નાગપુરમાં દુર્ઘટના / બાયોગેસ ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી 5 કામદારોના મોત, પરિવારજનોએ કંપની પર બેદરકારીનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

5 killed in boiler blast at factory in Nagpur
X
5 killed in boiler blast at factory in Nagpur

  • માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ફેક્ટરીમાં દુર્ઘટના બની
  • બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પાંચ કામદારોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:03 PM IST

નાગપુર. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં શનિવારે એક ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી 5 લોકોના મોત થયા હતા. પોલીસ રિપોર્ટ પ્રમાણે આ દુર્ઘટના માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની ફેક્ટરીમાં બની હતી. આ ફેક્ટરી ઉમરેડ તાલુકાના બેલા ગામમાં છે. અહીં બાયોગેસ પ્લાન્ટ પાસે બપોરે લગભગ સવા બે વાગ્યે દુર્ઘટના બની હતી.

મૃતકો બડગાંવના રહેવાસી હતા
બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ મંગેશ પ્રભાકર નૌકારકર (21), લીલાધર વામનરાવ શિંદે (42), વાસુદેવ લાદી (30), સચિન પ્રકાશ વાઘમારે (24) અને પ્રતાપ પાંડુરંગ મૂન (25) તરીકે થઇ છે. તેઓ બડગાંવના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે સચિન વાઘમારે ફેક્ટરીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો. જ્યારે બાકીના લોકો હેલ્પર હતા. બ્લાસ્ટમાં મજૂરોને ગંભીર ઇજા થઇ હતી અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

પરિવારજનો અને ગ્રામ્યજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
મૃતકોના પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. પરિવારજનો તેમજ સ્થાનિકોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. તેમની માંગ છે કે કંપની મેનેજમેન્ટ તરફથી કોઇ આવે અને બોડીને કબ્જામાં લે. નાગપુર પોલીસ અધિક્ષક રાકેશ ઓલા અને ઉમરેડના કોંગ્રેસના ધારાસભ્ય રાજૂ પરવે પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી