ઓનલાઈન મૂર્તી મગાવીને ખેતરોમાં દાટી, ભક્તોની લાગી ભીડ:500 વર્ષ જુની બતાવી, લોકો પૂજા પણ કરવા લાગ્યા; 35 હજાર રૂપિયા દાન પણ આવ્યુ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના ઉન્નાવના મહમદપુર ગામમાં એક બાપ-દિકરો ઓનલાઈન મૂર્તીઓ મગાવીને લોકોને ઠગતા હતા. તેઓ મૂર્તીઓને ખેતરમાં દાટીને પછી લોકો સામે ખોદકામ કરીને મૂર્તીઓ બહાર કાઢતા હતા. અને લોકોને જણાવતા હતા કે આ મૂર્તીઓ 500 વર્ષ જુની છે.

જોતજોતામાં આસપાસના ગામના લોકો પણ અહિં પહોંચી જતા હતા. ભક્તોની ભારે ભીડ પણ જામતી હતી. લોકો આ મૂર્તીઓની પૂજા પણ કરતા હતા. ફળ-ફૂલ સાથે લોકો પૈસા પણ ચડાવતા હતા. બે દિવસમાં તો અહિં 35 હજાર રૂપિયા જમા થઈ ગયા હતા. પોલીસે હાલ તો આરોપી બાપ-દિકરાની ધરપકડ કરી લીધી છે.

2 દિવસમાં 35 હજાર રૂપિયા દાનમાં આવ્યા
પોલીસના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં મૂર્તીઓ ઉપર ફળ-ફૂલ સહિત અંદાજે 35 હજાર રૂપિયાનો ચઢાવો કરવામાં આવ્યો હતો. તેમણે પૈસા માટે જ કરીને આ કાવતરું કર્યુ હતુ. આ વાત બન્ને આરોપીઓએ કબૂલી લીધી છે.

લાલ કપડામાં લોકો રૂપિયા દાન કરતા હતા.
લાલ કપડામાં લોકો રૂપિયા દાન કરતા હતા.

પુરાતત્વ વિભાગની એન્ટ્રી પણ થઈ ગઈ હતી
ખેતરોમાંથી પીળા ધાતૂના હિંદુ દેવ-દેવતાની મૂર્તીઓ નીકળવાની ખબર મળતા જ એસડીએમ અને પ્રભારી પહોંચ્યા હતા. અને પુરાતત્વ વિભાગના ઓફિસર્સને સૂચના આપીને તે મૂર્તીઓને આરોપી અશોકના ઘરમાં રાખી દીધી હતી.

લોકોને પ્રસાદ આપતો આરોપી.
લોકોને પ્રસાદ આપતો આરોપી.

પોલીસ જતી રહી તો આરોપીઓએ ફરી મૂર્તીઓને દાટી દીધી
પોલીસ અને પ્રશાસનની ટીમ પરત જતી રહી તો આરોપીઓએ મૂર્તીઓને ફરી ખેતરોમાં દાટી દીધી હતી. પિતા અને બન્ને પુત્રોએ થેલામાં પ્રસાદ રાખી દીધો હતો. લોકો પૈસા આપવા આવ્યા તો એક પુત્ર લોકોને પ્રસાદ આપવા લાગ્યો હતો. પોલીસે પણ ત્યાં ભીડ જોઈને ઘટનાસ્થળે પોલીસકર્મીઓને રાખી દીધા હતા.

ડિલિવરી મેને જણાવ્યુ- 169 રૂપિયામાં ઓર્ડર કરી હતી મૂર્તીઓ
આ ઘટનાના ફોટોઝ ઓનલાઈન પ્લેટફોર્મ મીશોના ડિલિવરી મેન ગોરેલાલે જોઈ હતી. આ ફોટોઝને જોઈને તે ઓળખી ગયો હતો. તેણે તે વિસ્તારના પોલીસ અધિકારીને કહ્યુ હતુ કે મૂર્તીઓ ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી. ગોરેલાલે પોલીસને કહ્યુ હતુ કે 'મેં જ આ મૂર્તીઓને પહોંચાડી હતી. તેના પુત્રોએ કંપનીમાંથી 169 રૂપિયામાં મૂર્તીઓનો સેટ ઓર્ડર કર્યો હતો. મેં જ 29 ઑગસ્ટે આ ઓર્ડરને તેમના ઘરે ડિલિવરી કરી હતી.'

ડિલિવરી કરનારે આપ્યા બુકીંગથી જોડાયેલા અમુક ફોટોઝ

ડિલિવરી મેન ગોરેલાલે આ ફ્રોડ અંગેની જાણકારી પોલીસને આપી હતી.
ડિલિવરી મેન ગોરેલાલે આ ફ્રોડ અંગેની જાણકારી પોલીસને આપી હતી.
ઓનલાઈન મૂર્તીની ખરીદીનું પ્રુફ મળતાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા.
ઓનલાઈન મૂર્તીની ખરીદીનું પ્રુફ મળતાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા.

તો વિસ્તારના પોલીસ અધિકારી અનુરાગ સિંહે જણાવ્યુ હતુ કે 'અશોક કુમાર, તેના પુત્રો રવિ ગૌતમ અને વિજય ગૌતમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના ઉપર શાંતિભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓએ લોકોની આસ્થા સાથે છેડછાડ કરી હતી.'

પોલીસે મહિલા ભક્તને ફ્રોડ અંગેની જાણકારી આપી હતી.
પોલીસે મહિલા ભક્તને ફ્રોડ અંગેની જાણકારી આપી હતી.