કાશ્મીરમાં સહેલાણીઓની રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. વર્ષની શરૂઆતના ચાર જ મહિના એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધી અહીં 6.05 લાખ પ્રવાસી પહોંચ્યા છે. આ ટ્રેન્ડ બતાવે છે કે, એક વર્ષમાં સૌથી વધુ પ્રવાસીઓનો રેકોર્ડ તૂટી શકે છે. આ પહેલા 2011માં અહીં સૌથી વધુ 13 લાખ પ્રવાસી પહોંચ્યા હતા. ગયા વર્ષના 12 મહિનામાં પણ અહીં 6.61 લાખ પ્રવાસી પહોંચ્યા હતા.
કાશ્મીરમાં ટ્રાવેલ એજન્ટો અને ટુર ઓપરેટરોના સંગઠનના અધ્યક્ષ ફારુક કુથોએ કહ્યું કે, ‘હોટલ ઓક્યુપન્સી 80-100% સુધી પહોંચી છે. મે મહિના માટે ખીણની તમામ મોટી હોટલ બુક થઈ ગઈ છે. પ્રવાસીઓને શ્રીનગર પહોંચતાપહેલા ઓનલાઈન હોટલ બુક કરાવી લેવી જોઈએ, નહીં તો મુશ્કેલી પડે છે.’ પ્રવાસીઓની આવકનો અંદાજ એ વાત પરથી લઈ શકાય છે કે, માર્ચના છેલ્લા સપ્તાહમાં શ્રીનગર એરપોર્ટ પર રોજ 90 ફ્લાઈટ સંચાલિત થતી હતી, જે એક રેકોર્ડ છે. હવે રોજ 112 ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે.
આતંકના ગઢ વિસ્તારોમાં સહેલાણીઓની ભરમાર
પ્રવાસીઓની સંખ્યા જોતા સરકારે એલઓસી નજીકના ગામોમાં અનેક પ્રવાસન સ્થળ ખોલી દીધા છે. હમણા સુધી અહીં પ્રવાસીઓને જવાની મંજૂરી ન હતી. કેરન, ગુરેજ, તંગધાર, માછિલ અને બંગસમાં નવા પ્રવાસન સ્થળ બન્યા છે. પ્રવાસન વિભાગે પણ તેમને યાદીમાં સામેલ કર્યા છે. અહીંથી પીઓકેના ગામ પણ દેખાય છે, જ્યાં એક સમયે રોજ ફાયરિંગ થતું હતું.
સહેલાણી વધવાના ચાર મુખ્ય કારણ
75 નવા પ્રવાસન સ્થળ વિકસાવાયા
પ્રવાસીઓ માટે 75 નવા પ્રવાસન સ્થળ વિકસાવાઈ રહ્યા છે. આ ઓફબીટ સ્પોટ એડવેન્ચર સ્પોર્ટ્સ, ટ્રેકિંગ અને વાઈલ્ડ લાઈફ થીમ પર પ્લાન કરાયા છે. પ્રવાસનને પગલે હોમ સ્ટે, નેચર ગાઈડ, ટ્રેક ઓપરેટર, ફૂડ સ્ટોલના માધ્યમથી પણ રોજગારી સર્જન થશે.
અંતરિયાળ ગામોમાં હોમ સ્ટે ખૂલ્યા
LOC નજીકના ગામોના લોકો મહેમાનનવાજી માટે તેમની પ્રોપર્ટી હોમ સ્ટેમાં બદલી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં અનેક નાના કેફે અને હોમ સ્ટે ચાલુ થઈ ચૂક્યા છે.
ખીણમાં બેરોજગારી 10% ઘટી
જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે લાખો બેરોજગારો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા પ્રમાણે, માર્ચ 2022માં જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારી દર 25% હતો, જે એપ્રિલમાં ઘટીને 15% થઈ જશે. જેનાથી બેરોજગારી 10% ઘટી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.