• Gujarati News
  • National
  • 4,000 Cases For The Second Day In A Row, The Highest In The Last 3 Months; The Center Directed 5 States To Keep A Close Watch

કોરોના અપડેટ્સ:સતત બીજા દિવસે 4,000 કેસ, આ છેલ્લાં 3 મહિનામાં સૌથી વધુ; કેન્દ્રએ 5 રાજ્યોને કડક દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,945 કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી તે 4 હજારની નજીક નોઘાઈ રહ્યા હતા. ગુરુવારે 4,041 કેસ નોંધાયા હતા. જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે. અગાઉ 11 માર્ચે 4,194 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શુક્રવારે, 2,672 દર્દીઓ સાજા થયા, જ્યારે 26 લોકોના મોત થયા હતા. હવે 2,162 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં અત્યાર સુધીમાં 4.32 કરોડો લોકો કોરોના પોઝિટિવ થઈ ગયા છે. જેમાંથી 4.26 કરોડ સાજા થઈ ગયા છે. 5.24 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાંચ રાજ્યોમાં દેખરેખની જરૂર છે
આરોગ્ય મંત્રાલયે 3 જૂને રાજ્ય સરકારોને પત્ર મોકલ્યો છે. પત્ર મુજબ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુને વધતા કોરોના કેસને રોકવા માટે નિયમોનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયે આ રાજ્યોને કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે, "કડક દેખરેખ રાખવા અને પહેલાની જેમ પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે."

હવાઈ મુસાફરો માટે માસ્ક ફરજિયાત બનાવો
દિલ્હી હાઈકોર્ટે એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે હવાઈ મુસાફરો માસ્ક અને અન્ય કોરોના નિયમો સહિતના નિયમોનું પાલન કરે. હાઈકોર્ટે કહ્યું કે જે લોકો નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે ગુનો નોંધી દંડ વસૂલવો જોઈએ અને આવા મુસાફરોને નો ફ્લાય લિસ્ટમાં મૂકવા જોઈએ.

દિલ્હીમાં કોરોના નિયંત્રણમાં
શુક્રવારે દિલ્હીમાં 345 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 389 લોકો સાજા થયા હતા. સારા સમાચાર એ છે કે એક પણ મૃત્યુ થયું નથી. અહીં હવે 1,446 સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 19 લાખ 7 હજાર 982 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 26 હજાર212 લોકોએ જીવ ગુમાવ્યા છે.

શુક્રવારે દિલ્હીમાં 345 નવા કેસ નોંધાયા હતા. 18 હજાર 334 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
શુક્રવારે દિલ્હીમાં 345 નવા કેસ નોંધાયા હતા. 18 હજાર 334 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કેરળમાં કેસમાં ઘટાડો
શુક્રવારે કેરળમાં કોરોનાના 1,278 નવા કેસ મળી આવ્યા છે. 743 સંક્રમિત સાજા થયા છે, જ્યારે 6 દર્દીઓના મોત થયા છે. હવે 6,642 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે 1,370 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 લાખ 60 હજાર 901 લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી 64 લાખ 83 હજાર 623 સાજા થયા છે, જ્યારે 69 હજાર 773ના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ 8% થી વધુ
અગાઉની લહેરમાં મહારાષ્ટ્રમાં પણ સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ વખતે પણ મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. આ વખતે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 8% થી વધુ છે. એટલે કે દર 100 ટેસ્ટમાં 8 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. રાજધાની મુંબઈમાં એપ્રિલ મે મહિનાની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં 231%નો વધારો નોંધવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજ્યમાં કોરોનાના 1,134 નવા કેસ નોંધાયા હતા. 563 સાજા થયા અને 3 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હાલમાં 5,127 સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે. અહીં અત્યાર સુધીમાં 78 લાખ 90 હજાર 346 સંક્રમિત થયા છે, 77 લાખ 37 હજાર 355 સાજા થયા છે અને 1 લાખ 47 હજાર 864 મૃત્યુ પામ્યા છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ અપડેટ્સ
શુક્રવારે રાજસ્થાનમાં 32 નવા કેસ નોંધાયા છે, જેમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. 485 દર્દીઓ સારવાર હેઠળ છે. અહીં અત્યાર સુધી 12 લાખ 85 હજાર 921 સંક્રમિત થયા છે, 12 લાખ 75 હજાર 879 દર્દીઓ સાજા થયા છે અને 9 હજાર 557ના મોત થયા છે.

જ્યારે, મધ્યપ્રદેશમાં કોરોનાના 43 નવા કેસ નોંધાયા છે, એક પણ મૃત્યુ નોંધાયું નથી. 243 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી 10 લાખ 42 હજાર 686 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 707 દર્દીઓ સાજા થયા છે અને 10 હજાર736 મૃત્યુ પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...