• Gujarati News
 • National
 • 4,191 Deaths In 24 Hours For The First Time, More Than 4 Lakh Cases For The Third Day In A Row; The Relief Is That 3.19 Lakh People Recovered

મામલો સુપ્રીમ કોર્ટે હાથમાં લીધો:સુપ્રીમ કોર્ટે દેશમાં દવા અને ઓક્સિજન સપ્લાઈનું મિકેનિઝમ તૈયાર કરવા 12 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી, ગુજરાતમાંથી એકપણ નહીં

નવી દિલ્હી5 મહિનો પહેલા
 • દેશમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં 4,191 લોકોના મોત, સતત ત્રીજા દિવસે પણ 4 લાખથી વધુ કેસ
 • દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા

કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં દવાઓ અને ઓક્સિજનના સપ્લાય વિશે સુપ્રીમ કોર્ટે એક નવી ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સ દવાઓની ઉપલબ્ધતા માટે જરૂરી ઉપાયોનું સુચન આપશે. તે સાથે જ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરવાની વૈજ્ઞાનિક અને વ્યવહારુ ફોર્મ્યૂલા પણ તૈયાર કરશે. આ ટાસ્કફોર્સમાં 12 સભ્યો રાખવામાં આવ્યા છે.

ટાસ્કફોર્સના સભ્યો
1. ડૉ. ભાબતોશ બિસ્વાસ, પૂર્વ વાઈસ ચાન્સેલર, પશ્ચિમ બંગાળ યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, કોલકાતા
2. ડૉ. દેવેન્દ્ર સિંહ રાણા, ચેરપર્સન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
3. ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી, ચેરપર્સન એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, નારાયણા હેલ્થકેર, બેંગલુરુ
4. ડૉ. ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્ચન મેડિકલ કોલેડ, વેલ્લોર, તમિલનાડુ
5. ડૉ. જેવી પીટર, ડિરેક્ટર, ક્રિશ્ચન મેડિકલ કોલેજ, વેલ્લોર, તમિલનાડુ
6. ડૉ. નરેશ ત્રેહાન, ચેરપર્સન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, મેદાંતા હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, ગુડગાંવ
7. ડૉ. રાહુલ પંડિત, ડિરેક્ટર, ક્રિટિકલ કેર મેડિસિન એન્ડ ICU, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મુંબઈ
8. ડૉ. સૌમિત્ર રાવત, ચેરમેન એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
9. ડૉ. શિવકુમાર સરીન, સીનિયર પ્રોફેસર, એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ હીપેટોલીજી, ડિરેક્ટર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બાઈલિયરી સાયન્સ, દિલ્હી
10. ડૉ. જરીર અફ ઉદવાડિયા, કન્સલટન્ટ ચેસ્ટ ફિઝિશિયન, હિન્દુજા હોસ્પિટલ, બ્રીચ કેન્ડી હોસ્પિટલ એન્ડ પારસી જનરલ હોસ્પિટલ, મુંબઈ
11. સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ હેલ્ડ એન્ડ ફેમિલી વેલફેર
12. કન્વીનર ઓફ ધી નેશનલ ટાસ્ક ફોર્સ (જે પણ સભ્ય હોય) કેન્દ્ર કે કેબિનેટ સેક્રેટરી

કોરોનાથી દેશમાં હવે મોતનો રેકોર્ડ
દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ 1 હજાર 228 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3 લાખ 19 હજાર 469 લોકો સાજા થયા અને 4,191 લોકોનાં મોત થયાં. આ મહામારીમાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોનો સૌથી મોટો આંક છે. ચિંતાની વાત એ પણ છે કે દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

વડાપ્રધાને શિવરાજ, ઉદ્ધવ અને સ્ટાલિન સાથે વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન સાથે ફોન પર વાત કરી છે. તેમની વચ્ચે કોરોના સંકટ અને વેક્સિનેશન વિશે વાત થઈ છે. આ પહેલાં શુક્રવારે પણ વડાપ્રધાન મોદીએ મણિપુરના સીએમ એન બીરેન સિંહ, ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબ અને સિક્કિમના સીએમ પ્રેમ સિંહ તમાંગ સાથે વાતચીત કરી હતી અને કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

