• Gujarati News
  • National
  • 57 Deaths In Andhra Karnataka, 1366 Villages Affected By Floods; Damage To Crops Of 1.5 Lakh Farmers

4 રાજ્યમાં ભારે વરસાદના PHOTOS:આંધ્ર-કર્ણાટકમાં 57નાં મૃત્યુ, 1366 ગામ પૂરથી અસરગ્રસ્ત; 1.5 લાખ ખેડૂતોના પાકને નુકસાન

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંધ્રમાં અત્યારસુધીમાં 33 લોકોનાં ડૂબવાથી મૃત્યુ થયાં છે
  • પેન્ના નદીમાં પૂરથી નેશનલ હાઈવે-16નો એક ભાગ તૂટ્યો

દક્ષિણ ભારતનાં 4 રાજ્યમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળમાં એક્ટિવ ઉત્તરી-પૂર્વી મોન્સૂને ઘણા જિલ્લાઓમાં પૂરીની સ્થિતિ પેદા કરી છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. 24 અને 25 નવેમ્બરે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પુડુચેરીમાં ભારેથી વધુ ભારે વરસાદ થવાનું અનુમાન છે. આંધ્રપ્રદેશમાં 30 વર્ષ પછી આ પ્રકારની ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે.

આંધ્રનાં 23 ગામ પૂરમાં ડૂબ્યાં
આંધ્રમાં અત્યારસુધીમાં 33 લોકોનાં ડૂબવાથી મૃત્યુ થયાં છે. પેન્ના નદીમાં પૂરથી નેશનલ હાઈવે-16નો એક ભાગ તૂટી ગયો છે, એનાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આ હાઈવે ચેન્નઈને કોલકાતા સાથે જોડે છે. રેલવે માર્ગ પ્રભાવિત થવાથી 100થી વધુ ટ્રેનોને રદ કરવી પડી. ચિત્તુર, કડપા, નેલ્લોર અને અનંતપુર જિલ્લાનાં 1.366 ગામ પુરથી પ્રભાવિત છે, 23 ડૂબી ગયાં છે, 36,279 લોકોને અસર થઈ છે.

