• Gujarati News
  • National
  • Currently Only 5 10% Of Cases Require Hospitalization, The Situation May Change In The Near Future; In The Second Wave The Figure Was 30%

ત્રીજી લહેર અંગે કેન્દ્રની ચેતવણી:અત્યારે 5-10% કેસમાં જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર, આગામી સમયમાં સ્થિતિ બદલાઈ શકે છે; બીજી લહેરમાં આ આંકડો 30% હતો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4 હજારથી વધારે કેસ આવી ચુક્યા છે

કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાની વર્તમાન લહેલની સ્થિતિને જોતા ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું કે વર્તમાન લહેરમાં 5થી 10 ટકા કેસમાં હોસ્પિટલાઈઝેશન એટલે કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. જોકે સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. હોસ્પિટલાઈઝેશનની સ્થિતિ પણ બદલાઈ શકે છે. આ સંજોગોમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક્ટિવ કેસો પર નજર રાખવી જરૂરી છે.

મળતી માહિતી પ્રમાણે બીજી લહેરમાં હોસ્પિટલાઈઝેશનનો દર 20-30 ટકા હતો. જ્યાં સુધી ત્રીજી લહેરની વાત છે તો તેની ઝડપ વધુ ગતિ પકડી શકે છે. 10 દિવસ અગાઉ દરરોજ 10થી 15 હજાર કેસ નોંધાતા હતા, જે હવે દરરોજ એક લાખથી ઉપર કેસ આવી રહ્યા છે. સોમવારે સવારે કુલ કેસનો આંકડો 1.79 લાખને પાર થઈ ગયો છે.

ઓક્સિજન બેડ, ICU બેડ અને વેન્ટીલેટર સપોર્ટ પર નજર રાખે
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યારે કેસોમાં જે ઝડપ આવી રહી છે તેની પાછળ ઓમિક્રોન છે, જેને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડેલ્ટા પણ કેસોમાં ઝડપનું કારણ બની ગયો છે. દેશમાં મોટાભાગના વિસ્તારોમાં હજુ ડેલ્ટાની અસર છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4 હજારથી વધારે કેસ આવી ચુક્યા છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે ઓક્સિજન બેડ, ICU બેડ, વેન્ટીલેટર સપોર્ટ પર દરરોજ નજર રાખવામાં આવે. કોવિડ કેર સેન્ટર્સને ઓક્સિજન સપોર્ટ બેડના આધારે જ વિકસિત કરવાની પણ તૈયારી રાખવામાં આવે. જૂનિયર ડોક્ટર્સ, નર્સિંગ અને MBBSના વિદ્યાર્થીને પણ તૈયાર રાખવામાં આવે જેથી પૂરતા પ્રમાણમાં હેલ્થકેર સ્ટાફ ઉપસ્થિત રહે.