તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 59,069 Cases Were Reported In The Last 24 Hours, The Highest In The Last Five And A Half Months; About 1.5 Lakh Active Cases Were Registered In 7 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:28 માર્ચથી મહારાષ્ટ્રમાં નાઈટ કફર્યૂ; CM ઉદ્ધવ બોલ્યા- લોકડાઉનની કોઈ ઈચ્છા નહીં, પરંતુ સ્થિતિ તે તરફ જઈ રહી છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલીવુડ અભિનેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત, છેલ્લા 10 દિવસમાં પોતાના સંપર્કમાં આવેલા સૌએ ટેસ્ટ કરાવી લેવા કહ્યું
  • દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે
  • મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન ભણી, 3 દિવસમાં 1 લાખ કેસ નોંધાયા; દેશમાં છેલ્લા 24 કલાકમાં 59,069 કેસ નોંધાયા

બોલીવુડ ઈન્ડ્સ્ટ્રીઝના અગ્રણી અભિનેતા પરેશ રાવલનો કોરોના રિપોર્ટ પોઝિવિટ આવ્યો છે, આ અંગે પરેશ રાવલે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. પરેશ રાવલે લખ્યું કે કમનસીબે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 10 દિવસથી જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરી તેમનો રિપોર્ટ કરાવી લે. પરેશ રાવલ કોરોના સંક્રમિત થયા બાદ બોલીવુડ સેલેબ્સ તથા ફેન્સે તેમના જલ્દી સાજા થવાની શુભકામની પાઠવી છે.

કોરોનાના વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર દેશમાં નાઈટ કર્ફ્યૂ લગાડવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ઓનલાઈન મીટિંગ કરીને તમામ જિલ્લાના કલેક્ટરને તે અંગેના નિર્દેશ આપ્યા છે. આ નિર્ણય ભીડને એક જગ્યાએ એકઠી થવાથી રોકવા અને સંક્રમણની ગતિ ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે.

મીટિંગ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પ્રદેશમાં લોકડાઉન લગાડવાનો કોઈ જ ઈરાદો નથી, પરંતુ રાજ્યમાં જે રીતે કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે તેનાથી આપણે તે રસ્તા પર જઈ રહ્યાં છીએ. તેઓએ તમામ કલેક્ટરને કહ્યું કે હોસ્પિટલમાં બેડ, દવા અને મેડિકલ ફેસિલિટીની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવે.

5 દિવસમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ વધ્યા
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર યથાવત છે. 5 દિવસમાં એક લાખથી વધારે એક્ટિવ કેસ વધ્યા છે, આ ઝડપ સૌથી વધારે છે. આ પહેલા સપ્ટેમ્બરમાં 9 લાખથી 10 લાખ દર્દી થવામાં 6 દિવસ લાગ્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 59,069 કેસ સામે આવ્યા છે, 32,912 દર્દીઓ સાજા થયા અને 257 લોકોના મૃત્યુ થયા. નવા કેસ 17 ઓકટોબર બાદ સૌથી મોટો છે. ત્યારે 61,893 દર્દીઓ નોંધાયા હતા. ગુરુવારે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 25,857 નો વધારો થયો છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે એક્ટિવ કેસમાં 25 હજારથી વધુનો વધારો થયો. છેલ્લા સાત દિવસમાં એક્ટિવ કેસમાં 1 લાખ 49 હજાર 455 નો વધારો થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખ 46 હજાર 82 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 12 લાખ 62 હજાર 503 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 60 હજાર 983 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 4 લાખ 17 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં નિયમો કડક કરાયા
- મોલ, માર્કેટ, સિનેમા હોલમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવું જોઈએ.
- લગ્નમાં 50 લોકોથી વધારે ના હોવા જોઈએ.
- અંતિમ સંસ્કારમાં 20 લોકોથી વધારે ના હોવા જોઈએ.
- હોસ્પિટલોમાં ફરી એક વાર કોરોના દર્દીઓ માટે બેડ રિઝર્વ કરવામાં આવી રહ્યા છે, પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ 50 ટકા બેડ રિઝર્વ રાખવાનું કહેવામાં આવ્યું છે.

