તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુ-કાશ્મીરમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. 18 મહિના પછી રાજ્યમાં 4G ઈન્ટરનેટ સર્વિસ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પાવર એન્ડ ઈન્ફોર્મેશનના પ્રધાન સચિવ રોહિત કંસલે આ વાતની જાણકારી શુક્રવારે આપી.
હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ થયા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યું કે, 4G મુબારક! ઓગસ્ટ 2019 પછી પહેલી વખત સમગ્ર જમ્મુ કાશ્મીરમાં 4G મોબાઈલ ડેટા સર્વિસ શરૂ કરાઈ છે.
ઉધમપુર અને ગાંદરબલને છોડીને અન્ય જિલ્લામાં હતી 2G સેવા
જમ્મુ કાશ્મીરમાં ઓગસ્ટ 2019માં વિશેષ રાજ્યનો દરજ્જો પરત ખેંચવામાં આવ્યા બાદ હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. 5 ઓગસ્ટ 2019નાં રોજ રાજ્યને યુનિયન ટેરેટરીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજ્યમાં 2G ઈન્ટરનેટ સર્વિસ 25 જાન્યુઆરી 2020નાં રોજ શરૂ કરાઈ હતી. 16 ઓગસ્ટ 2020નાં રોજ ઉધમપુર અને ગાંદરબલમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી હતી. અન્ય જિલ્લામાં 2G ઈન્ટરનેટ સેવા જ કાર્યરત હતી.
સરકારને રાષ્ટ્રવિરોધી તત્ત્વો એક્ટિવ થશે તેવી શક્યતા હતી
સુરક્ષા એજન્સીઓનું માનવું હતું કે રાષ્ટ્ર વિરોધી તત્ત્વો આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ દુષ્પ્રચાર તેજ કરશે અને ઈન્ટરનેટ તેના માટે મદદરૂપ સાબિત થશે. તેથી 4G મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. તે દરમિયાન રાજ્યના અનેક રાજકીય દળો અને અલગાવવાદી નેતાઓને નજરકેદ પણ કરવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.