તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 6 High tech Submarines Will Be Constructed In The Country Under Project 75 At A Cost Of Rs 50 Crore, The Project Will Be Worked On For 10 12 Years.

ઈન્ડિયન નેવી વધુ શક્તિશાળી બનશે:દેશમાં પ્રોજેક્ટ-75 હેઠળ રૂપિયા 50 કરોડમાં 6 હાઈટેક સબમરીનનું નિર્માણ થશે, પ્રોજેક્ટ પર 10-12 વર્ષ સુધી કામ કરવામાં આવશે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશને પહેલી સબમરીન 8 વર્ષ બાદ મળશે
  • આ પ્રોજેક્ટ માટે મઝગાંવ ડોક્સ શિપબિલ્ડર્સ લિમિટેડ (DAC)અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ની પસંદગી થઈ

દેશમાં નૌકાદળની શક્તિને વધારવા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ 75-ઈન્ડિયા હેઠળ દેશમાં 6 જેટલી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સબમરીનનું નિર્માણ કરવાની મંજૂરી આપી દીધી છે. રૂપિયા 50 હજાર કરોડના આ પ્રોજેક્ટ માટે રાજનાથ સિંહના વડપણ હેઠળની ડિફેન્સ એક્વિઝીશન કાઉન્સિલ (DAC)એ બે કંપનીની પસંદગી કરી લીધી છે.

DACએ ભારતીય કંપનીઓ મઝગાંવ ડોક્સ શિપબિલ્ડર્સ લિમિટેડ (DAC)અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP)એટલે કે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. આ બન્ને કંપનીને ડિઝલ ઈલેક્ટ્રિક પ્રોગ્રામની જવાબદારી સોંપવામાં આવશે. તેને પ્રોજેક્ટ-75 અથવા P-75I નામ આપવામાં આવ્યું છે. આ પ્રશ્ન-જવાબથી આ સંપૂર્ણ પ્રોજેક્ટને સમજીએ...

પ્રોજેક્ટ-75 શું છે?
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત પ્રોજેક્ટ-75 લોંચ કરવામાં આવ્યો છે. દેશની 2 કંપનીના RFPને મંજૂરી આપવામાં આવી છે. હવે આ 5 વિદેશી શિપયાર્ડ સાથે ટાઈ-અપ કરશે, જેથી પોતાના ફાયનાન્સિયલ અને ટેકનિકલ બિડને લગાવી શકશે. આ 5 વિદેશી શિપયાર્ડ રશિયાની રોઝાબોરોન એક્સપોર્ટ/રુબિન ડિઝાઈન બ્યૂરો, ફ્રાંસની નેવલ ગ્રુપ-DCNS,જર્મનીની થાઈસનક્રુપ મરીન સિસ્ટમ, સ્પેનની નેવેંશિયા તથા દક્ષિણ કોરિયાની દેવૂનો સમાવેશ થાય છે.

પહેલી સબમરીન ક્યારે મળશે?
આ સમજૂતી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બિડ અને કોઈ બિડને અંતિમ સ્વરૂપ મળે તેમાં એક વર્ષનો સમય લાગશે. ત્યારબાદ મૂળ કોન્ટ્રેક્ટ તૈયાર થશે અને તેની ઉપર હસ્તાક્ષર થશે. ત્યારબાદ પ્રથમ સબમરીનની ડિલિવરી લગભગ 7 વર્ષ બાદ મળશે. એટલે કે આજથી 8 વર્ષ બાદ પહેલી સબમરીન મળશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ પર આગામી 10-12 વર્ષ સુધી રૂપિયા 50 હજાર કરોડના બજેટનો ખર્ચ કરવામાં આવશે.

સબમરીનની વિશેષતા શું હશે?
પ્રોજેક્ટ-75 હેઠળ તૈયાર થનારી સબમરીનનું કદ આપણી પાસે રહેલી સ્કોર્પિન સબમરીનની તુલનામાં બે ગણી વધારે હશે. નેવી આ સબમરીનમાં ખૂબ જ મજબૂત ફાયર પાવર ઈચ્છે છે. ભારતીય નૌકાદળે એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ તથા લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ આ સબમરીનમાં લગાવવાની માગ કરી છે.​​​​​​​

શા માટે આ પ્રોજેક્ટ વિશેષ મહત્વ ધરાવે છે?
આ ડીલને મધર ઓફ ઓલ અંડરવોટર કોમ્બેટ (Mother Of All Underwater combate Deals)કહેવામાં આવે છે. તેમા પાણીથી જમીન પર પ્રહાર કરનારી ક્રૂઝ મિસાઈલ રહેશે. આ ઉપરાંત પાણી તથા હવામાં પણ તેની પ્રહાર ક્ષમતાને અસરકારક રહેશે. ભારતને આ પ્રકારની પ્રહાર ક્ષમતાની વર્ષ 2007થી જ જરૂર છે. આ સંજોગોમાં સબમરીન પ્રોજેક્ટ ડિફેન્સ સેક્ટર માટે ખૂબ જ મહત્વની છે.​​​​​​​

શું અન્ય કોઈ પ્રોજેક્ટ પણ પાઈપલાઈમાં છે?
એક અહેવાલ પ્રમાણે સુરક્ષા અંગે રચવામાં આવેલી કેબિનેટ સમિતિ પાસે અન્ય એક પ્રોજેક્ટ પેન્ડિંગ છે. આ હેઠળ 6 ન્યૂક્લિયર પાવર એટેક સબમરીન્સ (SSNs)તૈયાર કરવામાં આવી છે. આ ડીલ માટે માર્ગ મોકળો થઈ જતા જ પહેલી વખત આ પ્રકારની 3 સબમરીન નિર્માણની શરૂઆત થશે. તેનો વજન 6 હજાર ટન રહેશે. દરેક સબમરીન રૂપિયા 15 હજાર કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવશે.

ભારતે તેની શા માટે જરૂર પડી?
ચીનની નૌકાદળ સતત હિંદ મહાસાગરમાં ઘૂસણખોરી કરી રહી છે. અંડરવોટર ક્ષમતાની દ્રષ્ટિએ ભારતીય નૌકાદળે પોતાની ક્ષમતાઓ વધારવી જરૂરી બની ગઈ છે. ચીનની પાસે વિશ્વની સૌથી મોટી નેવી છે. તેની પાસે 359 વોરશિપ છે. આ પૈકી 50 પરંપરાગત અને 10 ન્યૂક્લિયર સબમરીનનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત તે આગામી વર્ષ 2030 સુધીમાં વોરશિપ્સની સંખ્યા 420 કરી દેવાની યોજના ધરાવે છે.

પાકિસ્તાન પાસે યુઆન ક્લાસની 8 ડિઝલ ઈલેક્ટ્રિક સબમરીન છે. 054A ટાઈપની 4 વોરશિપ્સ છે. આ ઉપરાંત 7 બિલિયન ડોલરની ડીલ ચીન સાથે છે. આ અંતર્ગત તેને વધારે હથિયાર તેમ જ નેવલ પ્લેટફોર્મ મળશે.

ભારતના 150 વોરશિપ્સના કાફલામાં 12 ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે. જે ઘણી જૂની છે અને જરૂર પડવાના સંજોગોમાં આ પૈકી ફક્ત અડધી જ ઓપરેશનલ થઈ શકશે. ભારત પાસે બે ન્યૂક્લિયર સબમરીન INS અરિહંત અને INS ચક્ર છે. તે રશિયા પાસેથી લીઝ પર લેવામાં આવી છે.