તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 56,647 Corona Positive Found In 24 Hours; Now It Is Necessary To Show A Negative Report For People Coming Here From Uttar Pradesh And Bengal

દુનિયામાં સૌથી વધુ નવા દર્દી મહારાષ્ટ્રમાં:24 કલાકમાં 56,647 કોરોના પોઝિટિવ મળ્યા; હવે અહીં ઉત્તરપ્રદેશ અને બંગાળથી આવતા લોકો માટે નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી

મુંબઈ5 મહિનો પહેલા
  • મહારાષ્ટ્ર સરકારે 11 લાખ બાંધકામ મજૂરોના ખાતામાં દોઢ-દોઢ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 56,647 નવા કેસ મળી આવ્યા હતા. 669 દર્દીઓ મૃત્યુ પામ્યા, જ્યારે 51,356 લોકો સાજા થયા હતા. રવિવારે રાજ્યમાં નોંધાયેલા નવા દર્દીની સંખ્યા આખી દુનિયામાં સૌથી વધુ છે. અમેરિકા બીજા નંબરે છે. અહીં 30,701 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બ્રાઝિલ ત્રીજા નંબરે રહ્યું, અહીં 28,935 કેસ મળી આવ્યા હતા.

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 47 લાખને પાર થઈ ગઈ છે. તેમાંથી 6 લાખ 68 હજાર 353 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ મહામારીને કારણે 70,284 લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ મૃત્યુ મુદ્દે મહારાષ્ટ્ર દુનિયાના 209 દેશો કરતા પણ આગળ છે.

યુપી અને પશ્ચિમ બંગાળથી આવતા લોકોને નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી
ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળથી ટ્રેન દ્વારા મહારાષ્ટ્ર પહોંચનારા મુસાફરોને હવે કોરોના RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત રહેશે. આ રિપોર્ટ 48 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. સરકારે 'બ્રેક ધ ચેન' અંતર્ગત આ અંગેના રવિવારે આદેશો જાહેર કર્યા છે. આ પહેલા સરકારે ગુજરાત, રાજસ્થાન, કેરળ, ગોવા અને દિલ્હી-NCRથી આવતા લોકો માટે આ ટેસ્ટ ફરજિયાત કર્યો હતો.

આ મુંબઈનું BKC જંબો વેક્સિનેશન સેન્ટર છે. અહીં લોકો વેક્સિન લેવા માટે પહોંચી રહ્યા છે.
આ મુંબઈનું BKC જંબો વેક્સિનેશન સેન્ટર છે. અહીં લોકો વેક્સિન લેવા માટે પહોંચી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં આખું સપ્તાહ ખુલ્લી રહેશે મીટની દુકાનો
રાજ્યમાં ચિકન, મટન, મરઘાં અને અન્ય ખાદ્ય ચીજોની દુકાનોને અઠવાડિયાના સાત દિવસ ખોલવામાં આવશે. આ દુકાનો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખોલી શકાશે. દુકાનદાર ઇ-કોમર્સ સેવા દ્વારા માલની હોમ ડિલિવરી કરી શકાશે.

સંક્રમણના સમયમાં સુખદ તસવીર: મુંબઇના નેરુલના તલવા વેટલેન્ડમાં NRI કોલોની પાછળ મોટી સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળ્યા હતા.
સંક્રમણના સમયમાં સુખદ તસવીર: મુંબઇના નેરુલના તલવા વેટલેન્ડમાં NRI કોલોની પાછળ મોટી સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળ્યા હતા.

11 લાખ બાંધકામ મજૂરોને 166 કરોડ અપાયા
મહારાષ્ટ્ર ભવન અને અન્ય બાંધકામ કામગીરી કલ્યાણકારી મંડળમાં નોંધાયેલા 13 લાખ મજૂરોમાંથી 11.10 લાખના ખાતામાં રાજ્ય સરકારે 166 કરોડ 63 લાખ 93 હજાર 500 રૂપિયા જમા કરાવ્યા છે. રાજ્યમાં 'બ્રેક ધ ચેન' હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધો દરમિયાન મજૂરોને આર્થિક સહાય તરીકે આ રકમ આપવામાં આવી છે. દરેક મજૂરના ખાતામાં દોઢ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ઘરેલું મજૂરોને પણ મળશે રાહત
શ્રમ પ્રધાન હસન મુશ્રીફે કહ્યું કે, 'આ સિવાય મહારાષ્ટ્ર ઘરેલું કામદાર કલ્યાણ બોર્ડમાં રજિસ્ટર્ડ 1 લાખ 5 હજાર 500 ઘરેલુ મજૂરોને પણ મજૂર દીઠ દોઢ હજાર રૂપિયાના હિસાબે 15 કરોડ82 લાખ 50 હજાર રૂપિયાની સહાયને મંજૂરી આપવામાં આવી છે.