• Gujarati News
  • National
  • 5 Killed In Uttarakhand, River Bridge Flooded; The Gates Of The Dam Were Opened In Kerala

ઉત્તરાખંડમાં આફતનો વરસાદ:બે દિવસમાં 34 લોકોના મોત; કાઠગોદામ રેલવે સ્ટેશનની લાઈન પાણીમાં વહી ગઈ, હલ્દવાનીમાં પણ પૂલ તૂટ્યો

ઉત્તરાખંડએક મહિનો પહેલા
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે

દેશના ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને પગલે ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અહીં મંગળવારે વધુ 21 લોકોના મોત થયા હતા. સૌથી વધારે કુમાઉ વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જ્યાં અનેક મકાનો ધરાસાઈ થઈ ગયા છે અને કાટમાળમાં લોકો ફસાયેલા છે. નૈનીતાલનો સંપર્ક તૂટી ગયો છે. નૈનીતાલ સુધી પહોંચવાનો જમીની સંપર્ક તૂટી ગયો છે. અહીં પહોંચવાના ત્રણેય જમીની માર્ગ ભૂસ્ખલનને લીધે બ્લોક થઈ ગયા છે. આ ઉપરાંત નૈનીતાલ જિલ્લામાં કાઠગોદામ રેલવે સ્ટેશનને જોડનારી રેલવે લાઈન પાણીમાં વહી ગઈ છે.

નૈનીતાલના હલ્દ્વાનીમાં નદીની વચ્ચે ફસાયો હાથી

બે દિવસમાં મૃત્યુઆંક 34 થયો
આ સાથે જ રાજ્યમાં મૃતકોનો આંકડો 34 થઈ ગયો છે. રાજ્ય આપદા સંચાલન બાબતોના સચિવ એસએ મુરુરેસને જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 મિમીથી વધારે વરસાદ થયો છે. સોમવારે વરસાદને પગલે પૌડી અને ચંપાવતમાં 5 લોકોના મોત થયા હતા. તેમા નેપાળના ત્રણ શ્રમિકોનો સમાવેશ થતો હતો. મંગળવારે અલ્મોડા, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. બીજી બાજુ ઉત્તરાખંડના બદ્રીનાથ નેશનલ હાઇવે પરનો એક વીડિયો સામે આવ્યો છે.

CM એ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જમાવ્યું છે કે ટૂંક સમયમાં સેનાના હેલિકોપ્ટર અહીં મદદ અને રાહત માટે પહોંચી જશે. આ પૈકી બે હેલિકોપ્ટરને નૈનીતાલ અને એકને ગઢવાલ મોકલવામાં આવશે. CMએ લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ ગભરાય નહીં, તેમની સુરક્ષા માટે તમામ પગલા ભરવામાં આવશે. તેમણે ચારયાત્રા યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ જ્યાં પણ છે ત્યાં જ રોકાય અને હવામાન સુધરે ત્યારબાદ જ યાત્રાને ફરી શરૂ કરે. મંગળવારે બપોરે મુખ્યમંત્રીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે રુદ્રપ્રયાગ પહોંચી નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું. આ સાથે રાજ્યના મંત્રી ધન સિંહ રાવત અને રાજ્યના DGP અશોકકુમાર પણ હતા.

ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી

ઈન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસે એક વીડિયો ટ્વિટ કર્યો છે,જેમાં ઉત્તરાખંડના નૈનીતાલમાં પાણીને તેજ પ્રવાહ વચ્ચે સુરક્ષાદળના જવાનો લોકોને બચાવી રહ્યા છે. સૈનિકોએ હ્યૂમન ચેઈન બનાવીને એક દુકાનમાંથી લોકો બચાવ્યા છે.

હલ્દવાનીમાં પૂલ તૂટ્યો
હલ્દવાનીમાં ગોલા નદી પર બનેલો પૂલ વરસાદને પગલે તૂટ્યો છે. પૂલની વચ્ચેથી મોટુ ગાબડુ પડ્યું હતું. એક છેડા પર રહેલા લોકોએ અન્ય છેડેથી આવી રહેલા બાઈક સવારને એલર્ટ કર્યો હતો.

સોમવારે સાંજે હાઇવે નજીક લાંબાગઢ નાળામાં ફસાયેલી એક કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મુસાફરો પણ કારમાં સવાર હતા. ભૂસ્ખલનને લીધે નાળામાં પથ્થરો વચ્ચે કાર ફસાઇ ગઇ હતી. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કારનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ઉત્તરાખંડના ચંપાવતમાં ચલ્થી નદીમાં પાણીના ભારે પ્રવાહને કારણે નિર્માણાધીન પુલ તણાઇ ગયો હતો.

ઉત્તરાખંડમાં આજે પણ એલર્ટ જારી કરાયું છે
રાજ્યમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં નેપાળના ત્રણ મજૂર સહિત પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. હવામાન સારું થાય ત્યાં સુધી ઉત્તરાખંડ સરકાર દ્વારા ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. હિમાલયનાં મંદિરો તરફ જતાં વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીએ પોતે સંભાળ્યો મોરચો
નૈનિતાલમાં 24 કલાકમાં 150 મિમીથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે તમામ 62 નાળાં તૂટી ગયાં છે. નૈનિતાલ નજીક વીરભટી મોટર બ્રિજ પાસે અનેક કાર અને ટ્રક કાટમાળ નીચે દટાઈ હતી. રાજ્યમાં કુદરતના વિનાશને જોતાં ધામી સરકાર એલર્ટ પર છે. દેહરાદૂનમાં CM પુષ્કર સિંહ ધામી પોતે મોરચો સંભાળતા ગઈકાલે રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને અધિકારીઓએ સાથે વાતચીત કરી હતી. રાહત અને બચાવ એસડીઆરએફની 29 ટીમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે.

કેરળમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
કેરળમાં ભારે વરસાદને કારણે વિનાશ સર્જાયો છે. અહીં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. ડેમમાં પાણીની જળસપાટીમા વધારો થવાથી મંગળવારે સવારે 6 વાગે એર્નાકુલમ જિલ્લામા ઇદામલયાર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...