તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 40th El Niનોo Year For The First Time In 120 Years; Therefore, Cold Waves Will Come From Time To Time In Winter, Thick Fog Will Also Cover

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડી ‘અલ નીનો’:120 વર્ષમાં પ્રથમવાર 40મું અલ નીનો વર્ષ; આથી શિયાળામાં સમયાંતરે કોલ્ડ વૅવ આવતા રહેશે, ગાઢ ધુમ્મસ પણ છવાશે

નવી દિલ્હી5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • આજથી શિયાળાનું આગમન, 20 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે
 • આ વર્ષે વધુ સંખ્યામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, તાપમાન પણ સામાન્યથી ઓછું રહેશે
 • વીતેલી સદીમાં જે 10 વર્ષમાં વધુ ઠંડી રહી તેમાંથી 6 વર્ષ અલ નીનોની અસર રહી હતી
 • શિયાળાનું હાલનું વલણ રહેશે તો આ વખતે ઠંડી ટોપ-10 ઠંડા વર્ષમાં સામેલ થશે
 • દીપાવલી પછી પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશમાં વધુ ઠંડી પડશે

ચાલુ વર્ષે કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો. કારણ કે 20 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી 2021 સુધી હવામાન પર ‘અલ નીનો’ની અસર રહેશે. ‘અલ નીનો’ દરમિયાન ઠંડીમાં તાપમાન સામાન્યથી ઓછું રહે છે. આથી ચાલુ વર્ષે ઓક્ટોબરથી તાપમાન ઘટવા માંડ્યું છે. અનુમાન છે કે ચાલુ વર્ષે ઠંડી વીતેલી સદીના સૌથી ઠંડા 10 વર્ષમાં સામેલ થઈ શકે તેટલી પડશે.

મેદાની રાજ્યોમાં ઠંડી પડશે
શનિવારે પાકિસ્તાન તરફથી દિવાળીએ વર્ષનું પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તેની અસરથી પહાડી રાજ્યોમાં બરફ પડી શકે છે. દીપાવલી પછી મેદાની રાજ્યોમાં ઠંડી પડશે. આઈએમડી પૂણેના ક્લાઈમેટ રિસર્ચ એન્ડ સર્વિસ હેડ ડૉ. ડીએસ પાઈના જણાવ્યા મુજબ આઈએમડીનો રેકોર્ડ 1901થી નોંધાઈ રહ્યો છે. તે મુજબ વીતેલા 120 વર્ષમાં આ વર્ષ અગાઉ 39 વાર ‘અલ નીનો’ની અસર રહી. આ દરમિયાન ઠંડી વધુ પડી. અલ નીનોના ટ્રેન્ડને જોતા લાગે છે કે આ વર્ષે ફેબ્રુઆરી સુધી તાપમાન સામાન્યથી ઓછું રહેશે.

આ વર્ષોમાં ‘અલ નીનો’એ પારો સામાન્યથી નીચો કર્યો

વર્ષમોસમનુંસમુદ્રીતટનું
19040.99-1.4
19180.93-0.7
19251.02-1.4
19431.09-1.7
19740.92-1.8
19750.98-0.5

નોંધ : ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીનું સરેરાશ સામાન્ય તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં

14 નવેમ્બરે આપણને પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે
હવામાન એજન્સી સ્કાયમેટના વિજ્ઞાની મહેશ પાલાવત કહે છે કે સિઝનના પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 નવેમ્બરે પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. બીજીબાજુ મેદાની વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે. 17-18 નવેમ્બર પછી આ તમામ વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. ત્યારપછીની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 21-22 નવેમ્બરે આવશે.

20 ડિસેમ્બર પછી લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ઓછું રહેશે
ચાલુ વર્ષે કડકડતી ઠંડી પડશે. નવેમ્બરના પ્રારંભના 2 સપ્તાહમાં ઉત્તરના તમામ રાજ્યોમાં રાત્રીનું તાપમાન સામાન્યથી બેથી ત્રણ ડિગ્રી નીચું રહેશે. 20 ડિસેમ્બરથી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર અને પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ યુપી, ઉત્તર મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ઠંડી પડશે. અહીં 20થી વધુ દિવસ અત્યંત ઠંડા હશે. - ડૉ. કુલદીપ શ્રીવાસ્તવ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, આઈએમડી, દિલ્હી

અલ નીનોના કારણે હવામાનમાં આ પરિવર્તન થાય છે
અલ નીનો (સ્પેનિશમાં નાની બાળકી) ઇફેક્ટથી પવન પ્રશાંત મહાસાગરના ગરમ કાંઠાથી પાણીને દ. અમેરિકાથી ઇન્ડોનેશિયા લઈ જાય છે. ગરમ પાણી આગળ વધવાથી ઠંડું પાણી સપાટી પર આવી જાય છે અને પૂર્વ પ્રશાંતમાં પાણી ઠંડુ થઈ જાય છે. અલ નીનોવાળા વર્ષમાં પવન ઝડપી ચાલે છે અને ભૂ-મધ્ય રેખા પાસે પાણી સામાન્યથી ઠંડુ થઈ જાય છે. આથી ભારતમાં સમયાંતરે શીત લહેર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો