તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 5 People Killed So Far In Violence After Results; Attack On BJP Office In Arambagh, Arson

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં ખેલા બાદ રાજકીય હિંસા:પરિણામો બાદ હિંસામાં અત્યાર સુધી 5 લોકોના મોત; આરામબાગમાં ભાજપ કાર્યાલય પર હુમલો, આગચાંપી

કોલકાતા14 દિવસ પહેલા
આ તસ્વીર પશ્ચિમ બંગાળના આરામબાગ ખાતેના ભાજપ કાર્યાલયની છે. રવિવારે આવેલા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો દરમિયાન અહીં ઉપદ્રવીઓએ આ કાર્યાલયને આગચાંપી દીધી હતી. ભાજપ તેના આરોપ ટીએમસીના કાર્યકરો પર લગાવ્યા હતા.
  • ચૂંટણીના પરિણામો બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ રહી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય હિંસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. ભાજપનો આરોપ છે કે આ જીત પછી તૃણમૂલ કોંગ્રેસ અતિઉત્સાહમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, હિંસામાં અત્યાર સુધી 5 લોકોનાં મોત નીપજ્યાં છે.

જ્યારે, સોમવારે આરામબાગમાં ભાજપ કાર્યાલયને તોફાનીઓએ સળગાવ્યું હતું. ભાજપના નેતા સંબિત પાત્રા અને અમિત માલવીયએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો હતી. ભાજપ તેના આરોપ TMC પર લગાવ્યા છે.

બીજી તરફ નંદીગ્રામમાં ભારે હોબાળો મચ્યો હતો, અહીં ભાજપ કાર્યાલયમાં તોડફોડ અને આગચાંપી દેવાનો પ્રયાસ કરાયા હતા. ભાજપે આ મામલે TMC પર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે માત્ર ભાજપ કાર્યાલય જ નહીં, પણ ઘણી દુકાનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે હોબાળો કરનારા નાશી ગયા હતા.

પરિણામો પછી શરૂ થયેલી હિંસામાં ચારના મોત
ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં નદિયામાં ભાજપના કાર્યકર, વર્ધમાનમાં TMC અને ઉત્તર 24 પરગનામાં ISFના કાર્યકરે જીવ ગુમાવ્યો છે.

આવેદનપત્ર આપશે ઘોષ
ગઈરાત્રે કોલકાતાના ઉલતાડાંગા વિસ્તારમાં એક ભાજપના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઉપરાંત દક્ષિણ 24 પરગનાના સોનારપુરમાં પણ ભાજપના એક કાર્યકરનું મોત નીપજ્યું છે. આરોપ છે કે તૃણમૂલના કાર્યકરો દ્વ્રારા માર મારવાને કારણે ભાજપના કાર્યકરનું મોત થયું છે. આ બધાની વચ્ચે બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ સાંજે ચૂંટણી બાદ થયેલી હિંસા અંગે રાજ્યપાલને આવેદનપત્ર આપશે.

TMCને 214 બેઠકો; મમતા હારી ગઈ
ગઈ કાલે જ બંગાળના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં TMCએ બમ્પર જીત નોંધાવી છે. મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બની શકે છે. જો કે તે પોતે નંદીગ્રામની ચૂંટણીમાં હારી ગઈ છે. તેમને ભાજપના શુભેન્દુ અધિકારીએ હરાવ્યા છે. તૃણમૂલને બંગાળમાં 214 બેઠકો મળી છે, જ્યારે ભાજપને 76 બેઠકો મળી છે. જ્યારે એક બેઠક અપક્ષ અને એક બેઠક RSMPને મળી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો