તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 41,463 Infections Were Found On Saturday, And As Many Patients Recovered, 898 Also Died; The Number Of Patients Recovering Today Will Cross 3 Crore

દેશમાં કોરોના:શનિવારે 41,463 સંક્રમિતો મળ્યા, અને તેટલા જ દર્દીઓ સાજા થયા, 898 મૃત્યુ પણ થયા; આજે સાજા થનારા દર્દીઓનો આંકડો 3 કરોડની પાર પહોંચી જશે

18 દિવસ પહેલા
  • દેશમાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી રહી છે
  • નવા સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે

દેશમાં શનિવારે કોરોનાનાં 41,463 સંક્રમિતો નોંધાયા હતા. અને આટલા જ એટલે કે 41,463 દર્દીઓ કોરોનાથી સાજા થયા. જ્યારે 898 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા. બીજી તરફ એક્ટીવ કેસો એટલેકે ઇલાજ ચાલી રહેલા દર્દીઓની સંખ્યામાં 908નો ઘટાડો થયો.

રિકવરીની વાત કરીએ, તો પાછલા કેટલાક દિવસોથી કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા કોરોના સંક્રમિતો કરતા વધારે જોવા મળી રહી છે. રોજનાં આશરે 40 હજાર લોકો સાજા થઇ રહ્યા છે. આવામાં રવિવારે સાજા થવા વાળા દર્દીઓની સંખ્યા 3 કરોડની પાર પહોંચે તેવી આશા છે.

દેશમાં કોરોના મહામારી આંકડોઓમાં

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ: 41,463 છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયેલા : 41,463 છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 898 અત્યાર સુધી કુલ સંક્રમિતોનો આંકડો: 3.08 કરોડ અત્યાર સુધી કુલ સાજા થયેલા: 2.99 કરોડ અત્યાર સુધી કુલ મૃત્યુ: 4.08 લાખ એક્ટિવ કેસોની સંખ્યા: 4.48 લાખ

8 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 8 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોંડિચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેમ અહીં પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

23 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે થોડી છૂટછાટ છે. તેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ- કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્ર પ્રદેશનો અને ગુજરાતનો સમાવેશ થાય છે.

પ્રમુખ રાજ્યોની હાલત

1.કેરળ
શનિવારે રાજ્યમાં 14,087 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 11,867 લોકો સાજા થયા અને 109 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 30.53 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 29.22 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 14,489 લોકો મૃત્યુ પામ્યા છે. 1.15 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. મહારાષ્ટ્ર
શનિવારે રાજ્યમાં 8,296 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 6,026 લોકો સાજા થયા અને 494 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 61.49 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 59.06 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.12 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. 1.12 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3.છત્તીસગઢ
શનિવારે રાજ્યમાં 359 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 487 લોકો સાજા થયા અને 3 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 9.97 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 9.79 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 13,475 લોકો મૃત્યુ પામ્યા છે. 4,862 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4.ઉત્તર પ્રદેશ
શનિવારે રાજ્યમાં 98 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 183 લોકો સાજા થયા અને 4 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 17.07 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 16.82 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 22,693 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. 1,608 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5.દિલ્હી
શનિવારે રાજ્યમાં 76 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 81 લોકો સાજા થયા અને એક વ્યકતિનું મૃત્યુ થયુ છે. અત્યાર સુધીમાં 14.35 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 14.09 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 25,012 લોકો મૃત્યુ પામ્યા છે. 792 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન
શનિવારે રાજ્યમાં 56 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 119 લોકો સાજા થયા અને એક વ્યકતિનું મૃત્યુ થયુ છે. અત્યાર સુધીમાં 9.53 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 9.43 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,945 લોકો મૃત્યુ પામ્યા છે. 750 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

7. ગુજરાત
શનિવારે રાજ્યમાં 53 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. આ દરમિયાન 258 લોકો પણ સાજા થયા. અત્યાર સુધીમાં લગભગ 8.24 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે . તેમાંથી 8.12 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,073 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,151 સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે.

8. મધ્યપ્રદેશ
શનિવારે અહીં 27 નવા કેસ નોંધાયા હતા. 40 લોકો સાજા થયા અને એકનું મોત થયુ હતુ. રાજ્યમાં અત્યાર સુધીમાં 7.90 લાખ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. આમાંથી 7.80 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,025 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 392 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...