એન્ટી કોવિડ ડ્રગ 2-DGને ઈમરજન્સી માટે ઉપયોગની મંજૂરી
કોરોના સામેની લડાઈ વિરુદ્ધ એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ શનિવારે ડ્રગ-2 ડી ઓક્સી-ડી-ગ્લૂકોઝ (2-DG) દવાથી કોરોનાની સારવારને ઈમરજન્સી અપ્રૂવલ આપી દીધી છે. કોરોના સંક્રમિત દર્દી માટે આ દવા એક વૈકલ્પિક ટ્રીટમેન્ટનું કામ કરે છે. દર્દીને પ્રાથમિક સારવાર સાથે આ દવા આપવામાં આવે છે. આ દવા કોરોના દર્દીઓમાં સંક્રમણનો ગ્રોથ રોકીને તેને ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે. 2-DG દવાને DRDO લેબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીની મદદથી તૈયાર કરી છે. પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો કે, તેનાથી દર્દીનું ઓક્સિજન લેવલ પણ સારુ થાય છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • છેલ્લા 24 કલાકમાં નવા નવા કેસ આવ્યા: 4.01 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 4,191
 • પાછલા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.19 લાખ
 • અત્યાર સુધીમાં કુલ કેસ: 2.18 કરોડ
 • અત્યાર સુધી સાજા થયા: 1.79 કરોડ
 • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.38 લાખ
 • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 37.21 લાખ

કોરોના અપડેટ્સ

 • ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના 229 કર્મચારીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. જેમાં 110 કર્મચારીઓ CBIC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેસ્સિસ એન્ડ કસ્ટમ્સ)ના છે અને 119 કર્મચારીઓ CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ)ના છે.
 • કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે યુકેમાં મોકલવા માટે રાખવામા આવેલ કોવિશિલ્ડ વેક્સિનના 50 લાખ ડોઝ હવે એક્સપોર્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે, આ વેક્સિન દેશમાં 18 થી 44 વર્ષની વયના લોકોને આપવામાં આવશે.
 • કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતને આખી દુનિયાની મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4,468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3,417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3,921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને વિવિધ દેશોમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ મળી છે.
 • પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું છે કે જો આપણે કડક પગલાં ભરીશું તો થઈ શકે છે કે કોરોનાનો ત્રીજી લહેર બધી જગ્યાએ ન આવે અથવા ન પણ આવે. આ ઘણું બધુ તે વાર પર નિર્ભર કરે છે કે સ્થાનિક સ્તરે, રાજ્યોમાં, જિલ્લાઓમાં અને શહેરોમાં ગાઈડલાઇન કેટલી અસરકારક રીતે લાગુ થઈ છે.
 • કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો, દવાખાનાઓ અને કોવિડ કેર સેન્ટર્સ હવે બે લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કેશ લઈ શકશે. કેન્દ્ર સરકારે શુક્રવારે તેને મંજૂરી આપી હતી. આ છૂટ 31 મે સુધી રહેશે.
 • કોરોનાને ધ્યાનમાં રાખીને ગોવામાં 15 દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તેની શરૂઆત રવિવારથી થશે. રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે શુક્રવારે આ માહિતી આપી હતી.

મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
શુક્રવારે 54,022 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 37,386 લોકો સ્વસ્થ થયા અને 898 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 49.96 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 42.65 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 74,413 લોકોના મોત થયા છે. હાલમાં 6.54 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં શુક્રવારે, 27,763 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 33,117 લોકો સાજા થયા અને 372 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 14.53 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11.84 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,873 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 2.54 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે 19,832 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 19,085 લોકો સ્વસ્થ થયા અને 341 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 12 લાખ 92 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 11 લાખ 83 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,739 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 91,035 ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
શુક્રવારે, 13,628 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતુ. 13,624 લોકો સાજા થયા અને 208 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.30 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાં 6.88 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,158 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.31 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
શુક્રવારે રાજ્યમાં 12,064 લોકો પોઝિટિવ માલી આવ્યા હતા. 13,085 લોકો સ્વસ્થ થયા અને 119 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.58 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.03 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,154 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.46 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
શુક્રવારે રાજ્યમાં 11,708 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 4,815 લોકો સાજા થયા અને 84 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.49 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 5.47 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,244 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 95,423 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.