રાજ્ય ચૂંટણી પંચ મુજબ સાંજે પોલિંગ બૂથ પરથી મળેલા આંકડા મુજબ 62.50% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જો કે આ વખતે રાજ્યના વોટર્સનો ઉત્સાહ 2017 વિધાનસભા ચૂંટણીની તુલનાએ ઓછો રહ્યો છે. ગત ચૂંટણીમાં 65.64% વોટર્સે મતદાન કર્યું હતું.
રાજ્યમાં પોલિંગના આંકડા મુજબ જોવામાં આવે તો અનોખો નજારો રહ્યો. એકબાજુ રાજધાની દેહરાદૂન(52.93%) મતદાતાઓએ ઘણાં જ નિરાશ કર્યા અને પોલ પર્સેન્ટેજના હિસાબે જિલ્લા અલ્મોડા(50.65%), પૌઢી ગઢવાલ(51.93%) અને ટિહરી ગઢવાલ(52.66%) પછી રાજ્યમાં નીચેથી ચોથા નંબરે રહ્યું. બીજી તરફ હરિદ્વાર (68.73%) અને ઉધમસિંહ નગર(65.13%)માં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. તો દુર્ગમ બર્ફીલા પહાડી વિસ્તારમાં રુદ્રપ્રયાગ(60.36%), પિથૌરાગઢ(57.49%), ઉત્તરકાશી(65.55%), ચંપાવત(56.79%), ચમૌલી(59.28%), બાગેશ્વર(57.83%)માં પણ આશા કરતા વધુ મતદાન નોંધાયું. જ્યારે નૈનીતાલમાં (63.12%)માં પણ સારું મતદાન નોંધાયું.
મતદાન અપડેટ્સ...
બાજપુર વિધાનસભા સીટના આદર્શ કન્યા ઇન્ટર કોલેજ પોલિંગ બૂથ પર પણ EVM મશીન બગડી ગયું હતું. બાદમાં તેમાં ફેરફાર કરીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
EVM મશીનમાં ખરાબીને કારણે રૂરકીના ચૌધરી ભરત સિંહ ડીએવી ઈન્ટર કોલેજમાં મતદાન કેન્દ્રમાં મતદાન શરૂ થયું ન હતું. બાદમાં મશીન બદલ્યા બાદ મતદાન શરૂ થયું હતું.
EVM અને VVPAT મશીનમાં ખરાબીને કારણે હરિદ્વારના ભગવાનદાસ સંસ્કૃત મહાવિદ્યાલયના મતદાન મથક 152 પર સવારે 20 મિનિટ મોડું મતદાન શરૂ થયું હતું.
અનેક સ્થળોએ મતદાન મથકો પર વૃદ્ધ મતદારોનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું છે.
ડોઇવાલા વિધાનસભાના તેલીવાલા મતદાન મથક પર EVM મશીન બંધ થઈ જતાં તેને બદલી દેવામાં આવ્યું છે.
દહેરાદૂનના કેન્દ્રીય વિદ્યાલય કાલિદાસ રોડ, ભવાની ઈન્ટર કોલેજના મતદાન કેન્દ્ર પર પણ ઈવીએમ બગડ્યું છે.
પ્રતાપનગર વિધાનસભાના મંદાર પશ્ચિમ મતદાન મથક પર પણ ખામીયુક્ત ઈવીએમના કારણે મતદાનમાં મોડું થયું છે.
અલ્મોડા વિધાનસભા સીટના ચૌમો બૂથ અને જાગેશ્વર વિધાનસભા સીટના કનારા બૂથ પર ઈવીએમમાં ખામી સર્જાઈ છે.
દેહરાદૂનના હાથી બડકલા સ્થિત બૂથ નંબર 84 પર EVM ખરાબ થવાના સમાચાર છે. જો કે ત્યાં નવા મશીનથી ફરી મતદાન શરૂ થયું છે.
મતદાન મથકો પર વૃદ્ધ મતદારોનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું છે.
106 વર્ષના કાંતા દેવી મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે મતદાન બુથના કર્મચારીઓએ તેમનું ફુલોનું બુકે આપીને સ્વાગત કર્યુ હતુ.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ તેમની પત્ની અને માતા સાથે મતદાન કર્યુ હતુ.