તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 51,751 New Cases Were Reported In The Last 24 Hours In The State, 52,312 People Recovered; More People Recovering Than New Cases For The First Time Since March 9

મહારાષ્ટ્રમાં કોરોના LIVE:મુંબઈમાં ઓક્સિજનની અછતના કારણે 7 કોરોના દર્દીઓના મોત, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,751 નવા કેસ નોંધાયા

મુંબઈ2 મહિનો પહેલા
  • રાહતની વાત એ છે કે પ્રથમ વખત મુંબઈમાં નવા કેસ કરતાં સાજા થનારા લોકોની સંખ્યા વધુ
  • ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની ચેન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી

મહારાષ્ટ્રમાં સોમવારે 51,751 નવા દર્દી નોંધાયા હતા અને 52,312 સાજા પણ થયા હતા. 9 માર્ચ પછી આ પહેલીવાર એવું બન્યું કે જ્યારે નવા દર્દીઓ કરતાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધારે છે. આ થોડી રાહતની વાત છે, પરંતુ પરિસ્થિતિ કંટ્રોલમાં નથી. વર્તમાન પરિસ્થિતિને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાની ચેન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી.

બુધવારે ઉદ્ધવ કેબિનેટની બેઠક થવાની છે. એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રી આ બેઠક પછી તરત જ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે અને આ લોકડાઉન 15થી 30 એપ્રિલ સુધી હોઈ શકે છે. આ પહેલાં સરકાર આજે સાંજ સુધીમાં કોરોનાની અસરથી પ્રભાવિત ખેડૂતો, ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 51,751 નવા કેસ નોંધાયા હતા અને 258 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એક દિવસ અગાઉ રાજ્યમાં સંક્રમણના 63,294 કેસ નોંધાયા હતા. રાજધાની મુંબઈમાં સોમવારે 6,893 નવા કેસ નોંધાયા હતા અને 43 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં કેસનો કુલ આંક હવે વધીને 34 લાખ 58 હજાર 996 થયો છે અને મૃતકોની સંખ્યા 58,245 પર પહોંચી ગઈ છે.

જોકે સપ્તાહના અંતમાં લોકડાઉન થયાના એક દિવસ પછી રાજ્યમાં કોરોના કેસોમાં માત્ર એક જ દિવસમાં લગભગ 18.3% ઘટાડો જોવા મળ્યો. મહારાષ્ટ્રમાં હવે 5 લાખ 64 હજાર 746 એક્ટિવ દર્દીઓ છે. સંક્રમણના સરકારે વધતા જતા કેસો વચ્ચે ગુડી પડવા અને રમઝાન અંગે કડક ગાઈડલાઇન્સ જાહેર કરી છે.

રેલવે સ્ટેશનો પર મુસાફરોનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ફોટો મુંબઈના CSMT સ્ટેશનનો છે.
રેલવે સ્ટેશનો પર મુસાફરોનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ફોટો મુંબઈના CSMT સ્ટેશનનો છે.

ગુડી પડવા અંગે નવી ગાઈડલાઇન્સ

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે મનાવવામાં આવી રહેલા ગુડી પડવા અંગે આ ગાઈડલાઇન્સ જાહેર કરી છે-

  • ગુડી પડવાનો તહેવાર સવારે સાત વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યાની વચ્ચે સામાન્ય રીતે મનાવવો.
  • જાહેરમાં કોઈપણ પ્રકારની ભીડ એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • કોઈ એક સ્થળે પાંચથી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં અથવા ટ્રેડમાર્ક બાઇક રેલીની મંજૂરી આપવામાં આવશે નહીં.

