતી હોય તો
  • સિકલ સેલ રોગ/ બોન મેરો ફેલ્યોર/ અપ્લાસ્ટિક એનિમિયા/ થેલેસિમિયા મેજર હોય તો
  • પ્રાઈમરી ઈમ્યુનોડિફિશિઅન્સી ડિસિસ/HIV ઈન્ફેક્શન હોય તો
અન્ય સમાચારો પણ છે...