• Gujarati News
  • National
  • 5 Jawans Of Assam Rifles Martyred In Extremist Attack; The Commanding Officer's Wife And Son Were Also Killed

મણિપુરમાં સેના પર IED હુમલો:ઉગ્રવાદી હુમલામાં આસામ રાઈફલ્સના 5 જવાન શહીદ; કમાન્ડિંગ ઓફિસરની પત્ની અને પુત્રનું પણ થયું મોત

મણિપુર15 દિવસ પહેલા
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ હુમલાની નિંદા કરી

મણિપુરમાં શનિવારે સેનાના કાફલા પર ઉગ્રવાદી હુમલો કરવામાં આવ્યો છે.આ હુમલામાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર સહિત 5 જવાન શહીદ થયા છે. જ્યારે કમાન્ડિંગ ઓફિસરના પત્ની અને પુત્રનું પણ આ હુમલામાં મોત થયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ હુમલાની નિંદા કરી છે.

આ હુમલો મણિપુરમાં ચુરાચાંદપુર જિલ્લાના સિંઘટમાં થયો છે, જ્યાં ઉગ્રવાદીઓએ આસામ રાઈફલ્સના કાફલા પર ઘાત લગાવીને IED હુમલો કર્યો છે. આ હુમલામાં 46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠીના પત્ની અને પુત્ર પણ માર્યા ગયા છે. કર્નલ ત્રિપાઠી છત્તીસગઢના રાયગઢ જિલ્લાના રહેવાસી છે.

રાજનાથ સિંહે પણ દુખ વ્યક્ત કર્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે આસામ રાઈફલ્સના કાફલા પર કાયર હુમલો દુખદાયક અને નિંદાજનક છે. આ હુમલામાં દેશે આસામ રાઈફલ્સના CO સહિત સેનાના 5 જવાનોને ગુમાવી દીધા છે અને ઓફિસરના પરિવારના બે સભ્યો પત્ની અને પુત્રનું પણ આ હુમલામાં મોત થયું છે.

મણિપુરના CMએ હુમલાની નિંદા કરી

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ હુમલાની નોનદા કરી હતી. તેમણે કહ્યું કે તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા સમાચાર મળ્યા છે કે આ હુમલામ CO અને તેમનો પરિવાર પણ મૃત્યુ પામ્યો છે. રાજ્યની પોલીસ અને પેરા મિલેટરી ઉગ્રવાદીઓ સામે લડી રહ્યા છે. તેમને વધુમાં કહ્યું હતું કે હુમલાખોરોને છોડવામાં નહીં આવે.

પત્રકારે શેર કરી હતી COનું વ્હોટ્સ એપ સ્ટેટસ

શ્રીનગરમાં પણ ઘાત લગાવીને કર્યો હતો હુમલો

આ પહેલા 5 નવેમ્બરે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS)ની સામે આતંકીઓએ સેનાના જવાન પર હુમલો કર્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી હોવાનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

આતંકવાદી સંગઠન ગાઝી સ્ક્વોડે બેમિનામાં સુરક્ષાદળો પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. સંગઠને કહ્યું હતું કે આ હુમલો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જીત પર ઉજવણી કરનાર લોકો વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરના વિરોધમાં કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...