તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી રવાના કરવામાં આવ્યો હતો. આ પહેલાં પૂજા પણ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટથી દેશનાં 13 શહેરમાં વેક્સિનનાં 478 બક્સ પહોંચાડવામાં આવશે. પહેલી ફ્લાઈટ 34 બોક્સ સાથે દિલ્હી પહોંચી ચૂકી છે. જુદાં જુદાં શહેરોમાં આ વેક્સિન એરપોર્ટથી Z+ સિક્યોરિટી સાથે સ્ટોરેજ સેન્ટર પર લઈ જવાશે.
Ready get set go!
— PuneAirport (@aaipunairport) January 12, 2021
Stand by India!
The vaccine to kill the disease is being loaded onto the aircrafts for distribution all over the country now.@AAI_Official @aairedwr pic.twitter.com/5lY9i4Tjdk
56.5 લાખ ડોઝની ડિલિવરી થશે
ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે પુણેથી એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ ગોએર અને ઈન્ડિગો એરલાઇન્સની 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ જુદાં જુદાં શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ શહેરો દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, બેંગ્લુરુ, લખનઉ અને ચંદીગઢ છે.
Civil aviation sector launches yet another momentous mission.
— Hardeep Singh Puri (@HardeepSPuri) January 12, 2021
Vaccine movement starts.
First two flights operated by @flyspicejet & @goairlinesindia from Pune to Delhi & Chennai have taken off. pic.twitter.com/uo11S4OvqK
કેન્દ્રએ છ કરોડથી વધુનો ડોઝનો ઓર્ડર આપ્યો
કેન્દ્ર સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને કોરોના વેક્સિનને છ કરોડથી વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો. સરકાર સૌથી પહેલા દેશના ત્રણ કરોડ ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને કોરોનાની રસી લગાવાશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને રસીકરણ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.