તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 50 Deaths Including 26 Children In 7 Days From Viral Fever In Uttar Pradesh; Bed Flower In Many Hospitals, Highest Death In Firozabad

રહસ્યમય તાવનું સ્વરૂપ બદલાયું:ઉત્તર પ્રદેશમાં વાઈરલ તાવથી 7 દિવસમાં 26 બાળક સહિત 50 મોત; અનેક હોસ્પિટલમાં બેડ ફૂલ, ફિરોઝાબાદમાં સૌથી વધુ મોત

આગ્રા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પશ્ચિમ યુપીના 6 જિલ્લામાં રહસ્યમય વાઈરલ તાવથી છેલ્લા એક સપ્તાહમાં 50 લોકોના મોત થયા છે જેમાં 26 બાળકોનો પણ સમાવેશ થાય છે. 7 દિવસમાં આગ્રા, ફિરોઝાબાદ, મથુરા, મેનપુરી, એટા અને કાસ્તગંજ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળે છે.

તમામ કેસમાં તાવ, ડિહાઈડ્રેશન, પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો જેવા લક્ષણ જોવા મળ્યા છે. આ તાવનું હવે સ્વરૂપ બદલાયું છે અને દર્દીના સાજા થતાં 15 દિવસનો સમય લાગે છે. અનેક હોસ્પિટલો આ કારણે ફૂલ થઈ ગઈ છે. સૌથી વધુ 25 મોત ફિરોઝાબાદમાં નોંધાયા છે.

ડૉક્ટરનું કહેવું છે કે મૃતકમાં કોઈપણ કોરોના પોઝિટિવ નહોતું. પહેલા વાઈરલ તાવ ખતમ થવામાં 4-5 દિવસ લાગતા હતા હવે 12થી 15 દિવસ લાગે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની ખાનગી અને સરકારી હોસ્પિટલોની ઓપીડીમાં 40 ટકા દર્દી વાઈરલ ફિવરના આવી રહ્યાં છે.