તામિલનાડુમાં રસ્તાઓ પર ચાલી હોડી
કર્ણાટકમાં બેંગલુરુના ઉત્તરી વિસ્તારમાં રવિવારે રાતે જોરદાર વરસાદ થયો હતો. એને પગલે ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બેંગલુરુના ઉપનગર યેલહંકામાં 24 કલાકની અંદર 134 કિલોમીટર વરસાદ થયો છે. કર્ણાટકમાં 3.43 લાખ હેક્ટર પાક વરસાદથી પ્રભાવિત થયો છે. 1.5 લાખ જેટલા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તામિલનાડુમાં આ વખતે સામાન્યથી 68 ટકા વધુ વરસાદ થય છે. ચેન્નઈના ઉપનગર મનાલીના ઘણા ભાગમાં પૂર જેવી સ્થિતિ છે. અહીં રસ્તાઓ પર હોડીઓ ચાલી રહી છે. સલેમના મેત્તુર બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બંધ કાવેરીના ડેલ્ટા ક્ષેત્રમાં આવેલા જિલ્લાઓમાં પાણીની જરૂરિયાતોને પૂરી કરે છે. બિલ્લુપુરમમાં થેનપેન્નાઈ નદી અને કાંચીપુરમમાં પલારમાં પાણી ભારે પ્રમાણમાં વહી રહ્યું છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સમગ્ર રાત દરમિયાન ભારે વરસાદ થયો. પૂરને પગલે પાણી કોલોનિયોમાં ઘૂસી ગયા.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સમગ્ર રાત દરમિયાન ભારે વરસાદ થયો. પૂરને પગલે પાણી કોલોનિયોમાં ઘૂસી ગયા.
તામિલનાડુના વેલ્લોરમાં ભારે વરસાદ પછી જલકંદેશ્વર મંદિરમાં પાણી ભરાઈ ગયાં.
તામિલનાડુના વેલ્લોરમાં ભારે વરસાદ પછી જલકંદેશ્વર મંદિરમાં પાણી ભરાઈ ગયાં.
બેંગલુરુના યેલહંકામાં અલ્લાસાંદ્રા સરોવરમાં પાણી ઓવરફ્લો થયું અને કેન્દ્રીય અપાર્ટમેન્ટમાં ઘૂસી ગયું.
બેંગલુરુના યેલહંકામાં અલ્લાસાંદ્રા સરોવરમાં પાણી ઓવરફ્લો થયું અને કેન્દ્રીય અપાર્ટમેન્ટમાં ઘૂસી ગયું.
બેંગલુરુમાં આખી રાત વરસાદ થવાને પગલે કોલોનીમાંથી લોકોને કાઢવા માટે ટ્રેક્ટર ટ્રોલીની મદદ લેવી પડી.
બેંગલુરુમાં આખી રાત વરસાદ થવાને પગલે કોલોનીમાંથી લોકોને કાઢવા માટે ટ્રેક્ટર ટ્રોલીની મદદ લેવી પડી.
યેલહંકાના રસ્તા પર પાણી ભરાતાં ઘણી બાઈક્સનાં સાઈલેન્સરમાં પાણી ભરાઈ ગયા પછી ચાલક ગાડીમાં ધક્કો મારતા જોવા મળ્યા હતા.
યેલહંકાના રસ્તા પર પાણી ભરાતાં ઘણી બાઈક્સનાં સાઈલેન્સરમાં પાણી ભરાઈ ગયા પછી ચાલક ગાડીમાં ધક્કો મારતા જોવા મળ્યા હતા.
યેલહંકામાં રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવીને લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.
યેલહંકામાં રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવીને લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.
બેંગલુરુમાં લોકોને કાઢવા માટે SDRF અભિયાન ચલાવી રહી છે.
બેંગલુરુમાં લોકોને કાઢવા માટે SDRF અભિયાન ચલાવી રહી છે.
પૂરમાં ફસાયેલા લોકોને કાઢવા માટે SDRFના કર્મચારી લોકોના ઘર સુધી પહોંચ્યા અને તેમને હોળીમાં બેસાડીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા.
પૂરમાં ફસાયેલા લોકોને કાઢવા માટે SDRFના કર્મચારી લોકોના ઘર સુધી પહોંચ્યા અને તેમને હોળીમાં બેસાડીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા.
SDRFના જવાનોને સાંકળી ગલીઓમાં બનેલી ઈમારતમાંથી લોકોને કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી.
SDRFના જવાનોને સાંકળી ગલીઓમાં બનેલી ઈમારતમાંથી લોકોને કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી.
બેંગલુરુમાં SDRFની સાથે પોલીસ જવાન પણ બચાવકાર્ય કરતા જોવા મળ્યા.
બેંગલુરુમાં SDRFની સાથે પોલીસ જવાન પણ બચાવકાર્ય કરતા જોવા મળ્યા.
સરોવરનું પાણી અચાનક જ રસ્તાઓ પર આવી જતાં ગટરના પાઈપ ચોક થઈ ગયા હતા.
સરોવરનું પાણી અચાનક જ રસ્તાઓ પર આવી જતાં ગટરના પાઈપ ચોક થઈ ગયા હતા.
બેંગલુરુમાંથી ટ્રાવેલ કરીને ક્યાંક જતા લોકોને પણ વરસાદને પગલે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
બેંગલુરુમાંથી ટ્રાવેલ કરીને ક્યાંક જતા લોકોને પણ વરસાદને પગલે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ચેન્નઈમાં ભારે વરસાદ પછી દુકાનમાં પાણી ભરાઈ ગયું. પૂરના પાણીને બહાર કાઢવા માટે દુકાનદારોને આખો દિવસ મહેનત કરવી પડી હતી.
ચેન્નઈમાં ભારે વરસાદ પછી દુકાનમાં પાણી ભરાઈ ગયું. પૂરના પાણીને બહાર કાઢવા માટે દુકાનદારોને આખો દિવસ મહેનત કરવી પડી હતી.
વરસાદથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે સ્વયંસેવકોએ કેન્દ્રીય વિહારના પૂર પ્રભાવિત લોકોની વચ્ચે પેકેજ્ડ ફૂડ વહેંચ્યા.
વરસાદથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે સ્વયંસેવકોએ કેન્દ્રીય વિહારના પૂર પ્રભાવિત લોકોની વચ્ચે પેકેજ્ડ ફૂડ વહેંચ્યા.
અન્ય સમાચારો પણ છે...