ડબલ્યુએચઓએ કહ્યું છે કે, કોરોનાના કારણે 2020-21માં દુનિયામાં 1.50 કરોડ લોકોના મોત થયા. ડબલ્યુએચઓએ ગુરુવારે જારી કરેલા રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ભારતમાં કોરોનાથી 47 લાખ લોકોના મોત થયા. સત્તાવાર આંકડો અમારા આંકડા આશરે 10 ગણા વધારે છે.
બીજી તરફ, ભારત સરકારે ડબલ્યુએચઓના આકલનની પદ્ધતિ સામે સવાલ ઉઠાવતા આખા સ્ટડી મોડલને જ શંકાસ્પદ ગણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે, ‘અમે સત્તાવાર રીતે આ સામે વિરોધ નોંધાવીશું. આ પ્રકારના ડેટાના વાંધાને એક્ઝિક્યુટિવ બોર્ડમાં પણ રજૂ કરાશે.’
કેન્દ્ર સરકારના એક અધિકારીએ કહ્યું કે, આ ડેટા 17 રાજ્યોના આંકડાના આધારે છે. આ રાજ્યોને કયા આધારે પસંદ કરાયા, ડેટા ક્યારે લેવાયો, તેની માહિતી પણ ભારત સરકારને નથી અપાઈ. સરકારે આ મુદ્દે અત્યાર સુધી દસ પત્રો પણ લખ્યા છે, જેનો ડબલ્યુએચઓએ જવાબ પણ નથી આપ્યો.
સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાથી 5.24 લાખ લોકોના મોત થયા છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે, અનેક દેશોએ કોરોનાથી થયેલા મૃત્યુ ઓછા દર્શાવ્યા છે. તેથી દુનિયામાં કોરોનાથી ફક્ત 62 લાખ લોકોના મોત થયાનું નોંધાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.