તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 5% Genome Sequencing Required To Control Corona Transition, Happening In The Country 0.10%

ભાસ્કર ઓરિજિનલ:કોરોનાના સંક્રમણ પર કાબૂ માટે 5% જીનોમ સિક્વન્સિંગ જરૂરી, દેશમાં 0.10% થઈ રહ્યું છે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જીનોમ સિક્વિન્સિંગમાં પછાત ભારત, તેનાથી જ વેરિયન્ટથી ઓળખ થાય છે

કોરોના સંક્રમણ કેટલો ઝડપથી ફેલાશે તે તેના વેરિયન્ટ પર નિર્ભર કરે છે. નવો વેરિયન્ટ કેટલો ઝડપથી બદલાઇ રહ્યો છે, દેશના કયા કયા ભાગોમાં ફેલાઈ રહ્યો છે અને કેટલો ઘાતક છે, એ બધુ જાણવામાં આપણને બે મહિનાથી વધુ સમય લાગી રહ્યો છે. આ જ કારણ છે કે ડેલ્ટા વેરિયન્ટથી બે અઢી મહિના પહેલા જે મૃત્યુ થયા હતા તેની પુષ્ટી હવે થઈ રહી છે. જોકે બીજી બાજુ અમેરિકા-બ્રિટન જેવા દેશ ફક્ત બે અઠવાડિયામાં નવા વેરિયન્ટની તમામ માહિતીઓ દુનિયા સાથે શેર કરી દે છે જેથી બીજા દેશ નવા વેરિયન્ટથી સાવચેત થઈ જાય અને તેનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દે.

ભારતનું સ્થાન ચિંતાજનક છે
ભારતમાં જીનોમ સિક્વન્સિંગના પરિણામમાં વિલંબ જ થઇ રહ્યો નથી પણ સેમ્પલ પણ ખૂબ જ ઓછા લેવાઈ રહ્યાં છે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ભારતે અત્યાર સુધી દુનિયા સાથે ફક્ત 29792 સેમ્પલનું સિક્વન્સિંગ શેર કરી છે, ચિંતા એ વાતની છે કે કુલ દર્દીઓના પ્રમાણમાં સિક્વન્સિંગ મામલે ભારત દુનિયામાં 131માં સ્થાને છે.

  • હાલ આ સ્થિતિઃ દરરોજના દર્દીઓની દૃષ્ટિએ ભારત હજુ પણ બીજો સૌથી સંક્રમિત દેશ, પણ ઘાતક વેરિયન્ટને ઓળખવાનો એકમાત્ર ઉપાય જીનોમ સિક્વન્સિંગમાં દુનિયામાં 131માં સ્થાને લપસ્યું
  • આ મોટી ચિંતાઃ ભારતે અત્યાર સુધી માત્ર 29,792 સેમ્પલનું સિક્વન્સિંગ કરી દુનિયા સાથે શેર કર્યું છે. આ સંખ્યામાં દેશમાં નોંધાયેલા 3 કરોડથી વધુ દર્દીની તુલનાએ ફક્ત 0.10% છે.
  • તેનું મોટું કારણઃ ભારતમાં જેટલી કુલ ક્ષમતા છે, એટલી અમેરિકામાં ફક્ત 10 લેબમાં છે, બ્રિટનમાં 10.6% સેમ્પલનું સિક્વન્સિંગ થઈ ચૂક્યું, આ પ્રમાણ ડબ્લ્યૂએચઓની ગાઈડલાઈન્સથી બમણું

ઓસી. ટોચે, બાંગ્લાદેશથી પાછળ ચાલી રહ્યું છે ભારત

દેશસિક્વન્સિંગ શેર
ઓસ્ટ્રેલિયા59.40%
ડેનમાર્ક39.30%
ફિનલેન્ડ12%
બ્રિટન10.60%
નોર્વે9.39%
જાપાન6.68%
સ્વિટ્ઝર્લેન્ડ6.46%
સ્વિડન6.29%
અમેરિકા1.76%
બાંગ્લાદેશ0.20%
શ્રીલંકા0.19%
ભારત0.10%
અન્ય સમાચારો પણ છે...