પારલે બિસ્કિટ મોંઘા થયા:પારલે કંપનીની પ્રોડક્ટ્સમાં 5થી 10%નો ભાવવધારો

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારલે પ્રોડક્ટ્સે ઉત્પાદનખર્ચ વધતાં બિસ્કિટ સહિત તમામ શ્રેણીના ઉત્પાદનોના ભાવમાં 5થી 10% સુધીનો વધારો કર્યો છે. કંપનીના અધિકારીએ કહ્યું કે ખાંડ, ઘઉં અને ખાદ્ય તેલ જેવો કાચો માલ મોંઘો થતાં ઇનપુર્ટ કોસ્ટ ઘણી વધી ગઇ છે.

બિસ્કિટ સેગમેન્ટમાં 5થી 10% અને રસ્ક તથા કેક સેગમેન્ટમાં 7થી 8% ભાવવધારો કરાયો છે. પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું કે, ‘અમે 5થી 10% સુધીનો ભાવવધારો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...