કોરોના અપડેટ્સ

  • કર્ણાટક સરકારે 1 એપ્રિલથી બેંગલુરુ આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યુ હતું કે શહેરમાં અન્ય રાજ્યોમાંથી આવનારા લોકોએ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે.
  • મુંબઈમાં આજે કોરોનાના 5,504 નવા દર્દીઓ નોંધાયા હતા. મહામારી શરૂ થયા બાદથી આ આંકડો એક જ દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંક છે. જ્યારે, BMCએ લોકોને ચેતવણી આપતા જણાવ્યુ છે કે આગામી દિવસોમાં એક જ દિવસમાં 10 હજાર જેટલા કેસ સામે આવી શકે છે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે.
  • મિલિંદ સોમનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 55 વાર્ષિત અભિનેતાએ આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.
  • ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હરીશ રાવતને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગુરુવારે રાજ્ય સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા જ તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

7 મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર : એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
અહીં ગુરુવારે 35,952 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 20,444 સાજા થયા, જ્યારે 111 મૃત્યુ પામ્યા. મહામારીની શરૂઆતથી રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ આંક અત્યાર સુધીમાં સૌથી મોટો છે. અગાઉ 24 માર્ચે 31,855 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 26.00 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 22.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા, જ્યારે 53,795 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં, અહીં 2.62 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ: એક્ટિવ કેસનો આંક 21 હજારને પાર
ગુરુવારે અહીં 2,661 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1,735 સજા થયા, જ્યારે 43 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.22 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.95 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,517 લોકોના મૃત્યુ થયા છે. હાલ 21 હજાર 405 લોકો સારવાર હેઠળ છે.

3. ગુજરાત : સતત 25માં દિવસે પણ કેસમાં વધારો
અહીં ગુરુવારે 1,961 નવા દર્દીઓ નોંધાયા હતા. 1,405 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.94 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.80 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,473 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 9,372 દર્દીઓની સારવાર ચાલીર અહી છે. અહીં 28 ફેબ્રુઆરીએ 407 કેસ સામે આવ્યા હતા, ત્યારથી તેમાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે.

4. મધ્યપ્રદેશ : એક્ટિવ કેસ 11 હજારને પાર
ગુરુવારે અહીં 1,885 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 919 સાજા થયા, જ્યારે 9 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.82 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.67 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 3,928 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 11,004 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. દિલ્હી : આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા
અહીં ગુરુવારે 1,515 નવા કેસ નોંધાયા હતા. અહીં આ વર્ષે એક જ દિવસમાં નોધાયેલા દર્દીઓનો આ આંક સૌથી મોટો છે. આ પહેલા 23 માર્ચે 1101 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં અહીં 909 દર્દી સાજા થયા અને 5 દર્દીના મૃત્યુ થયા છે. અહીં અત્યાર સુધીમાં 6.52 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.36 લાખ સાજા થયા છે અને 10,978 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5,497 દર્દીઓ સારવાર હેઠળ છે.

6. હરિયાણા : એક હજારથી વધુ નવા કેસ નોંધાયા
અહીં ગુરુવારે 1053 નવા દર્દીઓ મળી આવ્યા હતા, 562 સાજા થયા અને 7 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.83 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.73 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે અને 3,117 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 7,229 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

7. રાજસ્થાન : એક મહીનામાં 76 થી 700ને પાર થયા નવા કેસ
અહીં ગુરુવારે 715 દર્દીઓ નોંધાયા હતા. 238 દર્દીઓ સાજા થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.27 લાખ દર્દીઓ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.19 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,808 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 23 ફેબ્રુઆરીએ અહીં 76 કેસ હતા, જે 25 માર્ચ સુધીમાં વધીને 700 ને પાર થઈ ગયા છે. એટલે કે, 600 થી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો