UPમાં ગેંગરેપ પછી રોડ પર નિર્વસ્ત્ર દોડી સગીરા:5 યુવાને અપહરણ કર્યું હતું, 21 દિવસ પછી VIDEO સામે આવતાં એકની ધરપકડ

12 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં મેળો જોવા ગયેલી સગીરાનું અપહરણ કરી પાંચ યુવાને ગેંગરેપ કર્યો હતો. પછી તેને કપડાં વગર જ ભગાડી દીધી. ત્યાર બાદ સગીરા ચીસો પાડતી પાડતી પોતાના ઘરે પહોંચી હતી. આ ઘટના 1 સપ્ટેમ્બરની છે. ભોજપુર પોલીસે 7 સપ્ટેમ્બરે ફરિયાદ દાખલ કરી. મંગળવારે સગીરાનો નિર્વસ્ત્ર દોડવાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે એક આરોપી નૌશે અલીની ધરપકડ કરી છે.

પોતાના ગામ નજીક મેળો જોવા ગઈ હતી સગીરા
પોલીસે જણાવ્યું હતું કે 15 વર્ષની સગીરા એક સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે મિત્રોની સાથે ગામ નજીક મેળો જોવા ગઈ હતી. રાત્રે 8 વાગ્યે પરત ફરી રહી હતી તે દરમિયાન નજીકના ગામના 5 યુવાનોએ તેનું અપહરણ કર્યું હતું. આ પાંચેય યુવાનો બાઈક ઉપર આવ્યા હતા. સગીરાને સૈદપુર ખદ્દરના જંગલમાં લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ સગીરાને કપડાં વિના ત્યાંથી ભગાડી દીધી.

રોડ પર નિર્વસ્ત્ર દોડીને સગીરા પોતાના ઘરે પહોંચી. રોડ પર આવતાં જતાં કેટલાક લોકોએ સગીરાને જોઈ હતી પરંતુ કોઈપણ તેની મદદ માટે આગળ ન આવ્યું. સગીરાએ ઘરે પહોંચીને મોટી બહેનને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ પીડિતાની બહેન તેના ફુઆ સાથે પોલીસ સ્ટેશન પહોંચી.

રોડ પર નિર્વસ્ત્ર દોડતી સગીરા CCTVમાં કેદ થઈ.
રોડ પર નિર્વસ્ત્ર દોડતી સગીરા CCTVમાં કેદ થઈ.

પીડિતાના પરિવાજનોએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે કાર્યવાહી કરવાની વાત કહી ઘરે જવાનું કહ્યું હતું. 6 દિવસ રાહ જોયા પછી પરિવારજનો 6 સપ્ટેમ્બરે SSP હેમંત કુટિયાલને મળ્યા હતા. SSPએ નિર્દેશ આપતા 7 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધવામાં આવી.

મહિલાએ નિર્વસ્ત્ર જતાં સગીરાનો વીડિયો શેર કર્યો
મંગળવારે એક મહિલાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સગીરાનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસ તપાસમાં લાગી ગઈ. પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીઓના નામ નિતિન, કપિલ, અજય અને નૌશે અલી છે. જેમાંથી નૌશે અલીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચાર આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...