• Gujarati News
  • National
  • 6 Daily Flights From India To Singapore Resume From 29th; There Will Be 6 Daily Flights From Mumbai, Delhi, Chennai

સુવિધા:ભારતથી સિંગાપોરની રોજની 6 ફ્લાઈટ 29મીથી ફરી શરૂ; મુંબઈ, દિલ્હી, ચેન્નાઈથી રોજની 6 ફ્લાઈટ ઉપડશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ભારતીય મુસાફરોને ખુશખબરી આપતા સિંગાપોરે ભારત માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. સિંગાપોરના નાગરિક ઉડ્ડયન વિભાગે રવિવારે કહ્યું કે, ભારત સાથે અમે સિંગાપોરની વેક્સિનેટેડ ટ્રાવેલ લેન (વીટીએલ) 29 નવેમ્બરથી ફરી શરૂ થશે, જેમાં મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈથી રોજ છ ફ્લાઈટ રવાના થશે. ભારત અને સિંગાપોરે શિડ્યુલ કોમર્શિયલ ફ્લાઈટો ફરી શરૂ કરવા ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સમજૂતી કરી લીધી છે.

સિંગાપોર ઉડ્ડયન મંત્રાલયના કહેવા પ્રમાણે, 29 નવેમ્બર, 2021થી 21 જાન્યુઆરી 2022 સુધી સિંગાપોર આવતા લોકો માટે વેક્સિનેટેડ ટ્રાવેલ લેન માટે અરજી કરવાનો માર્ગ ખૂલશે. અમે એવા લોકોને પ્રાથમિકતા આપીશું, જે લોકો 1 ડિસેમ્બર પછી સિંગાપોરની મુલાકાત લેવા ઈચ્છે છે અને જેમણે 24 નવેમ્બર પછી અરજી કરી છે. ભારતથી ઓછા કે વધુ દિવસ માટે સિંગાપોર આવવા માગનારા પ્રવાસીઓ માટે 22 નવેમ્બરે સાંજે છ વાગે અરજીઓ લેવાનું શરૂ થશે.

સિંગાપોર સરકારે જણાવ્યું છે કે, અમે ટૂંક સમયમાં બિન-વીટીએલ ફ્લાઈટો પણ શરૂ કરી શકરીએ છીએ. જોકે, આ ફ્લાઈટોમાં સિંગાપોર આવનારા લોકોએ કડક કોરોના પ્રોટોકોલમાંથી પસાર થવું પડશે, જેમાં 14 દિવસનો કડક ક્વોરેન્ટાઈન પીરિયડ પણ સામેલ છે. જ્યારે વીટીએલ હેઠળ ફક્ત કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવે ત્યાં સુધી જ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...