• Gujarati News
  • National
  • 5 Things Related To His Personality That Can Be Useful In Life, Passed Away At The Age Of 54

રતન ટાટાની પહેલી પસંદ હતા સાયરસ:43 વર્ષની ઉંમરે ટાટા સન્સના સૌથી યુવા ચેરમેન બન્યા, તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલી 5 મહત્ત્વની વાત

3 મહિનો પહેલા

23 નવેમ્બર 2011ના બુધવારના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ દેશ-દુનિયામાં એક ખબર આવી હતી કે ટાટા ગ્રુપને નવો ઉત્તરાધિકારી મળી ગયો છે. વળી તે વ્યક્તિ પરિવારનો નહિ, પરંતુ બહારનો વ્યક્તિ હતો. ત્યારે ખબર પડી કે તે 43 વર્ષના સાયરસ પાલોનજી મિસ્ત્રી છે.

આ સાથે જ એ વાતની પણ પુષ્ટી થઈ હતી કે સાયરસ મિસ્ત્રી જ 73 વર્ષના રતન ટાટાના ઉત્તરાધિકારી હશે. આ પછી સાયરસ મિસ્ત્રીને રતન ટાટા ગ્રુપના ઉત્તરાધિકારી બનાવવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જે પછી કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીનું બજાર કેપિટલાઇઝેશન અંદાજે 52 અબજ રૂપિયા જેટલું થઈ ગયું હતું. સાયરસ મિસ્ત્રીને 28 ડિસેમ્બર, 2012ના રોજ ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2016માં તેમને ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

રવિવારે સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયુ હતુ. મુંબઈ-એમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. જાણકારી પ્રમાણે મિસ્ત્રીની કાર રોડ ડિવાઈડર સાથે ટકરાઈ હતી કારમાં કુલ 4 લોકો સવાર હતા. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સહિત 2 લોકોના મોત થયા છે. તેવામાં અમે તમને સાયરસ મિસ્ત્રી સાથે જોડાયેલી 5 વાત જણાવીશુ...

સાયરસ મિસ્ત્રી વિશે જોડાયેલી 5 વાત

1. દેખાડો કરવાનું ટાળતા
ટાટા ગ્રુપના ચેરમેન તરીકેની જાહેરાત કરવામાં આવી ત્યારે ટાટાના મુંબઈ સ્થિત મુખ્યાલય બોમ્બે હાઉસ ખાતે સાયરસ મિસ્ત્રીએ સાદા પેન્ટ અને શર્ટ પહેર્યા હતા. તેમને આવકારવા માટે આવેલા વ્યક્તિઓ સૂટ-બૂટ પહેરીને આવ્યા હતા. તેમણે પહેરલા શર્ટના અમુક બટન ખુલ્લા હતા. જોકે બોમ્બે હાઉસ તેમનું મુખ્ય ઘર નહતુ. પરંતુ તેઓ ચેરમેન બન્યા પછી તે જગ્યાએ પહેલીવાર ગયા હતા.

આ ફોટો 13 ઓગસ્ટ, 2015નો છે. જ્યારે સાયરસ મિસ્ત્રીએ ટાટા મોટર્સની એન્યુઅલ જનરલ મીટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ ફોટો 13 ઓગસ્ટ, 2015નો છે. જ્યારે સાયરસ મિસ્ત્રીએ ટાટા મોટર્સની એન્યુઅલ જનરલ મીટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા.

2. ગ્રાઉન્ડ લેવલનું વ્યક્તિત્વ
રતન ટાટાનો સ્વભાવ શરમાળ છે અને તેમનું વ્યક્તિત્વ જમીન ઉપર પગ રાખનારામાંથી થાય છે. તેવી જ રીતે સાયરસ મિસ્ત્રી પણ શરમાળ સ્વભાવના અને તેમનું વ્યક્તિત્વ હંમેશા જમીનથી જોડાયેલુ હતુ. રતન ટાટા અને સાયરસ મિસ્ત્રીનો સ્વભાવ સરખો હતો.

3. સૌથી અલગ અને સામાન્ય
મુંબઈના કૈથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલમાં ભણેલા સાયરસ મિસ્ત્રી ભલે મોંઘદાટ કારમાં આવતા હતા. પરંતુ તેઓ ક્લાસમાં એકદમ સામાન્ય વ્યવહાર કરતા હતા અને ભણવા પ્રત્યે ગંભીર રહેતા હતા.

ડિસેમ્બર 2012નાં રોજ રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રિટાયરમેન્ટ લીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા.
ડિસેમ્બર 2012નાં રોજ રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રિટાયરમેન્ટ લીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા.

4. કુશાગ્ર અને વિનમ્ર
રતન ટાટાએ મિસ્ત્રીવી નિયુક્તિ વખતે કહ્યુ હતુ કે 'સાયરસ મિસ્ત્રીની નિયુક્તિ એક સારી અને દૂરદર્શિતાપૂર્ણ નિર્ણય છે. તેઓ ઑગસ્ટ 2006થી ટાટા સન્સના નિદેશક મંડળમાં છે અને તેમના ગુણો, ભાગીદારીની ક્ષમતા, કુશાગ્રતા અને નમ્રતાથી પ્રભાવિત થયો છું.'

5. ચર્ચાઓ પછી નિયુક્તિ કરવામાં આવી હતી
રતન ટાટાના ઉત્તરાધિકારીને સિલેક્ટ કરવા માટે ટાટા એન્ડ સન્સે ઘણી મહેનત કરવા પડી હતી.ઑગસ્ટ 2010માં રતન ટાટાએ પોતાના ઉત્તરાધિકારી બનાવવા માટે સદસ્યોની કમિટી બનાવી હતી. જેમાં સાઈરસ ખુદ સામેલ હતા. આ કમિટીમાં સામેલ વ્યક્તિઓએ ચેરમેનને શોધવા માટેલ દુનિયાભરમાં બેઠકો યોજી હતી.

આ તસવીર 25 જાન્યુઆરી, 2015ની છે. જેમાં સાયરસ મિસ્ત્રી, પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે છે.
આ તસવીર 25 જાન્યુઆરી, 2015ની છે. જેમાં સાયરસ મિસ્ત્રી, પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે છે.

ચેરમેનની દોડમાં સૌથી આગળ રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાનું નામ ચાલતુ હતુ. આ ઉપરાંત ઈંદીરા નૂઈ સહિત અન્ય 14 લોકોના નામ પણ સામેલ હતા. આ બધાના ઈન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા. તેમના કામકાજની રીત, અનુભવને પારખવામાં આવ્યા હતા. આ બધી જ મહેનત પછી સર્વસંમત્તિથી સાયરસ મિસ્ત્રીને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જોકે સાયરસ નોએલના સાળા પણ થાય છે.

શાપૂરજી પાલોનજી મિસ્ત્રી ગ્રુપ
દેશની જુની અને વિશ્વાસનીય નિર્માણ કંપનીમાં આ ગ્રુપનું નામ આવે છે. શાપૂરજૂ પાલોનજીએ શરૂઆત લિટલવુડ પાલોનજીથી કરી હતી. જેની સ્થાપના તેમના પિતા શાપૂરજી મિસ્ત્રીએ કરી હતી. છેલ્લા 100 વર્ષથી મુંબઈને પાણીની જરૂરિયાત પૂરી કરનાર માલાબાર હિલ રિઝર્વોયરનું નિર્માણ આ જ ગ્રુપે જ કર્યુ હતુ. તાજ ઈન્ટર કોન્ટીનેંટલ હોટેલ, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા ભવન, એચ.એસ.બી.સી ભવન, બ્રેબોર્ન સ્ટેડિયમ, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, દિલ્હીનું નિર્માણ પણ આ જ કંપનીએ કરેલુ છે.

આ તસવીર 16 નવેમ્બર, 2013ની છે. જેમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે.
આ તસવીર 16 નવેમ્બર, 2013ની છે. જેમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે.

ટાટા અને પાલોનજીનો સાથ
પાલોનજી મિસ્ત્રી લાંબા સમય સુધી ટાટાના બોર્ડના સદસ્ય રહ્યા હતા. તેમના પિતા શાપૂરજી પાલોનજી મિસ્ત્રઈએ 1930માં એફઈ દિનશો એસ્ટેટમાં 12.5% ભાગીદારી રાખી હતી. આ પછી તેમણે ભાગીદારી વધારીને 16.5% સુધી પહોંચાડી દીધી હતી. 1990ની શરૂઆતમાં પાલોનજી મિસ્ત્રીએ ખુદે 60 કરોડ રૂપિયા ટાટા એન્ડ સન્સમાં ઈનવેસ્ટ કર્યા હતા. જેથી તેમની ભાગાદારી બની રહે.

આ તસવીર 1 જાન્યુઆરી, 2018ની છે. જેમાં સાયરસ અને રતન ટાટા એકસાથે જોવા મળે છે. બંને એકસાથે PM નિવાસસ્થાને ગયા હતા.
આ તસવીર 1 જાન્યુઆરી, 2018ની છે. જેમાં સાયરસ અને રતન ટાટા એકસાથે જોવા મળે છે. બંને એકસાથે PM નિવાસસ્થાને ગયા હતા.

સાયર નામનો અર્થ
5 અક્ષરોથી બનેલો ગ્રીક શબ્દ સાયરસનો અર્થ ઈશ્વરનું રૂપ અથવા સૂર્ય થાય છે. સાયરસ નામ જોડાયેલા ઈતિહાસ પણ ખૂબ ગૌરવશાળી છે. પ્રાચિન પર્શિયામાં આ નામના ઘણા રાજા હતા જેમાં પાંચમી શતાબ્દીના રાજા સાયરસ ધ ગ્રેટ નામના રાજા સૌથી પ્રમુખ હતા. આ એ જ રાજા હતા જેમણે બેબીલોનને જીતીને યહૂદીઓને આઝાદી અપાવી હતી.