તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 5 Million Passengers Traveled By 3736 Labor Special Trains; Now The Advance Reservation Period In Such Special Trains Has Been Increased From 30 Days To 120 Days

રેલવે ટ્રાન્સપોર્ટ:3736 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી 50 લાખ પ્રવાસીઓએ સફર કરી; હવે આવી સ્પેશિયલ ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30 દિવસથી વધી 120 દિવસ કરાયો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
 આ તસવીર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની છે. ગુરુવારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન પ્રવાસીઓને લઈ રેલવે સ્ટેશન પહોંચી. આ સમયે બે બાળકો આ રીતે સામાન લઈને જતા જોવા મળ્યા - Divya Bhaskar
 આ તસવીર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની છે. ગુરુવારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન પ્રવાસીઓને લઈ રેલવે સ્ટેશન પહોંચી. આ સમયે બે બાળકો આ રીતે સામાન લઈને જતા જોવા મળ્યા
  • આગામી દિવસોમાં સ્પેશિયલ ટ્રેનોને લગતા લગેજ અને પાર્સલના બુકિંગની સુવિધા શરૂ થશે
  • 1લી મેથી અત્યાર સુધી 3736 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલી અને તે પૈકી 3157 મંજીલ સુધી પહોંચી

રેલવેએ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન પીરિયડને 30 દિવસથી વધારી 120 દિવસ કરી દીધો છે. આ ટ્રેનોમાં હવે પાર્સલ તથા લગેજ બુકિંગની પણ સુવિધા આપવામાં આવશે. રેલવેએ ગુરુવારે આ અંગે જાણકારી આપી હતી. રેલવેએ કહ્યું કે 1લીથી અત્યાર સુધીમાં 3736 સ્પેશિયલ ટ્રેનથી 50 લાખ પ્રવાસી શ્રમિકોએ સફર કરી છે.

સૌથી વધારે 1520 ટ્રેન ઉત્તર પ્રદેશ પહોંચી

રેલવે અધિકારીઓ પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી પ્રમાણે 5 રાજ્યમાંથી સૌથી વધારે શ્રમિક ટ્રેનોની શરૂઆત કરી એટલે કે આ ટ્રેનોનું ઓકિજીનેટિંગ ડેસ્ટિનેશન આ રાજ્યોમાં હતું. ગુજરાતમાંથી 979, મહારાષ્ટ્રમાંથી 695, પંજાબમાંથી 397, ઉત્તર પ્રદેશથી 236 અને બિહારમાંથી 263 ટ્રેન શરૂ થઈ. 5 રાજ્યમાં સૌથી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહોંચી. તેમા 1520 ટ્રેન ઉત્તર પ્રદેશ, 1296 ટ્રેન બિહાર, 167 ટ્રેન ઝારખંડ, 121 ટ્રેન મધ્ય પ્રદેશ અને 139 ટ્રેન ઓરિસ્સા પહોંચી

84 લાખ ફૂડ પેકેટ અને 1.24 કરોડ પાણીની બોટલનું વિના મૂલ્યે વિતરણ થયુ

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્વિટ કરી કહ્યું કે મને એ વાતની ખુશી છે કે કોરોના વાઈરસના આ સંકટના સમયમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી 50 લાખથી વધારે પ્રવાસીઓએ મુસાફરી કરી. તમામ સુરક્ષિતપણે તેમના ઘરે પહોંચી ગયા. આ દરમિયાન રેલવેએ 84 લાખ ફૂડ પેકેટ અને 1.24 કરોડ પાણીની બોટલ વિના મૂલ્યે આપી હતી. ટ્રેનમાં મુસાફરી કરનારને ભોજન અને પાણીની રેલવે દ્વારા સુવિધા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...