મુંબઈ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે મોડી રાત્રે ડ્રગ્સની હેરાફેરી કરનારી એક ગેંગે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં NCBના 5 અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. આ પૈકી એક અધિકારીની સ્થિતિ ગંભીર છે. જોકે, કાર્યવાહી સમયે NCBએ એક કરોડની કિંમતના ડ્રગ્સ સાથે બે વિદેશી તસ્કરોની ધરપકડ કરી હતી.
વિદેશી પિસ્તોલથી ટીમ પર કરવામાં આવ્યો હુમલો
NCBના ચીફ સમીર વાનખેડેએ શુક્રવારે એક નિવેદનમાં ગણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ તેમની ટીમ વાશી વિસ્તારમાં એક અડ્ડા પર દરોડો પાડવા ગઈ હતી. દરોડો પાડવામાં આવ્યો તે સમયે NCBની ટીમ પર ડ્રગ તસ્કરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, NCBના અધિકારીઓએ આ રેકેટના સરગનાની ધરપકડ કરી લીધી છે.
માનખુદથી લઈ વાશીના જંગલ બન્યા દાણચોરીનો અડ્ડો
સમીર વાનખેડેએ જણાવ્યું કે માનખુદથી લઈ વાશી વચ્ચે જંગલી વિસ્તારમાં ડ્રગ્સનું મોટું રેકેટ ચાલતું હતું. સાંજના સમયમાં આ જગ્યા પર ડ્રગ્સનું બજાર લાગતું હતુ. NCBએ માહિતીના આધાર પર અનેક કાર્યવાહી કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે આ એક આફ્રિકી ગેંગ છે, જે ગેરકાયદેસર રીતે ભારતમાં રહી ડ્રગ્સ રેકેટ ચલાવી રહ્યું હતું.
ફાયરિંગની આડમાં કેટલાક તસ્કર ભાગી ગયા
જોકે, હુમલાની આડમાં કેટલાક અન્ય તસ્કર ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા છે. તેની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. ભાગી ગયેલા આરોપીઓ પાસેથી વિદેશી હથિયાર હોવાની જાણકારી મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.