તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંગાળમાં મોટા કાવતરાનો પર્દાફાશ:કોલકાતામાં ભાજપા કાર્યાલય પાસે 51 દેશી બોમ્બ મળ્યા, પોલીસે બેગ કબજે કરી

કોલકાતા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ બોમ્બ સડક કિનારે એક પ્લાસ્ટિકના કોથળામાં રખાયા હતા - Divya Bhaskar
આ બોમ્બ સડક કિનારે એક પ્લાસ્ટિકના કોથળામાં રખાયા હતા

કોલકાતામાં ભાજપા કાર્યાલય પાસે પોલીસે 51 ક્રૂડ બોમ્બ જપ્ત કર્યા છે. આ બોમ્બ સડક કિનારે એક પ્લાસ્ટિક બેગમાં રખાયા હતા. ઘટનાસ્થળે બોમ્બ સ્ક્વોડે પહોંચીને બોમ્બની તપાસ કરી હતી. તેના પછી કોલકાતા પોલીસે આ બોમ્બ કબજે કર્યા છે. સૂત્રોના અનુસાર, મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા અપાયેલા ઈનપુટ્સના આધારે કોલકાતા પોલીસના એન્ટી રાઉડી સેક્શને આ બોમ્બ જપ્ત કર્યા છે.

મમતાના મંત્રી પર પણ થઈ ચૂક્યો છે બોમ્બથી હુમલો
વિધાનસભા ચૂંટણીની ઘોષણા પછી 17 ફેબ્રુઆરીએ મમતા બેનરજીની સરકારમાં શ્રમ રાજ્યમંત્રી જાકિર હુસેન પર બોમ્બથી હુમલો થયો હતો. તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલો રાતે લગભગ 9.45 વાગ્યે મુર્શિદાબાદ જિલ્લાના નિમતિતા રેલવે સ્ટેશનની બહાર થયો હતો.

કેટલાક અજાણ્યા લોકોએ એક પછી એક અનેક બોમ્બ તેમને નિશાન બનાવીને ફેંક્યા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ ઘટનામાં અન્ય 22 લોકો પણ ઘાયલ થયા હતા. ઘટનાની તપાસ ગૃહ મંત્રાલયે એનઆઈએને સોંપી હતી.

17 ફેબ્રુઆરીએ મમતા બેનરજીની સરકારમાં શ્રમ રાજ્યમંત્રી જાકિર હુસેન પર બોમ્બથી હુમલો થયો હતો. આ ઘટનામાં 22 લોકો ઘાયલ થયા હતા. તેની તપાસ ગૃહ મંત્રાલયે એનઆઈએને સોંપી હતી.
17 ફેબ્રુઆરીએ મમતા બેનરજીની સરકારમાં શ્રમ રાજ્યમંત્રી જાકિર હુસેન પર બોમ્બથી હુમલો થયો હતો. આ ઘટનામાં 22 લોકો ઘાયલ થયા હતા. તેની તપાસ ગૃહ મંત્રાલયે એનઆઈએને સોંપી હતી.

ચૂંટણી દરમિયાન 100થી વધુ બોમ્બ મળી આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી વખતે ત્રીજા તબક્કાના મતદાન અગાઉ દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરુઈપુર વિસ્તારમાં 40થી વધુ દેશી બોમ્બ મળી આવ્યા હતા. ઘટના અગાઉ ગૃહમંત્રી અમિત શાહ અને ટીએમસી સાંસદ અને મમતા બેનરજીના ભત્રીજાએ બરુઈપુરમાં ચૂંટણી રેલીઓ અને રોડ શો કર્યા હતા.

આ અગાઉ 26 માર્ચે પણ કોલકાતાના બેનીપુકુર સીઆઈટી રોડ પર સ્થિત એક ઈમારતની સામે 26 દેશી બોમ્બ મળી આવ્યા હતા. તેના બે દિવસ પછી જ 28 માર્ચે નરેન્દ્રપુર વિસ્તારમાંથી પોલીસે 56 બોમ્બ જપ્ત કર્યા હતા.

શુભેન્દુ અધિકારી અને તેમના ભાઈ વિરુદ્ધ FIR
પશ્ચિમ બંગાળમાં કાંથીમાં ભાજપા ધારાસભ્ય અને વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારી અને તેમના ભાઈ વિરુદ્ધ FIR નોંધાઈ છે. ટીએમસીએ ફરિયાદ કરી હતી કે શુભેન્દુ અને તેમના ભાઈએ મ્યુનિસિપલ ઓફિસમાંથી તોફાન સંબંધિત રાહત સામગ્રીની ચોરી કરી છે. ઉલ્લેખનીય છે કે શુભેન્દુએ નંદીગ્રામથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે શુભેન્દુના પિતા શિશિર અધિકારી કાંથીથી લોકસભાના સાંસદ છે. તેઓ પણ ભાજપામાં સામેલ થઈ ગયા છે. જ્યારે, તેમના ભાઈ દિબ્યેન્દુ અધિકારી બંગાળની તમલુક સીટથી સાંસદ છે.