• Gujarati News
  • National
  • BJP Changed 5 Chief Ministers, None Happened; The Congress Got Into Trouble For Making Such An Attempt In Punjab

ભાજપનો શોટ રમવા જતા કોંગ્રેસ હિટ વિકેટ થઈ:ભાજપે 5 મુખ્યમંત્રી બદલ્યા, કંઈ જ ન થયું; પણ પંજાબમાં આવો પ્રયત્ન કરવા જતા કોંગ્રેસે આપ્યું આફતને આમંત્રણ

ચંડીગઢએક મહિનો પહેલા
  • વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી છે, આ સંજોગોમાં ટૂંક સમયમાં કોંગ્રેસે આ પડકારનો સુખદ અંત લાવવાનો રહેશે

કોંગ્રેસમાં અપમાનજનક સ્થિતિમાં મુકાઈ ગયા હોવાનું કારણ ટાંકીને કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાની નારાજગી દર્શાવતા કહ્યું કે હાઈકમાન ઈચ્છે તેમને મુખ્યમંત્રી બનાવે. આ સાથે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબમાં કોંગ્રેસ અને નવા મુખ્યમંત્રીનો માર્ગ એટલો સરળ હશે નહીં. બીજી બાજુ ભાજપે ફક્ત 6 મહિનામાં જ પાંચ મુખ્યમંત્રી બદલી નાંખ્યા. ચૂંટણી અગાઉ ભાજપે આ પગલું જીતવાની વ્યૂહરચનાના ભાગરૂપે ભર્યું હતું અને નાના-નાના વિરોધને બાદ કરતાં હાઈકમાન્ડના આ પ્રકારના બહાદૂરી ભર્યાં પગલાનો શાંતિથી સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો.બીજી બાજુ પંજાબમાં આ પ્રકારના પોલિકલ શોટ રમી રહેલી કોંગ્રેસ હિટ વિકેટ થતી દેખાઈ રહી છે. કારણ કે પંજાબમાં વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી છે અને આ સંજોગોમાં આગામી સમયમાં કોંગ્રેસ સામે આ પડકારનો સુખદ અંત લાવવાનો રહેશે.

કેપ્ટનને 25 ધારાસભ્યોનું સમર્થન
જે સમયે કેપ્ટન અરિંદર રાજીનામુ આપવા માટે રાજભવન જવા નિકળેલા તે સમયે તેમના નિવાસન સ્થાન પર કોંગ્રેસના 19 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે ઓછામાં ઓછા 25 ધારાસભ્ય તેમના સમર્થનમાં છે. આ સંજોગોમાં કોંગ્રેસ મુખ્યમંત્રી ભલે કોઈ પણને બનાવે, પણ પક્ષની અંદર જે અસંતોષ દબાયેલો છે તે તેમના માટે મોટો પડકાર બની રહેશે.

કોંગ્રેસ છોડશે તો પંજાબના રાજકારણમાં પરિવર્તન આવશે
6 મહિનામાં જ પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. રાજીનામા બાદ અમરિંદરે કહ્યું છે કે ભવિષ્યમાં રાજકીય વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યું કે સાથીઓ સાથે ચર્ચા કર્યાં બાદ ભવિષ્યની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે. જો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેશે તો કોંગ્રેસ એક મોટું કદ ધરાવતા રાજકીય નેતાને ગુમાવશે તે ઉપરાંત ચૂંટણીમાં પણ તે નબળી પડી શકે છે.

ભાજપ માટે મોટી તક સર્જાઈ શકે છે
કેપ્ટનના હૃદયમાં કોંગ્રેસ ઉપરાંત ભાજપ પ્રત્યેનો પ્રેમ પણ વધી રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી અગાઉ જ્યારે કોંગ્રેસે તેમને નજરઅંદાજ કરેલા ત્યારે જ તેમણે ભાજપમાં જવાનું મન બનાવી દીધેલું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની ઘનિષ્ઠતા કોઈનાથી છૂપાયેલી નથી. અમરિંદર જ્યારે પણ દિલ્હી જાય છે ત્યારે તેઓ PMને ચોક્કસપણે મળે છે. તેઓ ઘણી વખત ગૃહમંત્રી અમિત શાહને પણ મળી ચુક્યા છે. હવે કેપ્ટને રાજીનામું આપ્યા બાદ ભાજપ હવે આ સ્થિતિને પોતાની તકમાં બદલી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેપ્ટન ભાજપના લીડરશીપ સાથે સંપર્કમાં છે.

નવા મુખ્યમંત્રી માટે કાટાળો તાજ હશે
આશરે 25 ધારાસભ્ય સાથે અમરિંદરે સ્પષ્ટ કહ્યું છે કે હાઈકમાન તેમની ઈચ્છા પ્રમાણે મુખ્યમંત્રી બનાવી શકે છે. પણ નવા મુખ્યમંત્રીને અમરિંદર અને તેમના સમર્થકો તરફથી ડગલે અને પગલે વિરોધનો સામનો કરવો પડશે. જે રીતે અમરિંદરને નિશાન બનાવવામાં આવ્યા છે એવી જ રીતે અમરિંદર પણ વળતો પ્રહાર કરી શકે છે. વિધાનસભા ચૂંટણી અગાઉ પક્ષની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે તેને લીધે પક્ષની પ્રતિષ્ઠા અને જનાધારને નુકસાન થઈ શકે છે.