તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 5 Shot Dead, 3 Injured In Rohtak, Haryana; Suspicion Of An Event Due To Old Animosity

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોહતકના અખાડામાં ખૂની ખેલ:જૂની અદાવતમાં અંધાધૂન ફાયરિંગ કરતા કુશ્તી કોચ, તેની પત્ની સહિત 5 પહેલવાનની હત્યા

24 દિવસ પહેલા
આ ફોટો રોહતકમાં તે અખાડાની છે, જ્યાં ફાયરિંગ થયું. ફોટો વિચલિત કરી શકે છે. - Divya Bhaskar
આ ફોટો રોહતકમાં તે અખાડાની છે, જ્યાં ફાયરિંગ થયું. ફોટો વિચલિત કરી શકે છે.

રોહતકની દેવ કોલોનીમાં કુશ્તીના અખાડામાંથી શરૂ થયેલી જૂની અદાવતના પગલે ગેંગવોરમાં બે મહિલા સહિત 5 પહેલવાનના મોત થયા. શુક્રવારે રાત્રે પોણા નવ વાગ્યે હુમલાખોર કોચે જિમ્નેશિયમ હૉલમાં ઘૂસીને કોચ દંપતી પર આડેધડ ગોળીઓ ચલાવી. તેમને બચાવવા આવેલા શિષ્યોને પણ ગોળીઓ વાગી. અત્યાર સુધીમાં 5 પહેલવાનના મોત થયા છે અને કોચ દંપતીના 3 વર્ષના પુત્ર સરતાજની અને એક પહેલવાનની સ્થિતિ નાજુક છે.

પોલીસ કોચ સુખવિન્દરને શોધી રહી છે, જેનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે. જે કોચ દંપતીનું મોત થયું તે નેશનલ પ્લેયર રહી ચૂક્યું છે. અચાનક થયેલા હુમલામાં કોચ પરિવારના સભ્યો પોતાને સંભાળી ન શક્યા. મૃતકોમાં કોચ મનોજ અને તેની પત્ની સાક્ષી, સતીશ દલાલ, પૂજા અને પ્રદીપ મલિક સામેલ છે. મૃતકો 25થી 38 વર્ષના હોવાનું કહેવાય છે.

કોલેજની અંદર મેહર સિંહ અખાડામાં ફાયરિંગની ઘટનામાં સાત લોકોને ગોળી વાગી હતી. ગોળી લાગવાથી પ્રદીપ મલિક, પૂજા અને સાક્ષી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. પોલીસે મૃતકોની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે કોચ વચ્ચેના ઝઘડામાં થયું ફાયરિંગ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રેસલિંગના કોચ વચ્ચે થયેલા ઝઘડાને પગલે આ ઘટના ઘટી. હુમલાખોર પોતે પણ કોચ હોવાનું માનવામાં આવે છે. તેનું નામ સુખવિંદર જણાવવામાં આવી રહ્યું છે. તે રોહતક પાસે બડૌદા ગામનો રહેવાસી છે અને ઘણાં સમયથી તે અહીં નોકરી કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો