તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 5, Including Two Children, Brutally Murdered On Suspicion Of Having Immoral Relationship With Daughter in law's Tenant, Surrenders To Police Station

લોહીયાળ કૃત્ય:પુત્રવધૂના ભાડુઆત સાથેના અનૈતિક સંબંધોની શંકામાં બે બાળક સહિત 5ની નિર્દયી રીતે હત્યા, જાતે જ પોલીસ સ્ટેશન જઈ આત્મસમર્પણ

ગુરુગ્રામ(દિલ્હી)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • વ્યક્તિએ પોતાની પુત્રવધૂ, ભાડુઆત, ભાડુઆતની પત્ની અને તેમના બે બાળકોની હત્યા કરી દીધી

દિલ્હીની નજીક આવેલા ગુરુગ્રામમાં એક મકાન માલિકે પોતાની પુત્રવધૂ અને ભાડુઆત વચ્ચે અનૈતિક સંબંધોની શંકામાં પાંચ લોકોની નિર્દયી રીતે હત્યા કરી દીધી છે. મૃત્યુ પામેલા લોકોમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. જણાવામાં આવી રહ્યુ છે કે ઘટના પછી મકાન માલિક જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી આત્મસમર્પણ કર્યુ છે.

ઘટના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક થાણા ક્ષેત્રની છે. મંગળવારની સવારે પોલીસ સ્ટેશને પહોંચેલા એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે તેણે 5 લોકોની હત્યા કરી દીધી છે. પોલીસ આ વાત જાણીને ચોંકી ગઈ અને તાત્કાલિક ઘટના સ્થળે જઈને જોયુ તો હકીકતમાં તે વ્યક્તિએ પોતાની પુત્રવધુ, ભાડુઆત, ભાડુઆતની પત્ની અને તેમના બે બાળકોની હત્યા કરી દીધી છે. તેના પછી પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલીસ હાલ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસના અનુસાર આરોપીએ જણાવ્યુ કે તેને શંકા હતી કે તેની પુત્રવધૂ અને ભાડુઆત વચ્ચે અનૈતિક સંબંધ હતા. તેથી ગુસ્સાના લીધે તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે જણાવ્યુ છે કે આ વ્યક્તિે જે પ્રમાણે નિવેદન આપ્યુ છે તેની તપાસ કરવામાં આવશે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...