તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ:5 શ્રમિકોના શરીરના ચીથરાં ઉડ્યા, 10 ઘાયલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં ઉસીલામ્બટ્ટી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા 5 શ્રમિકોના મોત થયા હતા અને લગભગ 10 શ્રમિકો ઘાયલ થયા હતા. સિંધુપટ્ટી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ફેક્ટરીમાં કામ કરી રહેલા 5 શ્રમિકોના શરીરના ચીથરાં ઉડી ગયા હતા.

વિસ્ફોટનું કારણ અકબંધ
ઘટનાની માહિતી મળતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.એસપી મદુરાઈએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, વિસ્ફોટનું કારણ અકબંધ છે. તપાસ કરવામાં આવી રહી છે, જલ્દી કારણની માહિતી મળી જશે. મૃતકોની ઓળખ અમ્માવાસી, વલ્લારાસુ, ગોપી, વિકી અને પ્રેમાના રૂપમાં થઈ છે. ઘટનામાં ઘાયલોની હાલત પણ ગંભીર છે.

સપ્ટેમ્બરમાં 7 શ્રમિકોના મોત થયા હતા
આ પહેલા સપ્ટેમ્બરમાં તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાની એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 7 શ્રમિકોના મોત થયા હતા. આ પહેલા જુલાઈમાં નેવેલી લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...