તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 5.4 Magnitude Earthquake Shakes Sikkim Nepal Border; Tremors Also Felt In West Bengal, Bihar And Assam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર રાજ્યોમાં ધરતી ધ્રુજી:સિક્કીમ-નેપાળ બોર્ડર પર 5.4 તીવ્રતાનો ભૂકંપ;પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામમાં પણ ઝાટકા અનુભવાયા

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભૂકંપનું કેન્દ્ર સિક્કીમની રાજધાની ગંગટોકથી 25 કિમી પૂર્વ અને ઉત્તર પૂર્વ બાજુ જમીનમાં 10 કિમી ઉંડાઈ પર હતું - Divya Bhaskar
ભૂકંપનું કેન્દ્ર સિક્કીમની રાજધાની ગંગટોકથી 25 કિમી પૂર્વ અને ઉત્તર પૂર્વ બાજુ જમીનમાં 10 કિમી ઉંડાઈ પર હતું

સિક્કીમ-નેપાળ સરહદ પર સોમવારે રાત્રે 8:49 વાગે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. ભૂકંપના ઝાટકા પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામમાં પણ અનુભવાયા છે. મળતી માહિતી પ્રમાણે ભૂકંપને લીધે કોઈ નુકસાન થયું નથી. ભૂકંપને લીધે લોકો ગભરાઈને ઘરો અને રહેઠાણની બહાર આવી ગયા હતા.

અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ સિક્કીમની રાજધાની ગંગટોકથી 25 કિમી પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશામાં જમીનમાં 10 કિમી ઉંડાઈ પર હતું. એવી પણ માહિતી મળી છે કે સિક્કીમ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપની ઝાટકાનો અહેસાસ થયો હતો.

પડોશી દેશોમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા
પડોશી દેશ ભૂટાન અને નેપાળના કેેટલાક ભાગોમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. સિસ્કીમમાં ભૂકંપને લીધે લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. સ્થાનિક લોકોની માહિતી પ્રમાણે સમગ્ર વિસ્તાર ભૂકંપને લીધે ધ્રુજી ઉટ્યો હતો.

15 ફેબ્રુઆરીના રોજ પણ ભૂકંપ આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરીના રોજ 3.5ની તીવ્રતાનો બિહારમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિહારના નાલંદાથી 20 કિલોમીટર ઉત્તર-પશ્ચિમી દિશામાં હતું. પટના ઉપરાંત ભાગલપુર, ગયા, ઓરંગાબાદ, નાલંદા, નવાદા, બક્સર સહિત અનેક જિલ્લામાં ભૂકંપનો અનુભવ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો