તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અખાડા ગોળી કાંડ:અખાડાની બે લાખની આવક માટે 5 પહેલવાનની હત્યા કરાઈ

રોહતક17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હરિયાણાના રોહતકમાં શુક્રવારે અખાડામાં ગોળીબાર કરાયો હતો

હરિયાણાના રોહતકની જાટ કોલેજમાં બનાવાયેલા કુશ્તી ટીમના અખાડામાં પાંચ રાષ્ટ્રીય ખેલાડીના સામૂહિક હત્યાકાંડમાં પોલીસે મુખ્ય આરોપી સુખવિન્દરની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે આરોપીને સમયપુર બાદલીથી ઝડપ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ અનેક અખાડા કોચની પરસ્પરની દુશ્મનાવટ છે. આ અખાડો નોંધાયેલો પણ નથી.

તેમાં દરેક ખેલાડી પાસેથી પ્રતિ માસ રૂ. બે હજાર ફી વસૂલાય છે. તેમાં હાલ આશરે 100 ખેલાડી પ્રેક્ટિસ કરતા હતા. આ અખાડામાં મહિને આશરે રૂ. બે લાખની આવક થતી. આ જ પૈસા પર તમામ કોચની નજર હતી. કોઈ પણ તેને છોડવા નહોતુ ઈચ્છતું.

આ અખાડાનું સંચાલન જાટ કોલેજના ફિઝિકલ એજ્યુકેશન હેડ અને ડીપીઈ મનોજ મલિક કરતા. બીજી તરફ, કોચ સુખવિન્દર મોર આ અખાડાનું સંચાલન અથવા તો આવકમાં ભાગ માંગતો હતો. આ દરમિયાન કોઈ ફરિયાદના કારણે મલિકે સુખવિન્દરને હાંકી કાઢ્યો હતો. તેથી તેણે બદલો લેવા અને અખાડા પર કબજો કરવા હત્યાકાંડ આચર્યો હતો.

સમાધાન ના થતાં સુખવિન્દરે એક-એકને ગોળી મારી
પ્રત્યક્ષદર્શી ખેલાડીઓનું કહેવું છે કે, શુક્રવારે સાંજે જિમ્નેશિયમમાં પ્રેક્ટિસ ચાલતી હતી. આ દરમિયાન સુખવિન્દરે એક-એકને ફોન કરીને રેસ્ટ રૂમમાં બોલાવ્યા. બાદમાં તેમના માથા કે ગળામાં ગોળી મારી, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થઈ જાય. પહેલા ત્રણ સાક્ષીએ ત્યાં જ દમ તોડી દીધો હતો. સુખવિન્દરે તેમના મૃતદેહોને બેડ નીચે નાંખી દીધા હતા, જ્યારે મનોજ મલિક અને અમરજીતના મોત હોસ્પિટલમાં થયા હતા. આ ઘટનામાં એક બાળકને પણ માથામાં ગોળી વાગી હતી. બાદમાં સુખવિન્દર ભાગી ગયો, પરંતુ બાળકનો રોવાનો અવાજ આવતા જ ખેલાડીઓને કંઈક ગરબડ થયાનો અંદેશો આવ્યો હતો.

એક લાખનો ઈનામી મુખ્ય આરોપી સુખવિન્દર દિલ્હીથી ઝડપાયો
​​​​​​​પાંચ હત્યાના આરોપી સુખવિન્દરને દિલ્હી પોલીસે શનિવારે દિલ્હીમાં સમયપુર બાદલીથી ધરપકડ કરી લીધી. હરિયાણા પોલીસે આપેલા ઈનપુટ્સના આધારે તેની ધરપકડ થઈ. આ કેસમાં આરોપીઓની ધરપકડને લઈને પોલીસની પાંચ ટીમે શુક્રવારે આખી રાત વિવિધ સ્થળે દરોડા પાડ્યા. આ દરમિયાન ચાર યુવકોને પણ અટકાયતમાં લેવાયા હતા. મૃતક કોચ મનોજના ભાઈના નિવેદનના આધારે કોચ સુખવિન્દર અને તેના મિત્રો વિરુદ્ધ હત્યા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો છે.

કોચ મનોજ મલિકના ત્રણ વર્ષીય પુત્રની સ્થિતિ પણ ગંભીર છે
ડીપીઈ મનોજ મલિકના ત્રણ વર્ષીય પુત્ર સરતાજની સ્થિતિ અત્યંત ગંભીર છે. ડૉક્ટરોના મતે, સરતાજના માથામાં પાછળના ભાગમાં ગોળી વાગીને આંખ પાસેથી નીકળી ગઈ હતી. તેથી તેની આંખ પણ બહાર આ‌વી ગઈ હતી. આ રીતે મગજમાં ગોળી વાગવાના કારણે સરતાજ કોમામાં છે. તેને 18 કલાક પછી પણ હોશ નથી આવ્યો. આ ગોળીકાંડમાં પાંચ પહેલવાન કોચના મૃત્યુ થઈ ચૂક્યા છે, જેમાં ત્રણે તો ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો