તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 400 Shops Gutted In Fire, Fire Officer Killed While Trying To Contain Fire; Now There Are Only Piles Of Ashes Left In The Shops

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણેની બર્નિંગ ફેશન સ્ટ્રીટ:400 દુકાનો આગમાં સળગીને ખાખ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ દરમિયાન ઇજાગ્રસ્ત ફાયર અધિકારીનું મૃત્યુ; હવે દુકાનોની જગ્યાએ બચ્યા ફક્ત રાખનાં ઢગલા

પુણે2 મહિનો પહેલા
ફેશન સ્ટ્રીટ માર્કેટની દુકાનોમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ ઘણાં કિ.મી. દૂરથી નજરે પડી રહી હતી.
  • ભીષણ આગથી દુકાનના માલિકોને કરોડોનું નુકશાન થયું

પુનાના કેમ્પ વિસ્તારમાં આવેલા ફેશન સ્ટ્રીટ માર્કેટની દુકાનોમાં શુક્રવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. અહીં નાની-મોટી કપડાની 450 જેટલી દુકાનો એકબીજા સાથે જોડાયેલ હોય છે. એવામાં અચાનક લાગેલી ભીષણ આગ માર્કેટની દુકાનમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. લગભગ 400 જેટલી દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. ગઈકાલ સુધી જ્યાં શાનદાર દુકાનો હતી, હવે ફક્ત રાખનાં ઢગલા બચ્યા છે. આ ઘટનાનું દુખ ભરી વાત તે છે કે આગ બુઝાવવા પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારી પ્રકાશ હસબે ઇજાગ્રસ્ત થયા હતા અને શનિવારે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ફાયર અધિકારી પ્રકાશ હસબેનો ફાઇલ ફોટો.
ફાયર અધિકારી પ્રકાશ હસબેનો ફાઇલ ફોટો.

પુણે ફાયર વિભાગના જણાવ્યા મુજબ રાત્રે 11 વાગે લાગેલી આગ પર મોડી રાત્રે લગભગ 1 વાગે ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો હતો. આ આગમાં ફેરિયાઓ અને દુકાનના માલિકોને કરોડોનું નુકશાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ એ જ ફેશન સ્ટ્રીટ માર્કેટ છે જ્યાં પુણેનાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા પહોંચે છે. આ માર્કેટ મિની માર્કેટ તરીકે પણ ઓળખાય છે. આગા લાગયાની ઘટનાની જાણ થતાં જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફેશન સ્ટ્રીટની જૂની તસવીર, અહીં આવી લગભગ સાડા ચારસો દુકાનો છે જે એક બીજા સાથે જોડાઈને દરરોજ લાગે છે.
ફેશન સ્ટ્રીટની જૂની તસવીર, અહીં આવી લગભગ સાડા ચારસો દુકાનો છે જે એક બીજા સાથે જોડાઈને દરરોજ લાગે છે.

વેપારીએ કહ્યું- આજે જ દુકાનમાં ભર્યો હતો લાખોનો માલ
ઘટનાસ્થળે હાજર એક વેપારીએ જણાવ્યુ હતું કે તેની દુકાનમાં આગ લાગી હતી, તેને શુક્રવારે જ રૂ. 15 લાખનો લ્માલ દુકાનમાં ભર્યો હતો.

આગથી સુરક્ષાનો મુદ્દો તંત્ર માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો​​​​​​​
પુણે કેંટોનમેન્ટ બોર્ડના સીઇઓ અમિત કુમારે જણાવ્યુ હતું કે અચાનક ભીષણ આગ લાગવાથી સમગ્ર ફેશન સ્ટ્રીટ સળગીને ખાખ થઈ ગઈ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે જે શિવાજી માર્કેટની ઘટના બાદ ફરીથી બની છે. ફેશન સ્ટ્રીટ પર આગ સુરક્ષાનો મુદ્દો તંત્ર સામે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે.

16 ફાયર ટેન્કર અને 2 પાણીના ટેન્કર હાજર રહ્યા હતા
પુણે ફાયર અધિકારી પ્રશાંત રાનિપે જણાવ્યુ હતું કે ઘટનાસ્થળે લગભગ 16 ફાયર ટેન્કર અને 2 પાણીના ટેન્કર પહોંચ્યા હતા. મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર 10 અધિકારીઓએ સહિત 60 ફાયરના કર્મચારીઓ ઉપસ્થિત હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો