• Home
  • National
  • 51 area red zones in Kashmir, mass prayers not performed in Shab e Barat

કોરોનાવાઈરસ / કાશ્મીરમાં 51 વિસ્તાર રેડ ઝોન, શબ-એ-બરાતમાં સામૂહિક નમાજ ન થઇ

તસવીર શ્રીનગરના છત્તાબલની છે. અહીં બે નવા પોઝિટિવ કેસ મળતા આ વિસ્તારને સીલ કરી દેવાયો છે.
તસવીર શ્રીનગરના છત્તાબલની છે. અહીં બે નવા પોઝિટિવ કેસ મળતા આ વિસ્તારને સીલ કરી દેવાયો છે.
X
તસવીર શ્રીનગરના છત્તાબલની છે. અહીં બે નવા પોઝિટિવ કેસ મળતા આ વિસ્તારને સીલ કરી દેવાયો છે.તસવીર શ્રીનગરના છત્તાબલની છે. અહીં બે નવા પોઝિટિવ કેસ મળતા આ વિસ્તારને સીલ કરી દેવાયો છે.

  •  રાજ્યમાં 15 નવા કેસ, 5 વિદેશથી આવનારા, 4 સંપર્કમાં આવવાથી સંક્રમિત, એક દિલ્હીથી આવ્યો
  • શ્રીનગર સર્કલમાં 109 અને જમ્મુ સર્કલમાં 30 સંક્રમિત મળ્યા, અત્યાર સુધી 3 મોત થયાં 

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 05:20 AM IST

શ્રીનગર. જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અહીં બુધવારે 15 નવા કેસ સામે આવ્યા. તેમાં 11 કાશ્મીર અને ત્રણ જમ્મુ સર્કલમાં છે. કાશ્મીરમાં જે સંક્રમિત કેસ મળ્યા છે, તે શ્રીનગર, બારામુલા અને બાંદીપોરા જિલ્લાના છે. શ્રીનગરમાં 5 સંક્રમિત લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તેઆે બધા નાઇજિરિયાથી આવ્યા છે. બાંદીપોરામાં 4 લોકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા બીમાર થયા છે. તેમની વય 16,30, 36 અને 38 વર્ષ છે. કુપવાડામાં એક વ્યક્તિ સંક્રમિત મળી, જે દિલ્હીના નિઝામુદ્દીનથી આવી છે. તેનાથી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 139 પર પહોંચી ગઇ છે. તેમાં 109 શ્રીનગર અને 30 જમ્મુ સર્કલના છે. રાજ્યમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયાં છે. 
વિદેશી પ્રવાસીની માહિતી છુપાવવા બદલ હાઉસબોટ માલિક સામે કેસ

  • સંપૂર્ણ રાજ્યમાં 51 ક્ષેત્રોને રેડ ઝોન તરીકે જાહેર કરાયા છે. તેમાંથી 32 કાશ્મીર જ્યારે 19 જમ્મુ સર્કલના છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનગર ડૉ. શાહિદ ઇકબાલ ચૌધરીએ ઇદગાહ, લાલ બજારને રેડ ઝોન જાહેર કરી દીધા. શ્રીનગરના છત્તાબલ ક્ષેત્રને પણ સીલ કરી દેવાયું છે.
  • શબ-એ-બરાત દરમિયાન ધાર્મિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. કલમ 144 પણ લગાવી દેવાઇ છે. ક્યાંય પણ સામૂહિક નમાજ ન થઇ. અહીં આદેશ 9 એપ્રિલની મધ્ય રાતમાં જ લાગુ કરી દેવાયો હતો. ઉલ્લંઘન કરનારા સામે આઇપીસીની કલમ 188 અને 51 હેઠળ કાર્યવાહી કરાશે.
  • શ્રીનગરમાં તંત્રે છેલ્લા 10 દિવસમાં 22 ઝોનનાં એક લાખ ઘરોમાં રાશનની સામગ્રી પહોંચાડી. કુલ 60 હજાર ક્વિન્ટલ ચોખા અને 3000 ક્વિન્ટલ ઘઉં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત 50 હજાર ઘરોમાં રાજ્ય એલપીજી સિલિન્ડર પણ પહોંચાડવામાં આવ્યા. જેથી લોકોને મુશ્કેલી ન પડે.
  • વિદેશી પ્રવાસી અંગે માહિતી છુપાવવા બદલ હાઉસબોટ માલિક સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. દાલ સરોવરમાં 9 નંબરના ઘાટની પાસે એક હાઉસબોટમાં 15 માર્ચે એક બ્રિટિશ પ્રવાસી આવીને રહ્યો હતો. તે રોડ માર્ગે જ જમ્મુથી શ્રીનગર પહોંચ્યો હતો.
ચિત્તાબલમાં નવા કેસ આવ્યા બાદ સંપૂર્ણ વિસ્તાર સીલ
શ્રીનગરના ચિત્તાબલમાં નવા કેસ આવ્યા બાદ સંપૂર્ણ વિસ્તાર સીલ કરી દેવાયો છે. ઉપરાંત બાંદીપોરા જિલ્લાના બે અન્ય ગામ રેડ ઝોન અને તેની આસપાસનાં ગામોને બફર ઝોન જાહેર કરાયાં છે જેથી સંક્રમણ ફેલાય નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી