• Gujarati News
  • National
  • 5 Terrorists Killed In 2 Encounters In Kulgam, Jammu And Kashmir, TRF Commander Among Terrorists Killed

સેનાને મોટી સફળતા:જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 એન્કાઉન્ટરમાં 5 આતંકવાદી ઠાર, માર્યા ગયેલા આતંકવાદીમાં TRF કમાન્ડરનો પણ સમાવેશ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • 2 દિવસ અગાઉ 2 આતંકવાદી અને તેના બે મદદગાર ઠાર કરાયા હતા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. બુધવારે સેનાએ 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં TRF કમાન્ડર સહિત 5 આતંકવાદીને ઠાર કરી દીધા છે. અથડામણ હજુ પણ ચાલી રહ્યું છે. બન્ને એન્કાઉન્ટર કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયું છે. સુરક્ષાદળોએ કાશ્મીર પોલીસ સાથે મળી આ વિસ્તારને ચોતરફથી ઘેરી લેવામાં આવ્યો છે.

કાશ્મીરના IGPના જણાવ્યા પ્રમાણે એક એન્કાઉન્ટર કુલગામના પોમ્બાઈ ગામમાં તો બીજી ઘટના ગોપાલપોરામાં થઈ છે. માર્યા ગયેલો આતંકવાદી અફાક સિકંદર લોન પ્રતિબંધિત સંગઠન TRFના કમાન્ડર હતો. તેના અન્ય એક સાથીની ઓળખ ઈરફાન મુશ્તાક લોન તરીકે કરવામાં આવી છે.

2 દિવસ અગાઉ 2 આતંકવાદી અને તેના બે મદદગાર ઠાર કરાયા હતા.આ અગાઉ શ્રીનગરના હૈદરપોરામાં 15 નવેમ્બરના રોજ અથડામણમાં 2 સ્થાનિક કારોબારી સહિત 4 લોકોનું મોત થયું હતું. તેમા એક પાકિસ્તાની આતંકવાદી હતો, જ્યારે તેનો બીજો સાથી હતો. તેમા ડો.મુદસ્સિર ગુલ અને અલ્તાફ ભટ અહીનો વ્યાપારી હતો. તે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાન હતી. ડેન્ટલ સર્જન મુદસ્સિર ગુલ આ કોમ્પ્લેક્સમાં કોમ્પ્યુટર સેન્ટર ચાલતો હતો. જ્યારે અલ્તાફ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિક હતો. અલ્તાફ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો માલિક હતો તથા ત્યાં હાર્ડવેર અને સિમેન્ટની દુકાન ચલાવતો હતો.​​​​​​​

માર્યા ગયેલા આતંકવાદીઓમાં પાકિસ્તાનીનો પણ સમાવેશ
કાશ્મીર પોલીસના મતે અલ્તાફ અહેમદ ભટ આતંકવાદીઓની મદદ કરતા હતા, તો આ ડો.મુદસ્સિર ગુલ આતંકવાદીઓનું ઓવર ગ્રાઉન્ડ વર્કર હતું. જેણે રહેવા માટે જગ્યા આપી હતી. કાશ્મીરના IGP વિજય કુમારે દાવો કર્યો હતો કે માર્યા ગયેલા 2 આતંકવાદીમાં એક પાકિસ્તાનનો નાગરિક હૈદર હતો.