તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 50 Cases Of Conversion Registered In UP In 7 Months: So Far 78 Accused Of Misleading Conversions Have Been Caught, 25 Absconding; The Maximum Number Of Cases Were Reported In Meerut And Bareilly.

UPમાં 7 મહિનામાં ધર્માંતરણના 50 કેસ નોંધાયા:ગેરમાર્ગે દોરીને ધર્મ પરિવર્તન કરાવતા 78 આરોપીની ધરપકડ, 25 ફરાર; મેરઠ અને બરેલીમાં સૌથી વધુ કેસ સામે આવ્યા

લખનઉ3 મહિનો પહેલાલેખક: આદિત્ય તિવારી
  • કૉપી લિંક
મૌલાના ઉમર ગૌતમ અને મૌલાના જહાંગીરની ધરપકડ(ફાઇલ ફોટો) - Divya Bhaskar
મૌલાના ઉમર ગૌતમ અને મૌલાના જહાંગીરની ધરપકડ(ફાઇલ ફોટો)
  • ATS અને EDએ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી, ED દરોડા પાડી શકે છે

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં ઘટસ્ફોટ થયા પછી તપાસ કરતી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. છેલ્લા 7 મહિનાના સમયગાળામાં ધર્માંતરણના રેકોર્ડનો અભ્યાસ કરીએ તો લગભગ 50 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ મેરઠ અને બરેલીમાં સામે આવ્યા છે. મેરઠમાં 7 મહિનાની અંદર 12 ધર્માંતરણના કેસ સામે આવ્યા છે. જ્યારે બરેલીમાં 10 FIR થઈ છે.

રાજ્ય સરકારે ગત વર્ષે 27 નવેમ્બરે બળજબરી પૂર્વક ધર્માંતરણને રોકવા માટે 'ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ-2020' લાગૂ કર્યો હતો. ADG કાયદા વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે પ્રદેશમાં બળજબરી પૂર્વક ધર્માંતરણ કરવાના કિસ્સામાં પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરશે.

ATSએ ધર્મ પરિવર્તનના કેસમાં મૌલાના ઉમર ગૌતમ અને મૌલાના જહાંગીરની ધરપકડ કરી છે.
ATSએ ધર્મ પરિવર્તનના કેસમાં મૌલાના ઉમર ગૌતમ અને મૌલાના જહાંગીરની ધરપકડ કરી છે.

અત્યારસુધી 130 નામાંકિત નોંધાયા, 78 ધરપકડ અને 25 ફરાર
મેરઠ ઝોનમાં મહત્તમ 12 ધર્માંતરણના કેસ નોંધાયા છે. ત્યારપછી બરેલી ઝોનમાં 10, ગોરખપુર ઝોનમાં 7, નોઈડા પોલીસ કમિશ્નરેટમાં 5, લખનઉ કમિશ્નર અને વારાણસી ઝોનમાં 4, આગ્રા ઝોનમાં 3, પ્રયાગરાજ ઝોનમાં 2, કાનપુર કમિશ્નર અને લખનઉ ઝોનમાં 1-1 કેસ નોંધાયા છે.

આ કેસમાં 130 નામાંકિતો સામે આવ્યા છે, જેમાં 78ની ધરપકડ કરવામાં આવી છે. 5 આરોપીઓએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. ત્યાં 25 હજુ ફરાર છે. જેમાંથી 22 કેસમાં પોલીસે કોર્ટ સમક્ષ ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે. પોલીસ 25 કેસ અંગે ચર્ચા કરી રહી છે. 3 કેસમાં આરોપ ખોટા હોવાથી કોર્ટમાં ફાઇનલ રિપોર્ટ દાખલ કરાયો છે.

ATS ફરિયાદોની રાહ જોઈ રહી છે
ATS દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર ધર્માંતરણ માટે ધરપકડ કરાયેલા મોહમ્મદ ઉમર ગૌતમ અને મૌલાના જહાંગીર સામે પીડિતો દ્વારા ફરિયાદની રાહ જોવાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ ફરિયાદો ATS પાસે આવી રહી છે, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થતાં આરોપી અને તેના અન્ય સાથીઓ વિરુદ્ધ કેટલાક અન્ય કેસ પણ નોંધાઈ શકે છે.

આ કેસમાં ATSએ કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના એક અધિકારી સાથે પૂછપરછ કરી હતી. અત્યારે પોલીસે એવી શાળાઓ સામે તપાસ આદરી છે, જેમાં ગૌતમ સતત જતો અને બાળકોનું ધર્માંતરણ કરવા માટે બ્રેન વોશ કરતો હતો.

DGP હેડક્વાર્ટર દ્વારા જિલ્લાના પોલીસ કેપ્ટનોને પણ ATSને આ કેસ અંતર્ગત તપાસમાં સહયોગ આપવા નિર્દેશ અપાયો છે. બીજી બાજુ EDએ પણ આ અંગે પૈસાની લેતીદેતીનો કેસ નોંધવાની સાથે ATS દ્વારા એકઠા કરેલા પુરાવા અંગે માહિતી માગી છે. ED જલદી આ મામલે ઘણી જગ્યાએ દરોડા પાડવાની તૈયારી કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...