• Gujarati News
  • National
  • 6 Vehicles Collided Together, 3 People Died On The Spot; The Car Between The Truck And The Trailer Overturned

પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર મોટો અકસ્માત:એકસાથે 6 વાહનો અથડાયા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત; ટ્રક-ટ્રેલર વચ્ચે આવેલી કાર બૂકડો વળી ગઈ

પુણેએક મહિનો પહેલા
આ અકસ્માતમાં કાર સંપૂર્ણ પણે બુકડો વળી ગઈ હતી અને તેમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
  • ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત ગંભીર છે.

અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી
અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી

અકસ્માત બાદ બે વાહનો વચ્ચે એક કાર બુકડો વળી થઈ
હાલની માહિતી અનુસાર, અકસ્માત બાદ પુણેથી મુંબઈનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મૃતકોમાં ત્રણેય લોકો કારમાં હતા. મળતી માહિતી મુજબ, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મરઘીઓથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. કારની બોડી કાપીને કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે મુંબઈ તરફના માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
અકસ્માતને પગલે મુંબઈ તરફના માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

હાઇવે પોલીસની ટીમ સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરની ખામી સામે આવી રહી છે. હાલ પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. આ અકસ્માતમાં બે મોટા વાહન વચ્ચે બુકડો વળી ગયેલી સ્વિફ્ટ કાર પુણેથી મુંબઈ તરફ જઇ રહ્યા હતા.

આ અકસ્માતમાં અન્ય એક કારને પણ ભારે નુકસાન થયું હતું.
આ અકસ્માતમાં અન્ય એક કારને પણ ભારે નુકસાન થયું હતું.
અકસ્માત બાદ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ત્રણ કલાક સુધી બંધ રહ્યો હતો.
અકસ્માત બાદ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ત્રણ કલાક સુધી બંધ રહ્યો હતો.
હાઇવે પોલીસ અને રાયગઢ પોલીસની ટીમ દુર્ઘટનાગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
હાઇવે પોલીસ અને રાયગઢ પોલીસની ટીમ દુર્ઘટનાગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...