• Gujarati News
  • National
  • 4257 Cases Were Reported In The Last 24 Hours, The Highest In The Last 88 Days; The Highest Number Of 1465 Cases Was Found In Kerala

કોરોના અપડેટ્સ:છેલ્લા 24 કલાકમાં 4257 કેસ નોંધાયા, આ છેલ્લા 88 દિવસમાં સૌથી વધું; કેરળમાં સૌથી વધું 1465 કેસ મળી આવ્યા

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રમાં પણ ફરી એક વખત સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે.

દેશમાં કોરોના ફરીથી ભયભીત કરવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4257 નવા કેસ નોંધાયા છે. આ આંકડો 8 માર્ચ બાદથી સૌથી મોટો છે. ત્યારે 4575 કેસ નોંધાયા હતા. આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે નવા સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર થઈ ગઈ છે. આ પહેલા 2 જૂને દેશમાં 4041 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શનિવારે 15 દર્દીનાં મોત થયા હતા, જ્યારે 2612 લોકો સાજા થયા હતા. હાલમાં 22,691 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં 4.31 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેમાંથી 4.26 કરોડ સાજા થયા જ્યારે 5.24 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

કેરળમાં દર 100 ટેસ્ટમાં 10 પોઝિટિવ મળી રહ્યા છે
કોરોનાના સૌથી વધું કેસ કેરળમાં નોંધાઈ રહ્યા છે. અહીં શનિવારે 1465 લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 7 લોકોનાં મોત થયા હતા. જ્યારે 667 લોકો સાજા થયા હતા. હાલમાં અહીં 7427 એક્ટિવ કેસ છે એટલે કે આટલા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં સૌથી વધું 9.87% પોઝિટિવીટી રેટ છે એટલે કે દર 100 ટેસ્ટમાંથી લગભગ 10 લોકો પોઝિટિવ મળી રહ્યા છે.

નવા કેસ મામલે મહારાષ્ટ્ર બીજા નંબર પર
દેશમાં કોરોનાના કેસ મામલે પ્રથમ રહેલા મહારાષ્ટ્રમાં ફરી એક વખત સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. અહીં શનિવાર 1357 નવા દર્દીઓ મળ્યા, 595 સાજા થયા અને એક સંક્રમિતનું મૃત્યુ થયું. હવે અહીં 5888 એક્ટિવ કેસ છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં કોરોના નિયંત્રણમાં
શનિવારે દિલ્હીમાં 405 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 384 લોકો સાજા થયા હતા. સારા સમાચાર એ છે કે એક પણ મૃત્યુ થયું નથી. અહીં હવે 1,467 સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 19 લાખથી વધું લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 26 હજાર 212 લોકોએ જીવ ગુમાવ્યા છે.

CORBEVAX બુસ્ટર ડોઝને મંજુરી
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ CORBEVAX વેક્સિનને કોરોના બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી દીધી છે.18 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમણે CoveShield અથવા Covaxin લીધી છે તે હવે ઈમરજન્સીની સ્થિતિમાં CORBEVAXને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...