રમઝાન અંગેના નિયમો પણ કડક

  • ઘર પર જ નમાજ અદા કરવી. મસ્જિદોમાં ભીડ ન કરવી
  • ધાર્મિક સ્થળો જલદી જ બંધ થઈ જશે, માટે નવાજ એટલે કે સામૂહિક નમાજનું ઓનલાઇન પ્લેટફોર્મ પર આયોજન કરવું. ખરીદી કરવા માટે બજારમાં ભીડ ન કરવી અને આવું ન થવા દેવું.
  • અલવિદા જુમાની નમાજ પણ ઘર પર જ અદા કરવી, રસ્તા પર ભીડ એકઠી કરવાથી બચવું.
  • આ રમઝાનમાં કોઈ પીએન પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • રમઝાન પર શેરીઓ કે રસ્તાઓ પર હંગામી સ્ટોલ લગાવી શકાશે નહીં. સ્થાનિક પ્રશાસનની જવાબદારી છે કે સહરી અને ઇફ્તારી દરમિયાન કોઈ ભીડ એકત્રિત ન થવા દેવી.
  • ધર્મ ગુરુઓને પણ અપીલ કરવામાં આવી છે કે લોકોને કોરોનાવાયરસ ગાઈડલાઇન્સ વિશે જાગ્રત કરવામાં આવે, જેથી સંક્રમણની ચેન તોડી શકાય.
ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે દ્વારા કડકપણાની અસર હવે દેખાઈ રહી છે. સ્ટેશનો પર ભીડ જોવા મળતી નથી અને સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળે છે.
ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે દ્વારા કડકપણાની અસર હવે દેખાઈ રહી છે. સ્ટેશનો પર ભીડ જોવા મળતી નથી અને સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળે છે.

10મા અને 12માની પરીક્ષાઓ પાછી ઠેલાઈ
મહારાષ્ટ્રમાં સરકારે આ મહિને રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત 10મી અને 12માની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 12મી બોર્ડની પરીક્ષા 23 એપ્રિલથી અને 10મા ધોરણની પરીક્ષા 30 એપ્રિલથી શરૂ થવાની છે. સ્કૂલ શિક્ષા મંત્રા વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સ્થિતિ પરીક્ષા આયોજિત કરવા માટે અનુકૂળ નથી.

મહારાષ્ટ્રમાં રેમડેસિવિરની અછત પર કેન્દ્ર સામે પ્રહાર કરતાં મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જ્યાં કેસ આટલા વધી રહ્યા છે ત્યાં જ રેમડેસિવિર નથી મળી રહ્યાં, જ્યારે ગુજરાતમાં બીજેપી ઓફિસમાં રેમડેસિવિરની વહેંચણી કરવામાં આવે છે. એ સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે આગામી દિવસોમાં મુંબઈ 4 જંબો ફેસિલિટી શરૂ કરવાની છે. એમાં અંદાજે 5000થી વધારે બેડ અને ICU અને વેન્ટિલેટર હશે.

મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પર સૂમસામ છે. સામાન્ય દિવસોમાં અહીં ઘણી ભીડ રહે છે.
મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પર સૂમસામ છે. સામાન્ય દિવસોમાં અહીં ઘણી ભીડ રહે છે.

મહારાષ્ટ્રનાં ત્રણ મોટાં શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ

મુંબઇ: સોમવારે 6,905 નવા કેસ આવ્યા હતા. રાહતની વાત એ છે કે મુંબઇમાં પણ સાજા થનારા લોકોની સંખ્યા નવા પોઝિટિવ કેસો કરતાં વધારે હતી. 9,037 લોકો સોમવારે સાજા થયા, પરંતુ દિવસ દરમિયાન 43 લોકો મૃત્યુ પામ્યા હતા. મુંબઈમાં સાજા થવાનો દર (રિકવરી રેટ) 80% છે. મુંબઈમાં કોરોના બમણો થવાનો સમય 36 દિવસનો છે. 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં મુંબઈમાં કોવિડ વૃદ્ધિ દર 1.89% રહ્યો.

પુણે : સોમવારે 4,849 નવા કેસ નોંધાયા હતા. આ સંખ્યા રવિવાર કરતાં ઘણી ઓછી છે. રવિવારે પુણેમાં 12,377 કેસ આવ્યા હતા અને 87 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સોમવારે મૃતકોની સંખ્યા પણ રવિવાર કરતાં થોડી ઓછી થઈ. પુણેમાં સોમવારે 65 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પુણેમાં હાલમાં, 53,376 એક્ટિવ દર્દી છે, જેમાંથી 1,050ની હાલત ગંભીર છે.

નાગપુર: મૃતકોનો આંકડો સતત ચિંતામાં વધારો કરી રહ્યો છે. સોમવારે પણ નાગપુરમાં કોરોનાથી 69 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દિવસમાં 5,661 નવા કેસ જોવા મળ્યા, જ્યારે 3,247 લોકો સાજા થયા. નાગપુરમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 84 હજાર 217 પર પહોંચી ગઈ છે, તેમાંથી 2 લાખ 20 હજાર 560 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 5,838 લોકોનાં મોત નીપજ્યાં છે.