તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર વાપસી:યુપી બોર્ડર પર 5 હજાર શ્રમિક ફસાયા, બાળકો ભૂખથી બેહાલ

મહોબા/મુઝફ્ફરપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર યુપીના મહોબાની છે. - Divya Bhaskar
તસવીર યુપીના મહોબાની છે.
 • બિહારમાં ક્વોરન્ટાઇન સેન્ટરમાં હંગામો
 • બોર્ડર પર રોકાયેલા શ્રમિકો માટે ભોજનની પણ વ્યવસ્થા ન થઇ શકી

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં એમપી બોર્ડર પર અંદાજે 5 હજાર શ્રમિક ફસાયા છે. તેઓ ગુજરાત-મહારાષ્ટ્રથી આવ્યા છે. તેમાં સગર્ભાઓ અને બાળકો પણ સામેલ છે. બધા ભૂખ-તરસથી બેહાલ છે. હાલ મહોબા જિલ્લા તંત્રએ તેમને જિલ્લામાં આવવા મંજૂરી નથી આપી. શ્રમિકોએ ખેતરોમાં ધામા નાખ્યા છે.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાનપુર-સાગર નેશનલ હાઇવે પર કૌમાહા બોર્ડર પર આવીને શ્રમિકો ભેગા થઇ ગયા છે. તેમના માટે મેડિકલ ટેસ્ટ, રહેવાની, ભોજનની અને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા થઇ શકી નથી. સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ અને પીએસીની ટીમ તહેનાત છે. ભીડના કારણે રસ્તા પર પાસધારક વાહનો, એમ્બ્યુલન્સ પસાર થવામાં તકલીફ પડી રહી છે. અત્યાર સુધી આ બોર્ડર પરથી રોજ અંદાજે 800 શ્રમિકોને ટેસ્ટ બાદ બસોમાં તેમના ઘરે કે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલાતા હતા. બીજી તરફ બિહારના મુઝફ્ફરપુરમાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 160 શ્રમિકોએ હોબાળો કર્યો. તેમણે કહ્યું કે તેમના જલદી ટેસ્ટ કરવામાં આવે. આ સેન્ટરમાં 3 શ્રમિક પોઝિટિવ જણાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો