જમ્મુ-કાશ્મીરમાં હાલ લવન્ડર મહેકી રહ્યા છે. શ્રીનગરથી માંડીને પહાડી જિલ્લા ડોડા સુધી ખેતરોમાં લવન્ડરના ફૂલો લહેરાઇ રહ્યા છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ (સીએસઆઇઆર) અરોમા મિશન શરૂ કરાયું હતું.
કાશ્મીર ખીણમાં હાલ અંદાજે 200 એકર જમીન પર લવન્ડર ઉગ્યા છે. અંદાજે 5 હજાર ખેડૂતો મિશન સાથે જોડાઇ ચૂક્યા છે. ખેડૂતોને આકર્ષવા ભદ્રવાહમાં મહોત્સવ પણ થયો, જેથી લવન્ડરના ફૂલોમાંથી તેલ કાઢવાની ટ્રેનિંગ આપી શકાય. લવન્ડરનું તેલ અત્તર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
લવન્ડરનું તેલ 10 હજાર રૂપિયે લિટર વેચાય છે
લવન્ડરનું તેલ 10 હજાર રૂપિયે લિટરના ભાવે વેચાય છે. લવન્ડર તેની સુગંધ માટે જાણીતા છે. તેના પર્પલ ફૂલ ઊગે છે. લવન્ડરનો ઉપયોગ પરફ્યૂમ ઉપરાંત ચા, કૂકીઝ, મીઠાઇઓ અને અગરબત્તી બનાવવામાં પણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.