• Gujarati News
 • National
 • 58,097 New Cases In The Country With A Rise Of 55.4%, A Worrying Situation In Maharashtra

કોરોના દેશમાં LIVE:મુંબઈમાં કોરોનાનું રૌદ્ર રૂપ, છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 15000થી વધારે કેસ આવ્યા, 3 લોકોએ જીવ ગુમાવ્યો

17 દિવસ પહેલા
 • IIT ગુવાહાટીમાં કોરોના વિસ્ફોટ; ફેકલ્ટી સહિત 50થી વધુ વિદ્યાર્થી સંક્રમિત

મુંબઈમાં આજે કોરોનાની બીજી લહેર તેની ચરમસીમાએ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 15166 કેસ આવ્યા છે અને 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. એપ્રિલ,2021માં બીજી લહેર સમયે મુંબઈમાં એક દિવસમાં 11206 કેસ આવતા હતા. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 દર્દી સામે આવી ચુક્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોનાના કેસ વિક્રમજનક આવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટનું કમ્યુનિટી સ્પેડ થઈ ગયો છે. તેનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી રહ્યો નથી અને ન તો કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી શકાયો છે. હવે આ જોખમ વચ્ચે BMCએ કહ્યું છે કે જો મુંબઈમાં કોરોનાના એક દિવસમાં 20000થી વધારે કેસ આવશે તો પછી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.

IIT ગુવાહાટીમાં મેમ્બર સહિત 50થી વધુ વિદ્યાર્થી કોરોના સંક્રમિત
બીજી બાજુ IIT ગુવાહાટીમાં એક ફેકલ્ટી મેમ્બર સહિત 50થી વધુ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કેસ છેલ્લાં 6 દિવસોમાં કરવામાં આવેલા ટેસ્ટિંગ દરમિયાન મળ્યા છે. મોટા પ્રમાણમાં સંક્રમિતો મળ્યા બાદ કેમ્પસમાં પ્રતિબંધો વધારવામાં આવ્યા છે.

IIT ગુવાહાટીના ડીન પરમેશ્વર અય્યરે જણાવ્યું કે 99% કેસ તેવા વિદ્યાર્થીઓના છે જે વેકેશનમાં પોતાના ઘરે ગયા હતા. દરેક વિદ્યાર્થીઓને IITના ગેસ્ટ હાઉસમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અને ફેકલ્ટી મેમ્બરના પરિવારના 5 સભ્યો પણ પોઝિટિવ આવ્યા છે.

તમિલનાડુમાં રવિવારે લોકડાઉન
તમિલનાડુના હેલ્થ મિનિસ્ટર સુબ્રમણ્યમે રાજ્યમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે ક્હ્યું છે કે શનિવારે રાજ્યમાં મેગા-કોવિડ-19 વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે.

તમિલનાડુમાં મંગળવારે કોરોનાના નવા 2731 કેસો નોંધાયા છે, અને 9 દર્દીઓના મોત નિપજ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં 27 લાખ 55 હજારથી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી 27 લાખ 6 હજાર લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 36,805 લોકોના મોત થયા છે. હાલ તમિલનાડુમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 12,412 છે.

લાઈવ અપડેટ્સ

 • બિહાર સરકારે કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને 4 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં સરકારે આ નિર્ણયને મંજૂરી આપી.
 • કોંગ્રેસે આવનારા બે સપ્તાહો માટે ઉત્તર પ્રદેશમાં રેલીઓ અને કાર્યક્રમો પર રોક લગાવી છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે નિવેદન જાહેર કરીને કહ્યું કે અમારા માટે જીવન કિંમતી છે. દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને પાર્ટી ચિંતિત છે.
 • મુંબઈના જેજે હોસ્પિટલના 61 ડોક્ટર કોરોના પોઝિટિવ નોંધાયા છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેઝિડન્ટ ડોક્ટર્સ પ્રમાણે અત્યાર સુધી રાજ્યમાં 180 ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે. તેમાં જેજે હોસ્પિટલમાં 61, તિલક હોસ્પિટલમાં 35, કેઈએમ હોસ્પિટલમાં 40 અને નાયરમાં 35 રેઝિડન્ટ ડોક્ટર સામેલ છે.
 • બિહારમાં CM હાઉસના 21 કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા છે. બિહાર વિધાન પરિષદના કાર્યકારી સભાપતિ અવધેશ નારાયણ સિંહ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
 • શિરોમણી અકાળી દળના નેતા સુખદેવ સિંહ ઢીંડુસાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુખદેવ સિંહ ઢીંડસાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં સામેલ થવાનું હતું, પરંતુ રેલીમાં જતા પહેલા જ તેઓ કોરોના પોઝિટિવ થયા છે.
 • મહારાષ્ટ્રમાં લોકડાઉન પર નિર્ણય હાલ નહીં
 • બિગ બી અમિતાભ બચ્ચનના ઘરે એક કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યો છે. કુલ 31 સ્ટાફ મેમ્બરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
 • બિહારના નાયબ મુખ્યમંત્રી રેનુ દેવી અને રાજ્ય મંત્રી સુનીલકુમારને કોરોના થયો છે.

દિલ્હી હેલ્થ મિનિસ્ટરે કહ્યું- રાજધાનીમાં ત્રીજી લહેર શરુ; કોવિડ વોર રુમ ફરીથી એક્ટિવ
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે રાજધાનીમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. અહીં કોવિડ વોર રૂમને સક્રિય કરવામાં આવ્યો છે. તેમાં, એક્ટિવ દર્દીઓ, બેડ અને ઓક્સિજન વિશે હોસ્પિટલ મુજબનો ડેટા રાખવામાં આવશે. તમામ કોવિડ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી તેથી હાલમાં માત્ર 300-400 સેમ્પલની જ સિકવન્સિંગ કરવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રીને બુધવારે રાજધાનીમાં લગભગ 10,000 નવા સંક્રમિત મળવાની આશંકા છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે આરક્ષિત બેડની સંખ્યા વધારવાનો આદેશ જારી કર્યો છે. ખાનગી હોસ્પિટલો બેડની ક્ષમતા 10% થી વધારીને 40% કરશે. જૈનના જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને માત્ર 2% બેડ પર દાખલ કરવામાં આવે છે.

રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ- ફાઈલ ફોટો.
રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ- ફાઈલ ફોટો.

બિહારના બન્ને નાયબ મુખ્યમંત્રી સહિત 5 મંત્રી કોરોના પોઝિટિવ​​​​​​
બિહારના બે નાયબ મુખ્યમંત્રી સહિત પાંચ મંત્રીને કોરોના થયો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ સાથે બીજા મંત્રીઓમાં સુનીલ કુમાર (નશાબંધીમંત્રી), સંતોષ માંઝી (અનુસૂચિત જાતિ-જનજાતિ મંત્રી) અને અશોક ચૌધરી (મકાન બાંધકામમંત્રી)નો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. એમાં સુનીલ કુમારે મંગળવારે મુખ્યમંત્રીના સામાજિક સુધારણા અભિયાનમાં ભાગ પણ લીધો હતો. કેબિનેટ બેઠક પહેલાં તમામ મંત્રીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો, જેમાં આ 5 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

સૌરવ ગાંગુલીનો પરિવાર કોરોનાના ભરડામાં
ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં તેમની દીકરી સના ગાંગુલી સહિત ચાર સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ દરેક સભ્ય ઘરમાં જ આઈસોલેટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી પણ થોડા સમય પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગાંગુલી ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા હતા, પરંતુ તેમના પરિવારના સભ્યો કયા વેરિયન્ટથી સંક્રમિત છે એની પુષ્ટિ હજી થઈ નથી.

મુંબઈની બસ સર્વિસ BESTના 60 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ
મુંબઈમાં BESTના પ્રવક્તા અનુસાર, ડ્રાઈવરો સહિત 60 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નેઝલ વેક્સિનના ત્રીજા ફેઝની ટ્રાયલને મંજૂરી
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકની નેઝલ વેક્સિન (નાક દ્વારા આપવામાં આવતી વેક્સિન)ના ત્રીજા ફેઝની ટ્રાયલની મંજૂરી આપી છે. આ મામલે કમિટીએ મંગળવારે મીટિંગ કરી હતી.

ટ્રાયલ બાદ નેઝલ વેક્સિનને કોરોના બૂસ્ટર ડોઝ તરીકે ઈમર્જન્સી યુઝની મંજૂરી મળી શકે છે. કમિટીએ ભારત બાયોટેકને મંજૂરીથી જોડાયેલા ડોક્યુમેન્ટ્સ સબ્મિટ કરવાનું કહ્યું છે.

ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 2000 પાર
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. નવા વેરિયન્ટને કારણે દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટના નવા કેસોનો આંકડો 2000ને પાર થયો છે. દેશમાં અત્યારસુધી કુલ 2220 ઓમિક્રોન સંક્રમિતની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 272 નવા ઓમિક્રોન કેસ સામે આવ્યા છે. 24 રાજ્ય સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ કોરોના ફેલાઇ ચૂક્યો છે.

દેશમાં ગઈકાલે 58 હજાર 97 નવા કોરોના કેસો નોંધાયા છે, જ્યારે 534 લોકોનાં મોત કોરોનાને કારણે નીપજ્યાં છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 14 હજાર 4 છે. દેશમાં ટોટલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝનું થયું છે.

કોરોનાં અપડેટ્સ:

 • છેલ્લા 24 કલાકમાં 96 લાખ કોવિડ વેક્સિનના ડોઝ અપાયા. અત્યારસુધી કુલ 147.72 કરોડ ડોઝ અપાયા.
 • મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 18,466 નવા કેસો નોંધાયા, જ્યારે 20 લોકોનાં મોત થયાં છે.
 • પશ્ચિમ બંગાળમાં 9073 સંક્રમિત મળ્યા છે, જ્યારે 16 લોકોનાં મોત નોંધાયાં છે.
 • દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી છે, ત્યાં એક જ દિવસમાં 5481 કેસ નોંધાયા છે અને 3 લોકોનાં મોત થયાં છે.
 • કેરળમાં 3640 સંક્રમિત નોંધાયા છે અને 30 લોકોનાં મોત થયાં છે.
 • તામિલનાડુમાં મંગળવારે 2731 લોકો સંક્રમિત મળ્યા અને 9 દર્દીનાં મોત નોંધાયાં છે.
અન્ય સમાચારો પણ છે...