બાળકો વિરૂદ્ધ સાઈબર ગુનાઓ વધ્યા:2019ની તુલનાએ 2020માં 400% વધ્યા કેસ, આ મામલાઓમાં UP અવ્વલ

23 દિવસ પહેલા

દેશમાં બાળકો વિરૂદ્ધ સાઈબર ગુનાઓ 2019ની તુલનાએ 2020માં 400%થી વધ્યા છે. જેમાંથી મોટા ભાગના કેસ યૌન શોષણમાં બાળકોને ચિત્રિત કરનારી સામગ્રીના પ્રકાશન અને પ્રસારણ સાથે જોડાયેલી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના નવા આંકડામાં આ જાણકારી સામે આવી છે.

2020માં 842 કેસ દાખલ થયા
રિપોર્ટ મુજબ 2020માં બાળકો વિરૂદ્ધ સાઈબર ગુનાઓના 842 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 738 કે લગભગ 87% કેસ સગીરોને યૌન કૃત્યમાં લિપ્ત દેખાડવાથી જોડાયેલા છે. જેની તુલનામાં 2019માં બાળકો વિરૂદ્ધ કુલ 164 સાઈબર ક્રાઈમ દાખલ થયા હતા. જે 2020ની તુલનાએ 413% ઓછા છે. 2017 અને 2018માં આ આંકડા ક્રમશઃ 79 અને 117 હતા.

UPમાં સૌથી વધુ 170 કેસ
NCRBના 2020ના આંકડા મુજબ બાળકો વિરૂદ્ધ થયેલા ઓનલાઈન ક્રાઈમમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 170 કેસ નોંધાયેલા છે. જે બાદ કર્ણાટક અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. અહીં બાળકો વિરૂદ્ધ થયેલા ક્રાઈમના 144 અને 137 કેસ નોંધાયેલ છે. કેરળ (107) અને ઓરિસ્સા (71) આ લિસ્ટમાં ચોથા અને પાંચમા નંબરે છે.

જોખમ વધવાનું કારણ
સંખ્યા પર વાત કરતા 'CRY (ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યૂ)ની CEO પૂજા મારવાહએ કહ્યું- એજ્યુકેશનલ અને કોમ્યુનિકેશન હેતથી ઈન્ટરનેટ પર વધુ સમય પસાર કરવાથી બાળકો માટે જોખમ વધી ગયું છે. જેમાં યૌન શોષણ, અશ્લીલ સંદેશાઓનું આદાન-પ્રદાન, પોર્નોગ્રાફીના સંપર્કમાં આવવું અને સાઈબર ધમકી જેવા જોખમ સામેલ છે.'

શિક્ષકો અને સમાજ વચ્ચે સીમિત સમજણ
પૂજાએ વધુમાં કહ્યું, 'બાળકોને ઓનલાઈન જે જોખમોનો સામનો કરવો પડી શકે છે તે અંગે શિક્ષકો અને સમાજ વચ્ચે ઘણી જ ઓછી કે સીમિત પ્રમાણમાં સમજણ છે. તેઓએ તે સમજવાની જરૂરિયાત છે કે બાળકોને શું ખબર હોવી જોઈએ, કે જેથી તેઓને યોગ્ય માર્ગદર્શન આપી શકાય.'

અન્ય સમાચારો પણ છે...